Russia Ukraine War : રહેણાંક વિસ્તારોને નિશાન બનાવી રહ્યુ છે રશિયા, યુક્રેનના ઓવરુચ શહેર પર કર્યો મિસાઈલ હુમલો

|

Mar 06, 2022 | 2:50 PM

યુક્રેનની રાજધાની કિવમાં પણ છૂટાછવાયા બોમ્બ ધડાકા જોવા મળ્યા છે.હાલ કિવમાં હવાઈ હુમલાના સાયરન સતત વાગવા લાગ્યા છે.

Russia Ukraine War : રહેણાંક વિસ્તારોને નિશાન બનાવી રહ્યુ છે રશિયા, યુક્રેનના ઓવરુચ શહેર પર  કર્યો મિસાઈલ હુમલો
Russia attack on ovruch city

Follow us on

Russia Ukraine War : રશિયન સેનાએ (Russian Army)  યુક્રેનના ઓવરુચ શહેરમાં (Ovruch City) રહેણાંક વિસ્તારમાં મિસાઈલ હુમલો કરવાનું શરૂ કર્યુ છે. બ્રિટનના સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની (President Vladimir Putin) સેના યુક્રેનમાં (Ukraine) રહેણાંક વિસ્તારોમાં બોમ્બમારો કરીને લોકોનું મનોબળ તોડવાના પ્રયાસ કરી રહ્યુ છે. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, રશિયન આર્મીના મિસાઈલ હુમલામાં ઓછામાં ઓછા 30 ઘરોને નુકસાન થયું છે. આ હુમલામાં એક નાગરિકનું પણ મોત થયું છે. તમને જણાવી દઈએ કે, ઓવરુચ શહેર ઝાયટોમીર પ્રદેશમાં યુક્રેનના ઉત્તર-પશ્ચિમમાં આવેલું છે.

કિવમાં હવાઈ હુમલાના સાયરન વાગવા લાગ્યા

હુમલા બાદ શહેરના કેટલાક ભાગો સંપૂર્ણપણે બરબાદ થઈ ગયા હતા. માનવામાં આવી રહ્યું છે કે મૃત્યુઆંક હજુ પણ વધી શકે છે. બ્રિટનના સંરક્ષણ મંત્રાલયનું કહેવું છે કે યુક્રેનની પ્રતિકાર શક્તિએ રશિયાને આશ્ચર્યમાં મૂકી દીધું છે. રશિયાએ યુક્રેનના લોકોને નિરાશ કરવા ખાર્કીવ, ચેર્નિહિવ અને મેરીયુપોલ સહિત અનેક શહેરોને નિશાન બનાવ્યા છે.

રાજધાની કિવમાં છૂટાછવાયા બોમ્બ ધડાકા પણ જોવા મળ્યા છે. કિવમાં હવાઈ હુમલાના સાયરન સતત વાગવા લાગ્યા છે. યુક્રેનના બીજા સૌથી મોટા શહેર ખાર્કિવમાં આખી રાત વિસ્ફોટોનો અવાજ સંભળાયો હતો. જેના કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

ઈઝરાયેલના PM બેનેટે પુતિન સાથે મુલાકાત કરી હતી

યુક્રેનનું કહેવું છે કે તેણે સંઘર્ષમાં અત્યાર સુધીમાં 88 રશિયન વિમાનોને તોડી પાડ્યા છે.તમને જણાવી દઈએ કે, ઈઝરાયેલના વડાપ્રધાન નફ્તાલી બેનેટે શનિવારે પુતિન સાથે મુલાકાત કરી હતી. યુદ્ધની શરૂઆત પછી રશિયન પ્રમુખ સાથે વન-ઓન-વન મુલાકાત કરનાર તે પ્રથમ નેતા છે. ત્યારપછી તેમણે US, ફ્રાન્સ અને જર્મની સાથે સંકલન કરીને યુદ્ધને સમાપ્ત કરવાના પ્રયાસમાં યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી સાથે વાત કરી.યુક્રેને આજે સવારે દાવો કર્યો હતો કે તેણે અત્યાર સુધીમાં 11,000 રશિયન સૈનિકોને મારી નાખ્યા છે.

જો કે હજુ સુધી તેની યોગ્ય પુષ્ટિ થઈ નથી.તમને જણાવી દઈએ કે,પુતિને ફરી એકવાર યુક્રેનને ચેતવણી આપી છે.તેણે કહ્યું છે કે યુક્રેનની દેશની સ્થિતિ જોખમમાં છે.

આ પણ વાંચો : Russia Ukraine War : યુદ્ધની વચ્ચે રશિયાનો સૌથી મોટો દાવો- યુક્રેને ન્યુક્લિયર ફેસિલિટીમાં બની રહેલા હથિયારો સંબંધિત દસ્તાવેજો બાળ્યા

Next Article