આજે રશિયા-યુક્રેન યુદ્ધનો (Russia Ukraine War) 53મો દિવસ છે, જેમાં મારીયુપોલથી ખાર્કીવ સુધીના ઘણા શહેરો સંપૂર્ણપણે નાશ પામ્યા છે. રશિયાએ હવે રાજધાની કિવ પર હુમલા તેજ કર્યા છે. તેના સૈનિકોએ તમામ કબજા હેઠળના શહેરો છોડતા પહેલા ત્યાં નાગરિકોની હત્યા કરી હોવાનું કહેવાય છે. જ્યારે યુક્રેનિયન સૈનિકો ત્યાં પહોંચ્યા તો તેઓએ હૃદયદ્રાવક નજારો જોયો. યુક્રેન (Ukraine) તરફથી પણ ઘણી વખત શાંતિ મંત્રણાને આગળ વધારવાની વાત થઈ છે, પરંતુ રશિયા બિલકુલ શાંતિના મૂડમાં નથી. આ દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે રડતા જોવા મળી રહ્યા છે.
વીડિયોના કેપ્શનમાં તેણે યુક્રેનિયન ભાષામાં લખ્યું, ‘અમે મજબૂત છીએ! અમે કામ કરી રહ્યા છીએ, અમે પ્રેમ કરીએ છીએ, અમે જીતીશું!’ વિડિયોમાં, ઝેલેન્સકી આ બધું બોલ્યા પછી તેના હાથમાં કેટલાક કાગળ પકડીને બતાવે છે. આ પછી તે ફરી એકવાર કેમેરો પોતાની તરફ ફેરવે છે. આ પછી, તે કેમેરાને ટેબલ પર રાખેલા તેના પરિવારની તસવીર તરફ કરે છે.
આખરે યુક્રેનિયન ધ્વજ બતાવ્યા પછી, ઝેલેન્સકી મજબૂત રહેવાની વિનંતી કરે છે. તમને જણાવી દઈએ કે રશિયાએ 24 ફેબ્રુઆરીએ યુક્રેન પર પહેલો હુમલો કર્યો હતો, ત્યારબાદ આ બંને દેશો વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી યુદ્ધ બાદથી સોશિયલ મીડિયા દ્વારા દરેક માહિતી લોકો સુધી પહોંચાડી રહ્યા છે. તે દેશવાસીઓને સંબોધવા માટે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વીડિયો શેર કરે છે. આ સિવાય જો તે કોઈપણ દેશના વડા સાથે વાત કરે છે તો તે ટ્વિટર અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા પણ લોકોને માહિતી આપે છે.
ઝેલેન્સકીએ એમ પણ કહ્યું છે કે, રશિયા પણ પરમાણુ હથિયારોનો ઉપયોગ કરી શકે છે, તેના માટે દરેકને તૈયાર રહેવાની જરૂર છે. બીજી તરફ રશિયાએ મારીયુપોલ પર કબજો જમાવવાનો દાવો કર્યો છે. જો રશિયાનો દાવો સાચો સાબિત થશે તો તેને યુક્રેનના પ્રથમ અને સૌથી મોટા શહેર પર તેનો કબજો ગણવામાં આવશે.
આ પણ વાંચો : China: ‘બોઈંગ 737-800’એ દુર્ઘટનાના થોડા અઠવાડિયા બાદ ફરી ભરી ઉડાન, અકસ્માતમાં 132 લોકોએ ગુમાવ્યા હતા જીવ
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો