UNSCમાં એસ જયશંકરે ચીનને માર્યો ટોણો, કહ્યું ગુનેગારોને બચાવવા માટે બહુપક્ષીય મંચોનો દુરુપયોગ કરી રહ્યા છે ઘણા દેશ

વિદેશ પ્રધાન એસ જયશંકરે આ દરમિયાન પાડોશી દેશ ચીન અને પાકિસ્તાન પર નિશાન સાધ્યું. તેમને કહ્યું ઈન્ટરનેશનલ લેવલ પર જ્યારે પણ ખુંખાર આતંકવાદીઓ પર કાર્યવાહી કરવાની વાત આવે છે, ત્યારે સંયુક્ત રાષ્ટ્રમાં ચીન પોતાના વીટો પાવરનો ઉપયોગ કરવાથી બચતું નથી.

UNSCમાં એસ જયશંકરે ચીનને માર્યો ટોણો, કહ્યું ગુનેગારોને બચાવવા માટે બહુપક્ષીય મંચોનો દુરુપયોગ કરી રહ્યા છે ઘણા દેશ
S Jaishankar
Image Credit source: ANI
| Edited By: | Updated on: Dec 14, 2022 | 11:45 PM

આજે એટલે કે બુધવારે વિદેશપ્રધાન એસ જયશંકરે અમેરિકાના ન્યૂયોર્કમાં ‘Maintenance of International Peace and Security, New Orientation for Reform Multilateralism’ પર UNSCના સત્રનું નેતૃત્વનું કર્યુ. આ દરમિયાન તેમને કહ્યું કે 77માં UNGAમાં અમે તમામ રિફોર્મના પક્ષમાં વધતી લાગણીના સાક્ષી રહ્યા. આપણો પડકાર તેને ઠોસ પરિણામોમાં બદલવાનો છે. તેમને કહ્યું આતંકવાદના પડકાર પર વિશ્વના મોટાભાગના દેશો દ્વારા એક સાથે આગળ આવીને સામૂહિક પ્રતિક્રિયા આપવામાં આવી રહી છે, પરંતુ ગુનેગારોને ન્યાયી ઠેરવવા અને તેને બચાવવા માટે બહુપક્ષીય મંચોનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. તમને જણાવી દઈએ કે ભારત ડિસેમ્બર 2022 મહિના માટે સંયૂક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની અધ્યક્ષતા કરી રહ્યું છે.

વિદેશ પ્રધાન એસ જયશંકરે આ દરમિયાન પાડોશી દેશ ચીન અને પાકિસ્તાન પર નિશાન સાધ્યું. તેમને કહ્યું ઈન્ટરનેશનલ લેવલ પર જ્યારે પણ ખુંખાર આતંકવાદીઓ પર કાર્યવાહી કરવાની વાત આવે છે, ત્યારે સંયુક્ત રાષ્ટ્રમાં ચીન પોતાના વીટો પાવરનો ઉપયોગ કરવાથી બચતું નથી.

ઈન્ટરનેશનલ પ્લેટફોર્મ પર ભારત ચીનને ટોણો મારવાની એક તક છોડતું નથી

પાકિસ્તાન તેના નેતૃત્વમાં ઉભા થઈ રહેલા આતંકવાદીઓનો બચાવ કરે છે. ચીન હંમેશાથી આ કરતું આવ્યું છે, તેમને કહ્યું કે જ્યારે પણ ભારત કોઈ આતંકવાદીને આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરાવવાની હિમાયત કરે છે, ત્યારે ચીન તેમાં અવરોધ ઉભો કરી દે છે. તેમાં સાજિદ મીર, અબ્દુલ રાઉફ, અબ્દુલ મક્કી, શાહિદ મહમૂદ જેવા કુખ્યાત આતંકવાદી સામેલ છે. આ જ કારણ છે કે ભારત ઈન્ટરનેશનલ પ્લેટફોર્મ પર ચીનને ઘેરવાની કોઈ તક છોડતું નથી.

સંયુક્ત રાષ્ટ્ર લોનમાં મહાત્મ ગાંધીની પ્રતિમાનું અનાવરણ

વિદેશપ્રધાન ડો. એસ. જયશંકર અને સંયૂક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે આજે સંયુક્ત રાષ્ટ્ર લોનમાં મહાત્મ ગાંધીની પ્રતિમાનું અનાવરણ કર્યુ. આ દરમિયાન જયશંકરે કહ્યું કે મહાત્મા ગાંધીના આદર્શ વિશ્વમાં શાંતિ અને સ્થિરતા સ્થાપિત કરવામાં આપણું માર્ગદર્શન કરી શકે છે.

સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના અધ્યક્ષ સાથે કરી મુલાકાત

આ પહેલા વિદેશપ્રધાન એસ. જયશંકરે મંગળવારે ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના અધ્યક્ષ સાબા કોરોસી સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન ભારતના જી20 અધ્યક્ષતા લક્ષ્યો અને બહુપક્ષવાદમાં સુધારવાના મહત્વ પર ચર્ચા કરી હતી. આ મુલાકાત પર જયશંકરે ટ્વીટ પણ કર્યુ હતું.