યુક્રેન પર રશિયાનો ઘાતક મિસાઈલ હુમલો, 12ના મોત, 64 ઘાયલ, અનેક વિસ્તારોમાં અંધારપટ

|

Jan 15, 2023 | 8:24 AM

યુક્રેનના રાષ્ટ્રપતિ કાર્યાલયના ડેપ્યુટી હેડ કિરીલો ટિમોશેન્કોએ જણાવ્યું હતું કે, કિવની બહાર કોપીલિવ ગામમાં એક રહેણાંક વિસ્તારને રશિયાએ મિસાઈલ હુમલાથી નિશાન બનાવ્યું હતું. આ પહેલા રશિયાએ યુક્રેનના બીજા સૌથી મોટા શહેર ખાર્કિવ પર બે મિસાઈલથી હુમલો કર્યો હતો.

યુક્રેન પર રશિયાનો ઘાતક મિસાઈલ હુમલો, 12ના મોત, 64 ઘાયલ, અનેક વિસ્તારોમાં અંધારપટ
Russias deadly missile attack on Ukraine
Image Credit source: AFP

Follow us on

રશિયાએ યુક્રેનના શહેરો પર મિસાઈલ હુમલા વધારી દીધા છે. એક રિપોર્ટ અનુસાર, રશિયાના મિસાઈલ હુમલાથી યુક્રેનના દક્ષિણ-પૂર્વ શહેર ડેનેપ્રોમાં તબાહી મચી ગઈ છે. આ હુમલામાં એક એપાર્ટમેન્ટનો એકબાજુનો ભાગ ધ્વસ્ત થયો હતો, જેમાં લગભગ 12 લોકોના મોત થયા હતા અને 64 લોકો ઘાયલ થયા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, યુક્રેનના ઉર્જા મંત્રી જર્મન ગાલુશ્ચેન્કોએ કહ્યું કે, રશિયાના મિસાઈલ હુમલાને કારણે યુક્રેનના મોટાભાગના વિસ્તારોમાં ઈમરજન્સી બ્લેકઆઉટની સ્થિતિ છે.

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકી તેમના દેશ પર રશિયાના આક્રમણને એક વર્ષ પૂર્ણ થવાના અવસર પર 193 સભ્યોની જનરલ એસેમ્બલીને સંબોધવા માટે 24 ફેબ્રુઆરીએ સંયુક્ત રાષ્ટ્રની મુલાકાત લેવા માંગે છે. યુક્રેનના ફર્સ્ટ ડેપ્યુટી ફોરેન મિનિસ્ટર એમિન ઝાપારોવાએ આ જાણકારી આપી હતી. જોકે, ઝાપારોવાએ કહ્યું કે ઝેલેન્સકીની સંયુક્ત રાષ્ટ્રની મુલાકાત યુક્રેનની સુરક્ષા સ્થિતિ પર નિર્ભર રહેશે.

ઋષિ સુનક યુક્રેનને કરશે મદદ

અગાઉ, યુક્રેનની રાજધાની અને અન્ય શહેરોને નિશાન બનાવીને રશિયા દ્વારા નવેસરથી મિસાઇલ હુમલાઓ વચ્ચે, બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનાકે, યુક્રેનને ટેન્ક અને આર્ટિલરી સિસ્ટમ્સ આપવાનું વચન આપ્યું છે. બ્રિટિશ વડા પ્રધાનની ઑફિસ, ડાઉનિંગ સ્ટ્રીટ, એક નિવેદનમાં જણાવ્યું હતું કે સુનાકે શનિવારે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમિર ઝેલેન્સકી સાથે વાત કર્યા પછી પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. બ્રિટિશ મીડિયાએ અહેવાલ આપ્યો છે કે, ચાર બ્રિટિશ આર્મી ચેલેન્જર 2 ટેન્ક તાત્કાલિક પૂર્વ યુરોપમાં મોકલવામાં આવશે. જ્યારે આઠ ટેન્ક ત્યારબાદ મોકલવામાં આવશે.

આજનું રાશિફળ તારીખ : 16-05-2024
ઉનાળામાં દરરોજ સૂકું નાળિયેર ખાવાના છે ચમત્કારિક ફાયદા, જાણો
પાકિસ્તાનની એ ઈમારતો જ્યાં આજે પણ લખ્યું છે ભારતનું નામ
શું તમારી પાસે છે PM મોદીનો મોબાઈલ નંબર?
ઘરના બારી દરવાજા બનાવવા બેસ્ટ લાકડું કયું? અહીં જુઓ લિસ્ટ
Axis Bank માંથી 3 વર્ષ માટે 3 લાખ રૂપિયાની લોન પર વ્યાજ કેટલું હશે?

રશિયાએ કિવ પર મિસાઇલો છોડી હતી

શનિવારે, કિવના મેયર વિતાલી ક્લિટ્સ્કોએ જણાવ્યું હતું કે, નિપ્રોવસ્કી જિલ્લામાં વિસ્ફોટ સાંભળવામાં આવ્યા હતા. જે ડિનીપર નદીના ડાબા કાંઠે રહેણાંક વિસ્તાર ધરાવતો વિસ્તાર છે. યુક્રેનના રાષ્ટ્રપતિ કાર્યાલયના ડેપ્યુટી હેડ કિરીલો ટિમોશેન્કોએ જણાવ્યું હતું કે, કિવની સીમમાં આવેલા કોપિલિવ ગામમાં એક રહેણાંક મકાનને નિશાન બનાવ્યું છે. આ મિસાઈલ હુમલાથી નજીકના વિસ્તારોના ઘરોની બારીઓ તૂટી ગઈ હતી.

ખાર્કિવને નિશાન બનાવવામાં આવ્યું હતું

પ્રાદેશિક ગવર્નર ઓલેકસી કુલેબાના જણાવ્યા અનુસાર આ વિસ્તારમાં કુલ 18 મકાનોને નુકસાન થયું છે. કુલેબાએ મીડિયાને જણાવ્યું હતું કે, છત અને બારીઓને નુકસાન થયું છે. પરંતુ કોઈ જાનહાનિ થઈ નથી. ખાર્કિવ ક્ષેત્રના ગવર્નરે કહ્યું કે આ પહેલા શનિવારે બે રશિયન મિસાઈલોએ યુક્રેનના બીજા સૌથી મોટા શહેર ખાર્કિવને નિશાન બનાવ્યું હતું.

Next Article