PuBG રમતા જેની સાથે પ્રેમ થયો તેની સાથે રહેવા પાકિસ્તાનથી ભારત પહોંચ્યા બાદ અનેક વિવાદો અને ચર્ચાઓ થઈ રહી છે. જેમાં હવે નવો વણાંક આવ્યો છે. સીમા હૈદરના નેપાળથી સરહદ પાર કરી ભારત આવ્યા બાદ નેપાળમાં થનારી જૈનબની કરોડોની ડીલ અટકી પડી છે. માર્યા ગયેલ માફિયા ડોન અતિક અહમદ અને તેના ભાઈ ખાલીદ અજીમની પત્નીઓ શાઈસ્તા અને જૈનબની શોધખોળ ચાલુ છે.
આર્થિક રૂપથી બેહાલ શાઈસ્તા અને જૈનબ તેમની સંપતિ વેચાવાની ફિરાકમાં હતા. જેમાં વકીલ વિજય મિશ્રાનું નામ પણ સામે આવ્યું છે. હાલમાં જ પોલીસે વિજય મિશ્રાની ધરપકડ કરી છે. ત્યારબાદ વિજય મિશ્રાએ પોલીસને જાણકારી આપી હતી કે, તે પ્રયાગરાજ અને લખનૌમાં અતિકની બેનામી સંપત્તિ ખરીદવા માંગતો હતો અને તેના માટે નેપાળમાં રહેતો યુપીનો માફિયા પણ સહમત થયો હતો.
લખનૌમાં આ અંગે મિટિંગ થવાની હતી પરંતુ સીમા હૈદરના ભારત આવ્યા બાદ નેપાળ સહિત દેશભરમાં તમામ બોર્ડર પર સુરક્ષા વધારી દેવામાં આવતા નેપાળમાં રહેતા માફિયાનું બોર્ડર પાર કરી ભારત આવવું શક્ય ન બન્યું. જેના કારણે અનેકવાર પ્રયાસ કરવા છતાં બોર્ડર ક્રોસ કરવું શક્ય ન બન્યું અને આ ડીલ ન થઈ શકી.
આ પણ વાંચો : Pakistani MMS: પાકિસ્તાનની પ્રખ્યાત યુનિવર્સિટીના શિક્ષક-વિદ્યાર્થીઓના MMS, 5000થી વધુ વીડિયોએ મચાવી ધૂમ
સૂત્રો દ્વારા એવી જાણકારી મળી છે કે આ બેનામી સંપત્તિની ડીલ 12 કરોડમાં થવાની હતી. શાઈસ્તા અને જૈનબનો ઇરાદો આ સંપત્તિને જલ્દી વહેંચી તેમાંથી મળતા રૂપિયાથી ઉમર અને અસદને જેલથી છોડાવી ફરી પોતાનું સામ્રાજ્ય ઊભું કરવાનું અને વિદેશ ભાગી જવાનું હતું.
ભારતના સચિન મીણાના પ્રેમમાં પાકિસ્તાનથી ભાગી ત્રણથી વધુ દેશની સરહદો પાર કરી સીમા હૈદર ભારત આવી. જેમાં પાકિસ્તાન, નેપાળ અને યુએઇની સરહદો સામેલ છે. જે બાદ આ મામલે સરહદ પર સુરક્ષા વધતા 12 કરોડની ડીલ ન થઈ શકી. સીમાના ભારતમાં આવ્યા બાદ દેશની તમામ બોર્ડર પર સુરક્ષા વધારી દેવામાં આવી હતી.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 11:58 pm, Fri, 4 August 23