Russia Ukraine Crisis: યુક્રેનની સ્થિતિ વિકટ, અત્યાર સુધીમાં 10 નાગરિકો અને 40થી વઘુ સૈનિકોના મોત

રશિયા-યુક્રેન વચ્ચે ફાટી નીકળેલા યુદ્ધ અંગે યુક્રેનના સીમા રક્ષકોએ કહ્યુ કે, સરહદમાં ઘૂસણખોરી દરમિયાન 10 લોકોના મોત થયા છે. જ્યારે આ યુઘ્ધ દરમિયાન 40થી વધુ સૈનિકો શહીદ થયા છે.

Russia Ukraine Crisis: યુક્રેનની સ્થિતિ વિકટ, અત્યાર સુધીમાં 10 નાગરિકો અને 40થી વઘુ સૈનિકોના મોત
Russia Ukraine Crisis (File Photo)
| Edited By: | Updated on: Feb 24, 2022 | 5:58 PM

Russia Ukraine Crisis:  રશિયા- યુક્રેન વચ્ચે યુદ્ઘ શરુ થતા બંન્ને પક્ષોએ એકબીજાને ભારે નુકસાન પહોંચાડયાનો દાવો કર્યો છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને (President Vladimir Putin)યુદ્ઘનું એલાન કર્યા બાદ રશિયા- યુક્રેન વચ્ચે યુદ્ઘની શરુઆત થઇ છે. પુતિનની જાહેરાત બાદ રશિયન સૈનિકોએ યુક્રેન તરફ આગેકૂચ કરી હતી.

યુક્રેનના બોર્ડર ગાર્ડે કહ્યુ કે, રશિયન સૈન્યએ (Russian Army) યુક્રેનમાં અનેક દિશાઓથી હુમલો કર્યો છે.તમને જણાવી દઈએ કે, રશિયન સૈન્યએ ટેન્ક દ્નારા યુક્રેનના ઉત્તરીય પ્રદેશો તેમજ દક્ષિણમાં ક્રિમીઆ દ્વીપકલ્પમાંથી યુક્રેનમાં(Ukraine)  ઘુસણખોરી કર્યા બાદ બંને પક્ષના જવાનો વચ્ચે હિંસક અથડામણ પણ થઈ હતી.

લોકોને શાંતિ બનાવી રાખવાની અપીલ

યુક્રેને હાલ પરિસ્થિતિ જોતા દેશમાં માર્શલ લો લાગુ કરી દીઘો છે. લોકોને શાંતિ બનાવી રાખવાની અપીલ કરી છે અને સુરક્ષિત સ્થળોએ સ્થળાંતર કરવાની પણ અપીલ કરી છે. યુદ્ઘને પગલે અમેરિકાએ જણાવ્યુ છે કે, તે યુક્રેનને બઘી જ રીતે મદદ કરવા તૈયાર છે. આ સાથે EASAએ પણ તમામ એર ઓપરેટર્સને યુક્રેનિયન એરસ્પેસમાં નાગરિક યુદ્ઘના જોખમ અંગે ચેતવણી આપવામાં આવી છે.

યુક્રેનને અત્યાર સુઘીમાં કેટલું નુકસાન થયુ ?

રશિયા-યુક્રેન વચ્ચે ફાટી નીકળેલા યુદ્ધ અંગે યુક્રેનના સીમા રક્ષકોએ કહ્યુ કે, સરહદમાં ઘૂસણખોરી દરમિયાન 10 લોકોના મોત થયા છે. જ્યારે આ યુઘ્ધ દરમિયાન 40થી વધુ સૈનિકો શહીદ થયા છે અને અસંખ્ય સૈનિકો ઘાયલ થયા છે.

તેમણે આગળ જણાવ્યું કે, યુક્રેનની સેના રશિયા વિરૂદ્ધ ભીષણ યુદ્ધ લડી રહી છે. અમે આ યુદ્ધમાં ઘણા લોકોને ગુમાવ્યા છે પરંતુ અમે રશિયન સૈનિકોને જડબાતોડ જવાબ આપ્યો છે. રશિયા મુખ્યત્વે યુક્રેનના લશ્કરી માળખા અને સિલોઝને નિશાન બનાવી રહ્યું છે. આ હુમલામાં યુક્રેનની અનેક ચેકપોસ્ટ અને સૈન્ય મથકો નષ્ટ થઈ ગયા છે. રશિયાએ યુક્રેનની એર ડિફેન્સ સિસ્ટમને (Air Defense System) નષ્ટ કરવાનો દાવો કર્યો છે.

શું રશિયાને થયુ કોઈ નુકશાન ?

યુક્રેનિયન સૈન્યએ દાવો કર્યો છે કે તેમણે 6 રશિયન ફાઇટર જેટ અને 2 હેલિકોપ્ટરનો નાશ કર્યો છે. યુક્રેનિયન સૈનિકોએ લુહાન્સ્ક ક્ષેત્રના શચાસ્ટિયા શહેર પર રશિયાના હુમલાને નિષ્ફળ બનાવ્યો છે. કિવ પોસ્ટ અનુસાર, યુક્રેન તરફથી વળતા વારમાં દુશ્મનના હથિયારોનો નાશ કરવામાં આવ્યો છે અને લગભગ 50 રશિયન સૈનિકો શહીદ થયા છે.

 

આ પણ વાંચો : Russia Ukraine Crisis: યુક્રેનના રાજદૂતે પીએમ મોદી પાસે માંગી મદદ, કહ્યું- ભારત છે પાવરફૂલ ગ્લોબલ પ્લેયર, પુતિનને રોકવામાં કરો મદદ

Published On - 5:55 pm, Thu, 24 February 22