
Wagner Fighters: રશિયા (Russia) હાલમાં ફરી ચર્ચામાં આવ્યું છે. રશિયાનો આંતરિક વિખવાદ વિશ્વ સામે આવી રહ્યો છે. રશિયામાં વેગનર ગ્રૂપના (Wagner Group) વિદ્રોહ પર સમગ્ર વિશ્વની નજર છે. જ્યારે આ વિદ્રોહ લગભગ 12 કલાક પહેલા શરૂ થયો હતો, ત્યારે હાલમાં કહેવામાં આવી રહ્યું છે કે મામલો હવે શાંત થઈ ગયો છે. આ વાત બીજા કોઈએ નહીં પણ બેલારુસના રાષ્ટ્રપતિ લુકાશેન્કોએ કરી છે. લુકાશેન્કોએ જણાવ્યું હતું કે વેગનર સેના અને રશિયાની સરકાર વચ્ચે થયેલા કરારના કારણે મોસ્કોથી વેગનર ગ્રુપના લડવૈયાઓ પાછા ફરી રહ્યા છે.
વેગનર ગ્રુપના લડવૈયાઓ ફરી યુક્રેન તરફ જઈ રહ્યા છે. પુતિને પણ વેગનર સેનાને સુરક્ષાની ખાતરી આપી છે. ખરેખર, લુકાશેન્કોએ વેગનર ચીફ પ્રિગોગિન સાથે વાત કરી અને ત્યારબાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ પછી પુતિનની ચિંતામાં થોડો ઘટાડો થયો છે. જો કે આ પહેલા વેગનર ગ્રુપે રશિયામાં મોટો હોબાળો મચાવ્યો હતો. વેગનરના લડવૈયાઓએ 8 રશિયન એરક્રાફ્ટને તોડી પાડ્યા છે. તેમાં 6 હેલિકોપ્ટર અને બે જેટ સામેલ છે.
રશિયાની એક ટેલિગ્રામ ચેનલ છે, જેના 10 લાખથી વધુ સબ્સ્ક્રાઈબર્સ છે, તે ચેનલે કેટલીક તસવીરો શેર કરી છે. મળતી માહિતી મુજબ બળવાખોર દળોએ કાન્તેમિરોવકામાં એક AN-24 વિમાનને તોડી પાડ્યું હતું. આ સિવાય રોસ્ટોવમાં બે એમઆઈ-8 એમટીપીઆર અને એક એમઆઈ-35 હેલિકોપ્ટર તોડી પાડ્યા હતા. ત્યારે જે હેલિકોપ્ટર દ્વારા રશિયન સેના વેગનર લડવૈયાઓ પર ગોળીબાર કરવા ગઈ હતી તે હેલિકોપ્ટરને રોસ્ટોવ વિસ્તારમાં જ વેગનર લડવૈયાઓ દ્વારા તે હેલિકોપ્ટરને પણ તોડી પાડવામાં આવ્યું.
આ પણ વાંચો: PM Modi Egypt Visit: નરેન્દ્ર મોદી અમેરિકાથી ઈજિપ્ત પહોંચ્યા, હથિયારોની ખરીદી પર કરશે ચર્ચા
રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ‘બળવાખોરો’ સાથે કડકાઈથી વ્યવહાર કરવાનો આદેશ આપ્યો છે. વેગનર ગ્રૂપ રોસ્ટોવમાં સૈન્ય હેડક્વાર્ટર ઉપરાંત કેટલાક નગરોના નિયંત્રણનો દાવો કરે છે. રાષ્ટ્રપતિ પુતિને રાષ્ટ્રને પોતાના સંબોધનમાં વેગનરને ‘બળવાખોર’ ગણાવ્યા છે. તેમણે કહ્યું કે વેગનર ગ્રુપે રશિયાની જનતા સાથે છેતરપિંડી કરી છે. પુતિન યુક્રેનને લઈને કોઈપણ પ્રકારની સમજૂતી કરવાના મૂડમાં નથી. રાષ્ટ્રપતિએ બેલારુસના રાષ્ટ્રપતિ સાથે પણ વાત કરી છે. તેમને પરિસ્થિતિ વિશે જણાવ્યું છે. ત્યારે એવું માનવામાં આવી રહ્યું છે કે પુતિને તેને વેગનરના ચીફ યેવજેની પ્રિગોઝિન સાથે વાત કરવાનું જણાવ્યુ છે.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો