Russia Ukraine War: યુક્રેનના 17 દિવસના યુદ્ધમાં રશિયાની 775 મિસાઈલોએ તબાહી મચાવી

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા આ વિશ્વ યુદ્ધમાં લાખો લોકોને દેશ છોડવાની ફરજ પડી હતી. તેનાથી યુરોપીયન સુરક્ષાનો પાયો હચમચી ગયો છે. યુક્રેનમાં સામાન્ય લોકો હજુ પણ રશિયા દ્વારા ઘેરાયેલા છે અને તેઓ વીજળી, ખોરાક, દવાઓ અને અન્ય રોજિંદા વસ્તુઓની અછતનો સામનો કરી રહ્યા છે.

Russia Ukraine War: યુક્રેનના 17 દિવસના યુદ્ધમાં રશિયાની 775 મિસાઈલોએ તબાહી મચાવી
Russia Ukraine War:યુક્રેનના 17 દિવસના યુદ્ધમાં રશિયાની 775 મિસાઈલોએ તબાહી મચાવી
Image Credit source: PTI
| Edited By: | Updated on: Mar 11, 2022 | 3:12 PM

Russia Ukraine War :રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા બે અઠવાડિયાથી ચાલી રહેલું યુદ્ધ અટકવાનું નામ લઈ રહ્યું નથી. આ યુદ્ધને કારણે અત્યાર સુધી યુક્રેનમાંથી લાખો લોકોને પોતાનો દેશ છોડવાની ફરજ પડી હતી. યુક્રેન ( Ukraine)માંથી નાગરિકોના મોતના સતત અહેવાલો આવી રહ્યા છે. સાથે જ યુક્રેન પણ રશિયાને ભારે નુકસાન પહોંચાડવાના દાવા કરી રહ્યું છે. જો કે રશિયા (Russia) પણ યુક્રેન પર સતત હુમલા કરી રહ્યું છે. છેલ્લા 16 દિવસની વાત કરીએ તો અત્યાર સુધીમાં રશિયાએ યુક્રેન પર 775 મિસાઈલો (Missile)થી હુમલો કર્યો છે. જેના કારણે યુક્રેનમાં ભારે તારાજી સર્જાઈ છે.

17 દિવસ, 775 મિસાઇલો

યુક્રેનમાં રશિયાના બે સપ્તાહના યુદ્ધમાં હજારો સૈનિકો અને નાગરિકો માર્યા ગયા છે. તમામ દેશોના હસ્તક્ષેપ પછી પણ આ યુદ્ધ અટકવાનું નામ નથી લઈ રહ્યું. રશિયા શરૂઆતથી જ યુક્રેન પર મિસાઈલ હુમલા કરીને તબાહી મચાવી રહ્યું છે. 16 દિવસમાં તેણે યુક્રેન પર 775 મિસાઈલો છોડી છે. અલગ-અલગ દિવસોની વાત કરીએ તો 24 ફેબ્રુઆરીએ રશિયાએ યુક્રેન પર 140 મિસાઈલો છોડીને તબાહી મચાવી હતી. આ પછી 25ના રોજ 40, 25ના રોજ 50, 26ના રોજ 70 અને 27ના રોજ 60 મિસાઈલ છોડવામાં આવી હતી. તે જ સમયે, 1 માર્ચે 20, 2 માર્ચે 50, 3 માર્ચે 30, 4 માર્ચે 20, 5 અને 6 માર્ચે 40, 7 અને 8 માર્ચે 45, 9 માર્ચે 40 અને 10 માર્ચે 65 મિસાઈલે યુક્રેન પર હુમલો કર્યો હતો.

વાતચીત અનિર્ણિત હતી

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા આ વિશ્વ યુદ્ધમાં લાખો લોકોને દેશ છોડવાની ફરજ પડી હતી. તેનાથી યુરોપીયન સુરક્ષાનો પાયો હચમચી ગયો છે. યુક્રેનમાં સામાન્ય લોકો હજુ પણ રશિયા દ્વારા ઘેરાયેલા છે અને તેઓ વીજળી, ખોરાક, દવાઓ અને અન્ય રોજિંદા વસ્તુઓની અછતનો સામનો કરી રહ્યા છે. જો કે લોકોને આશા હતી કે, તુર્કીમાં રશિયા અને યુક્રેનના વિદેશ મંત્રીઓ વચ્ચેની બેઠક બાદ કોઈ રસ્તો મળી જશે, પરંતુ વાતચીત નિરર્થક રહી.

કેનેડા યુક્રેનના લોકોને આશ્રય આપશે

કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ પોલેન્ડની મુલાકાત દરમિયાન કહ્યું હતું કે યુક્રેનમાં યુદ્ધને કારણે દેશ છોડીને જતા લોકોને કેનેડા શક્ય તેટલું આશ્રય આપશે. 24 ફેબ્રુઆરીએ રશિયન સેનાએ યુક્રેન પર આક્રમણ કર્યું ત્યારથી લગભગ 1.5 મિલિયન લોકોએ પોલેન્ડમાં આશ્રય લીધો છે.

આ પણ વાંચો : Darshan Raval New Song : હોળી પહેલા દર્શન રાવલનું નવું ગીત ‘ગોરીયે’ ધૂમ મચાવી રહ્યું છે, જુઓ