Russia Ukraine War: રશિયા સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ઝેલેન્સકીનું મોટું નિવેદન, જો યુક્રેન યુદ્ધમાં હારશે તો યુરોપ પણ નહીં બચે…

|

Mar 06, 2022 | 8:34 AM

યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ કહ્યું કે જો યુક્રેન નહીં બચે તો આખું યુરોપ ટકી શકશે નહીં. તેમણે વિરોધીઓને કહ્યું, 'ચુપ ન રહો. બહાર નીકળો યુક્રેનને સપોર્ટ કરો. અમને સ્વતંત્રતા અપાવવામાં અમને ટેકો આપો.

Russia Ukraine War: રશિયા સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ઝેલેન્સકીનું મોટું નિવેદન, જો યુક્રેન યુદ્ધમાં હારશે તો યુરોપ પણ નહીં બચે...
Volodymyr-Zelensky (File image)

Follow us on

Russia Ukraine War: યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી(Ukrainian President Volodymyr Zelensky) એ શનિવારે યુરોપના મોટા શહેરોમાં હજારો પ્રદર્શનકારીઓને વર્ચ્યુઅલ રીતે સંબોધિત કર્યા. આ દરમિયાન તેમણે કહ્યું કે જો યુક્રેન નહીં બચે તો આખું યુરોપ પણ બચશે નહીં. રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ વિરોધીઓને કહ્યું, ‘ચુપ ન રહો. બહાર નીકળો યુક્રેનને સપોર્ટ કરો. અમને સ્વતંત્રતા અપાવવામાં અમને ટેકો આપો. આ માત્ર રશિયન સૈનિકો પર વિજય જ નહીં, પણ અંધકાર પર પ્રકાશનો વિજય હશે. સારાનો અનિષ્ટ પર વિજય થશે. યુક્રેનિયન ભૂમિ પર હવે જે થઈ રહ્યું છે તેના પર સ્વતંત્રતા જીતશે.

ઝેલેન્સકીએ કહ્યુ કે “જો યુક્રેન યુદ્ધમાં ફસાય તો આખું યુરોપ ડગમગશે અને જો આપણે આ યુદ્ધમાં જીતી જઈએ, તો તે લોકશાહીની મહાન જીત હશે, આપણા મૂલ્યોની સ્વતંત્રતાની જીત હશે.” હું મારા લોકોમાં વિશ્વાસ કરું છું, હું તમારામાં વિશ્વાસ કરું છું.

ઝેલેન્સકીએ નાટોને યુક્રેનને no-fly zone જાહેર કરવા વિનંતી કરી

અગાઉ, યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ નાટોને વિનંતી કરી છે કે તેઓ તેમના દેશની એરસ્પેસને ‘નો-ફ્લાય ઝોન’ તરીકે જાહેર કરે. નાટોનું કહેવું છે કે આવા ‘નો ફ્લાય ઝોન’ જાહેર કરવાથી યુક્રેનની ઉપર તમામ અનધિકૃત વિમાનો પર પ્રતિબંધ મુકવામાં આવશે. જેના કારણે પરમાણુ હથિયારો લેસ રશિયા સાથે યુરોપિયન દેશોનું મોટા પાયે યુદ્ધ થશે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

પુતિને નાટોને ધમકી આપી

રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને શનિવારે ફરી એકવાર પરમાણુ યુદ્ધની ધમકી આપી છે. પુતિને મહિલા પાયલોટ સાથેની બેઠકમાં આ ધમકી આપી છે. તેમણે કહ્યું કે અમારું ન્યુક્લિયર ફોર્સ હાઈ એલર્ટ પર છે. પુતિને બ્રિટિશ મંત્રીને ટાંકીને નાટોને ધમકી આપી છે. તેમણે કહ્યું કે નાટો યુદ્ધમાં સામેલ થઈ શકે છે. રશિયન રાષ્ટ્રપતિ પુતિને કહ્યું કે યુક્રેનને ‘નો ફ્લાય ઝોન’ જાહેર કરવું એ યુદ્ધની ઘોષણા જેવું છે. તમને જણાવી દઈએ કે અગાઉ નાટોએ કહ્યું હતું કે તે યુક્રેનને ‘નો ફ્લાય ઝોન’ જાહેર કરી શકે છે.

રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધના 10મા દિવસે 1.2 મિલિયન લોકોએ યુક્રેન છોડ્યું

તમને જણાવી દઈએ કે રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનો આજે 11મો દિવસ છે. આ યુદ્ધમાં ન તો પુતિન પીછેહઠ કરી રહ્યા છે અને ન તો યુક્રેનના રાષ્ટ્રપતિ હાર માની લેવા તૈયાર છે. આ સંઘર્ષ કેટલો સમય ચાલશે તે જાણી શકાયું નથી. બંને દેશો વચ્ચે ફાટી નીકળેલા યુદ્ધને કારણે લાખો લોકોને પડોશી દેશોમાં શરણ લેવાની ફરજ પડી છે.

યુદ્ધના કારણે અત્યાર સુધીમાં 12 લાખ લોકોએ દેશ છોડી દીધો છે. આ દેશની કુલ વસ્તીના બે ટકા છે. યુક્રેન છોડનારા આ લોકોમાં મોટાભાગના બાળકો અને મહિલાઓનો સમાવેશ થાય છે, કારણ કે દેશની 18-60 વર્ષની વયના પુરુષોની વસ્તીને દેશ છોડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

આ પણ વાંચો :Russia-Ukraine War: રશિયા અને યુક્રેન વચ્ચે સોમવારે ત્રીજા રાઉન્ડની વાતચીત થશે, શું આવશે યુદ્ધનો અંત જાણો?

આ પણ વાંચો :રશિયા -યુક્રેન યુદ્ધની ગંભીર અસરો વચ્ચે કેવી રીતે પોર્ટફોલિયોને “મોંઘવારી પ્રુફ” બનાવવો? જાણો નિષ્ણાતોનો જવાબ

Next Article