MAKS એર શો 2021માં પરફોર્મન્સ બતાવવા સાંરગ ટીમ તૈયાર, મંગળવારથી રશિયામાં શરૂ થાય છે એર શો

|

Jul 25, 2021 | 7:15 PM

MAKS રશિયામાં સારંગ હેલિકોપ્ટર ડિસ્પ્લે ટીમ સજ્જ થઇ છે. ફાઇનલ પરફોર્મન્સ માટે સંપૂર્ણ તૈયાર છે.

MAKS એર શો 2021માં પરફોર્મન્સ બતાવવા સાંરગ ટીમ તૈયાર, મંગળવારથી રશિયામાં શરૂ થાય છે એર શો
Sarang helicopter

Follow us on

સારંગ હેલિકોપ્ટર ડિસ્પ્લે ટીમ દ્વારા આજે MAKS એર શો 2021માં તેમનું ફાઇનલ પરફોર્મન્સ આપવા માટે સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે. છેલ્લા 5 દિવસ દરમિયાન આ કાર્યક્રમમાં ભાગ લઇ રહેલા એકમાત્ર હેલિકોપ્ટર એરોબિક્સ તરીકે સારંગે IAF તેમજ ભારતીય ઉડ્ડયન ઉદ્યોગ બંનેને રોશન કર્યા છે.

‘મેડ ઇન ઇન્ડિયા’ હેલિકોપ્ટરો દ્વારા કરવામાં આવેલા તેમના અદભૂત પરફોર્મન્સથી ભારતીય ઉડ્ડયનની સિદ્ધિઓ અગ્રહરોળમાં લાવી ગઇ છે. ટીમના શૌર્યપૂર્ણ કરતબોને સમગ્ર દુનિયાના મીડિયામાં ખૂબ જ પ્રશંસા પ્રાપ્ત થઇ છે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

રશિયન મીડિયા અનુસાર, નવા ફાઇટર એરક્રાફ્ટનું નિર્માણ હળવા લડાકુ વિમાન બનાવવાની યોજનાના ભાગરૂપે બનાવવામાં આવ્યું છે. સુખોઈ (રશિયા ફાઇટર જેટ ન્યૂઝ) બનાવતી કંપની દ્વારા આ ફાઇટર એરક્રાફ્ટ બનાવવામાં આવ્યું છે. રશિયાના નવીનતમ લડાકુ, એસયુ -55 થી વિપરીત, નવા ફાઇટરમાં ફક્ત એક જ એન્જિન હશે અને તે નાના હશે. નવા ફાઇટર એરક્રાફ્ટનું નામ તેની ક્ષમતા અને તેનાથી સંબંધિત અન્ય માહિતી ઉપલબ્ધ નથી.

માનવામાં આવે છે કે રશિયાએ અમેરિકાના એફ 22 રેપ્ટર ફાઇટર એરક્રાફ્ટ નો મુકાબલો કરવા માટે સુખોઇ-55 લડાકુ વિમાનનું નિર્માણ કર્યું છે. પરંતુ 2005 થી સેવા આપી રહેલા અમેરિકન વિમાનથી વિપરીત, સુખોઈ -55 તબક્કાવાર ઉત્પાદનમાં શરૂ થઈ રહી છે અને તેને સુપરસોનિક ગતિએ સજ્જ કરવા માટે એક નવું એન્જિન બનાવવામાં આવી રહ્યું છે.

રશિયાનું લડાકુ વિમાન અમેરિકાના નવીનતમ લડાકુ વિમાન એફ-35 સાથે સ્પર્ધા કરી શકે છે. જેને 2015માં યુએસ આર્મીમાં સામેલ કરવામાં આવ્યું હતું રશિયા વિદેશી ગ્રાહકોને નવા લડાકુ વિમાનોનું વેચાણ પણ શરૂ કરી શકે છે. રશિયન વિમાન ઉત્પાદકોની અગ્રણી સંસ્થા રોઝટેકે જણાવ્યું હતું કે નવા લડાકુ વિમાન મંગળવારથી શરૂ થનારા એર શોમાં જ પ્રદર્શિત કરવામાં આવશે.

દાયકાઓથી યુએસ અને રશિયા વચ્ચેનો તણાવ આજદિન સુધી ઓછો થયો નથી. આ ટેન્શન એવું છે કે લશ્કરી વિમાનો પણ રશિયામાં બનાવવામાં આવે છે એમ વિચારીને કે તેઓ અમેરિકાના લડાકુ વિમાનો સાથે સ્પર્ધા કરી શકે.

Next Article