સાઉદી અરેબિયાએ, ભારત સહિત 14 દેશના મુસ્લિમો પર લગાવ્યો પ્રતિબંધ, જાણો ઉમરાહ માટે જઈ શકશે કે નહીં ?

|

Apr 07, 2025 | 12:48 PM

સાઉદી અરેબિયાએ ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશ સહિત વિશ્વના 14 દેશના મુસ્લિમોના વિઝા પ્રતિબંધ લાદ્યો છે. આ પ્રતિબંધ આગામી 13 એપ્રિલથી જૂનના મધ્ય સુધી અમલમાં રહેશે. આ પ્રતિબંધ એવા સમયનો છે કે, સાઉદીના મક્કા-મદિનામાં હજયાત્રા યોજાતી રહે છે.

સાઉદી અરેબિયાએ, ભારત સહિત 14 દેશના મુસ્લિમો પર લગાવ્યો પ્રતિબંધ, જાણો ઉમરાહ માટે જઈ શકશે કે નહીં ?

Follow us on

સાઉદી અરેબિયા સરકારે, ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશ સહિત 14 દેશના મુસ્લિમોના પ્રવાસ પર આ પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. વિવિધ મીડિયા અહેવાલો અનુસાર, આ પ્રતિબંધ, આગામી 13 એપ્રિલથી જૂન 2025ની મધ્ય સુધી અમલમાં રહેશે, એટલે કે, આ પ્રતિબંધો હજ યાત્રા પૂર્ણ થાય ત્યાં સુધી અમલમાં રહેશે.

સાઉદીમાં હજ યાત્રા દરમિયાન, વિશ્વભરમાંથી આવતા લોકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થતો રહ્યો છે અને જે લોકો પાસે હજ વિઝા નથી તેઓ પણ મક્કા મદીના પહોંચતા હોય છે. જેના કારણે હજ મંત્રાલય દ્વારા કરવામાં આવતી વ્યવસ્થામાં અવરોધ સર્જાઈ રહ્યો છે. પાછલા વર્ષો, આવી જ એક હજયાત્રા દરમિયાન, યાત્રાળુઓની વધતી સંખ્યા અને ભારે ગરમીને કારણે, એક હજારથી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા.

કયા વિઝા સસ્પેન્ડ કરવામાં આવશે?

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નવી માર્ગદર્શિકા હેઠળ, ઉમરાહ વિઝા, બિઝનેસ વિઝિટ વિઝા અને ફેમિલી વિઝિટ વિઝા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સાઉદી અરેબિયાના વિઝા પ્રતિબંધથી ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશ જેવા દેશોના લોકો નિરાશ થયા છે, જેઓ આ વિઝાની મદદથી હજ દરમિયાન મક્કા અને મદીના જવા માંગતા હોય છે.

આજનું રાશિફળ તારીખ : 30-04-2025
IPL દરમિયાન રાષ્ટ્રપતિના હસ્તે આ ખેલાડીને મળ્યો એવોર્ડ
પરિવારની મરજી વિરુદ્ધ કર્યા લગ્ન, દોઢ મહિનામાં બની ગર્ભવતી, પતિ સાથે નર્ક બની આ હસીનાની જિંદગી
કસુવાવડ પછી કેટલા દિવસ આરામ કરવો જોઈએ?
એક IPL મેચમાંથી અમ્પાયરો કેટલી કમાણી કરે છે?
Watermelon Seeds : તરબૂચ ખાતા સમયે ભૂલથી બીજ ગળી જાઓ તો શું થાય ? જાણો

સાઉદી ક્રાઉન પ્રિન્સના નિર્દેશ બાદ પગલું ભર્યું

સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને દેશમાં હજ યાત્રા સરળ અને સુરક્ષિત રીતે પૂર્ણ થાય તે માટે વિઝાના કડક નિયમો સુનિશ્ચિત કરવાનો આદેશ આપ્યો છે.

સાઉદી અરેબિયાના અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ પગલાથી લોકો હવે નોંધણી વગર હજ કરી શકશે નહીં. અધિકારીઓનો આરોપ લગાવ્યો હતો કે, અન્ય દેશોના નાગરિકો ઉમરાહ વિઝા અથવા વિઝિટ વિઝા હેઠળ સાઉદી અરેબિયા આવે છે અને પવિત્ર મક્કામાં હજ કરવા માટે ગેરકાયદેસર રીતે ત્યાં રહે છે.

કયા દેશોના મુસ્લિમો પર પ્રતિબંધિત

સાઉદી અરેબિયાએ ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, ઇજિપ્ત, ઇન્ડોનેશિયા, ઇરાક, નાઇજીરીયા, જોર્ડન, અલ્જેરિયા, સુદાન, ઇથોપિયા, ટ્યુનિશિયા અને યમન સહિત લગભગ 13 દેશના વિઝા સસ્પેન્ડ કર્યા છે.

સાઉદી અરેબિયા સહીત વિદેશમાં આકાર પામતી અવનવી ઘટનાઓ અને સમાચાર જાણવા માટે આપ અમારા આ ટોપિક પર ક્લિક કરો.