Russia-Ukraine War: યુક્રેનના ઓડેશા શહેરમાં સિરિયલ બ્લાસ્ટ, આગના ધુમાડામાં ફેરવાયુ શહેર

|

Apr 03, 2022 | 11:30 AM

યુક્રેનના વ્યૂહાત્મક બ્લેક સી પોર્ટના ઔદ્યોગિક ભાગમાં જ્વાળાઓ સ્પષ્ટપણે વધતી જોવા મળી રહી છે, આ સાથે જ સમગ્ર શહેર ધુમાડામાં ફેરવાઈ ગયુ હોય તેવુ જોવા મળી રહ્યુ છે.

Russia-Ukraine War: યુક્રેનના ઓડેશા શહેરમાં સિરિયલ બ્લાસ્ટ, આગના ધુમાડામાં ફેરવાયુ શહેર
Russia Ukraine War

Follow us on

Russia-Ukraine War:  રશિયન સેનાએ (Russian Army) યુક્રેનના ઘણા મોટા શહેરોમાંથી પીછેહઠ શરૂ કરી દીધી છે, પરંતુ હજુ પણ ઘણા વિસ્તારોમાં હુમલા ચાલુ છે. ન્યૂઝ એજન્સી એએફપીના જણાવ્યા અનુસાર રવિવારે સવારે યુક્રેનના દક્ષિણ-પશ્ચિમ શહેર ઓડેશામાં (Odessa)શ્રેણીબદ્ધ વિસ્ફોટ થયા હતા. સ્થાનિક સમય અનુસાર આ વિસ્ફોટો સવારે 6 વાગ્યે શરૂ થયા હતા. વિસ્ફોટો બાદ આકાશમાં કાળો ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો. યુક્રેનના (Ukraine) વ્યૂહાત્મક બ્લેક સી પોર્ટના ઔદ્યોગિક ભાગમાં જ્વાળાઓ સ્પષ્ટપણે વધતી જોવા મળી હતી. તસવીરોમાં જોઈ શકાય છે કે આખા આકાશમાં કાળો ધુમાડો છવાયેલો છે.

રશિયન દળો વિસ્ફોટકો છોડશે તેવી આશંકા વચ્ચે યુક્રેનિયન દળોએ શનિવારે કિવના ઉત્તરીય પ્રદેશને ફરીથી કબજે કરવા સાવચેતીપૂર્વક આગળ વધી રહ્યુ છે. યુક્રેનના પ્રમુખ વોલોડીમિર ઝેલેન્સકીએ (President of Ukraine Volodymyr Zelensky ) ચેતવણી આપી હતી કે રશિયન સૈન્ય વિસ્તાર છોડીને નાગરિકો માટે ઘરોની આસપાસ શસ્ત્રો છોડીને અને મૃતદેહો છોડીને વિનાશક પરિસ્થિતિનું નિર્માણ કરી રહ્યું છે.જો કે તેમના દાવાઓ સ્વતંત્ર રીતે ચકાસી શકાયા નથી. યુક્રેનિયન સૈનિકોએ બુચા શહેરને સંભાળી લીધા બાદ હવે હોસ્ટોમેલમાં એન્ટોનવ એરપોર્ટના પ્રવેશ દ્વાર પર તૈનાત થયા છે.

બુચામાં સામૂહિક કબરોમાં 300 લોકોને દફનાવવામાં આવ્યા

કિવની નજીક આવેલા બુચા શહેરમાં સ્થિતિ વણસી છે. શહેરના રહેવાસીઓએ અહેવાલ આપ્યો હતો કે રશિયન સૈનિકોએ કોઈપણ ઉશ્કેરણી વિના લોકોને મારી નાખ્યા. મળતી માહિતી મુજબ બુચામાં સામૂહિક કબરોમાં 300 લોકોને દફનાવવામાં આવ્યા છે. યુક્રેન અને તેના પશ્ચિમી સાથીઓએ કહ્યું છે કે રશિયા કિવની આસપાસ સૈનિકો પાછી ખેંચી રહ્યું છે અને પૂર્વ યુક્રેનમાં સૈનિકો એકત્ર કરી રહ્યું છે તેવા પુરાવા વધી રહ્યા છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

શરણાર્થીઓને મદદ કરવા પ્રાગમાં નવું રેડિયો સ્ટેશન શરૂ કરવામાં આવ્યુ

આ દરમિયાન ચેક રિપબ્લિકની રાજધાની પ્રાગમાં એક નવું ઈન્ટરનેટ રેડિયો સ્ટેશન લગભગ 300,000 યુક્રેનિયન શરણાર્થીઓની રોજિંદી ચિંતાઓને દૂર કરવામાં મદદ કરવા સમાચાર અને માહિતી અને સંગીત પ્રદાન કરી રહ્યું છે. યુક્રેન પર રશિયાના હુમલા બાદ આ શરણાર્થીઓ અહીં આવીને વસ્યા છે.

આ પણ વાંચો: Ukraine-Russia war : યુક્રેનનો પાંચ સપ્તાહ બાદ ફરી કિવ પર કબજો, યુદ્ધમાં અત્યાર સુધીમાં 17800 રશિયન સૈનિકોના મોત, વાંચો 10 મોટા અપડેટ્સ

Next Article