યુક્રેને જીત્યુ વિશ્વનું દિલ: શરણાગતિ પામેલા રશિયન સૈનિકોને યુક્રેને કરાવ્યુ ભોજન, જુઓ VIDEO

યુક્રેનમાં હુમલો કરવા ઘૂસેલા ઘણા રશિયન સૈનિકોએ આત્મસમર્પણ કર્યું છે. ત્યારે યુક્રેન આ સૈનિકોને ભોજન કરાવીને માનવતાનું ઉતમ ઉદાહરણ પુરૂ પાડી રહ્યુ છે.

યુક્રેને જીત્યુ વિશ્વનું દિલ: શરણાગતિ પામેલા રશિયન સૈનિકોને યુક્રેને કરાવ્યુ ભોજન, જુઓ VIDEO
| Edited By: | Updated on: Mar 03, 2022 | 7:53 PM

Russia Ukraine War: રશિયાએ પોતાને વિશ્વના સૌથી શક્તિશાળી દેશ તરીકે સાબિત કરવા માટે યુક્રેન (Ukraine) પર હુમલો કર્યો છે, પરંતુ તેની માન્યતા ખોટી સાબિત થઈ રહી છે. શરણાગતિ કરેલા રશિયન સૈનિકોએ (Russian Army) તેમની આપવીતી વર્ણવી છે. તેનું કહેવું છે કે તેને જાણ કર્યા વિના અહીં લાવવામાં આવ્યા છે. યુક્રેનનું ખોરસેન હાલમાં રશિયાના કબજામાં છે. અહીંના મેયરે રશિયાના સૈનિકોને કહ્યું છે કે,’આ કોઈ સુપર પાવરના યોદ્ધાઓ નથી, તેઓ મૂંઝાયેલા, ડરેલા બાળકો છે.’ જ્યારે રાષ્ટ્રપતિ વાલદિમિર ઝેલેન્સકીએ (Ukraine President Volodymyr Zelenskyy) કહ્યું છે કે રશિયન સૈનિકોનું મોરલ સતત ઘટી રહ્યું છે.

યુક્રેન રશિયન સૈનિકોને તેમની માતા સાથે વાત કરાવીને અને ભોજન આપીને માનવતાનું ઉતમ ઉદાહરણ સ્થાપિત કરી રહ્યું છે. અહીંના લોકો આ જવાનોને ભોજન આપી રહ્યા છે. એક વીડિયોમાં એક રશિયન સૈનિક સરેન્ડર કર્યા બાદ તેની માતા સાથે વીડિયો કોલ પર વાત કરતો જોવા મળ્યો હતો. ઝેલેન્સકીએ પોતાના ભાષણમાં દાવો કર્યો હતો કે તેમના સૈનિકોએ 9,000 રશિયન સૈનિકોને માર્યા છે. તેમણે કહ્યું કે તેમના દેશે રશિયાની “ગુપ્ત” યોજનાઓને નિષ્ફળ બનાવી છે અને રશિયાના આક્રમણનો ‘બહાદુરીથી’ સામનો કરવાનો તેને ગર્વ છે.

જુઓ વીડિયો

 

આ સૈનિકનો વીડિયો યુક્રેનમાં ઘણો વાયરલ થઈ રહ્યો છે. યુક્રેનિયન મહિલાઓ એક સૈનિકને દિલાસો આપતા જોવા મળે છે. એક સ્ત્રી તેને કહે છે, ‘બધું બરાબર છે.’ સૈનિક તેની માતા સાથે વાત કરતાં રડવા લાગે છે. એક મહિલાને કહેતી સાંભળી શકાય છે, ‘નતાશા ભગવાન તમારી સાથે છે. અમે તમને પછીથી કૉલ કરીશું. તે જીવિત છે અને સ્વસ્થ છે.’ એક માણસને યુક્રેનિયનમાં કહેતા સાંભળી શકાય છે, આ યુવાનોની ભૂલ નથી. તેઓ જાણતા નથી કે તેઓ અહીં શા માટે છે. તેમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, તેઓ હારી ગયા છે.

 

આ પણ વાંચો :  UNમાં રશિયા વિરુદ્ધ મતદાન ન કરવા બદલ ભારતથી અમેરિકા નારાજ, S-400 ડીલ કેસમાં પ્રતિબંધો લાદી શકે છે

આ પણ વાંચો : Photos: સતત 8માં દિવસે રશિયાના હુમલા ચાલુ, યુક્રેનના લોકો પોતાના ઘરોને ખંડેરમાં ફેરવાતા જોઈને ભાંગી પડ્યા

Published On - 7:53 pm, Thu, 3 March 22