
પેટ્રોલ અને ડીઝલથી મળેલી અપાર સંપત્તિનો ઉપયોગ કરીને, સાઉદી અરેબિયાએ સમગ્ર વિશ્વમાં કટ્ટરપંથી વહાબી ઇસ્લામનો પ્રચાર કર્યો. મુસ્લિમ જગતના નેતા તરીકેની પોતાની છબી મજબુત કરવા માટે, તેણે વિવિધ દેશોમાં મસ્જિદો અને મદ્રસાઓનું વિશાળ નેટવર્ક સ્થાપવા માટે મોટા પાયે ભંડોળ પૂરું પાડ્યું અને ત્યાંની સરકારો પર પોતાનો પ્રભાવ જાળવી રાખ્યો. તેણે અબજો ડોલરના શસ્ત્રોની ખરીદી કરીને અમેરિકાને પણ પોતાના સાથી દેશ તરીકે મેળવી લીધું હતું. તેમ છતાં, હવે જ્યારે સંકટ આવી પડ્યું છે, ત્યારે સાઉદી અરેબિયા એકલું પડી ગયું છે. લુંગી અને ચપ્પલ પહેરનારા હૂતી વિદ્રોહી બન્યા કાળ લુંગી અને ચપ્પલ પહેનારા યમનના હૂતી વિદ્રોહીઓ સાઉદી અરબ પર આડેધડ હુમલા કરી રહ્યા છે. ત્યારે તેને બચાવવા માટે ના તો 56 મુસ્લિમ દેશો આગળ આવી રહ્યા છે કે ન તો કોઈ ધાર્મિક જેહાદી સંગઠન આગળ આવી રહ્યુ છે. અમેરિકાએ પણ બહુ ચતુરાઈપૂર્વક આ બાબતથી પોતાને દૂર રાખી અંતર જાળવી રહ્યુ છે. હાલ સાઉદી અરેબિયા એકલુ માર ખઈ રહ્યુ છે અને ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન...
Published On - 9:38 pm, Mon, 5 October 26