Russia-Ukraine War: બુધવારે, રશિયન સંરક્ષણ મંત્રાલયે(Russian Ministry of Defense)દાવો કર્યો હતો કે તેની સેના યુક્રેન(Ukraine)ની રાજધાની કિવ અને ખાર્કિવમાંથી ભારતીય વિદ્યાર્થી(Indian Student)ઓને બહાર કાઢવામાં મદદ કરી રહી છે, પરંતુ યુક્રેને ભારતીય વિદ્યાર્થીઓને બંધક બનાવી લીધા છે. રશિયાએ દાવો કર્યો છે કે યુક્રેન હવે ભારતીય વિદ્યાર્થીઓને ઢાલ બનાવી રહ્યું છે. ભારતીય વિદ્યાર્થીઓને ત્યાં રોકવામાં આવ્યા છે. રશિયાએ કહ્યું કે ખાર્કિવમાંથી ભારતીયોને બહાર કાઢવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જોકે, ભારતમાં (Igor Polikha, Ambassador of Ukraine)એ આ આરોપોને ફગાવી દીધા હતા અને કહ્યું હતું કે યુક્રેન જે પોતાનું લોહી વહાવી રહ્યું છે, ત્યાં ફસાયેલા વિદેશી વિદ્યાર્થીઓની મદદ કરી રહ્યું છે.
રશિયાના સંરક્ષણ મંત્રાલયે બુધવારે કહ્યું કે તેની સશસ્ત્ર દળો યુક્રેનના ખાર્કિવ શહેરથી ભારતીય નાગરિકોને સુરક્ષિત બહાર કાઢવા માટે તમામ જરૂરી પગલાં લેવા તૈયાર છે. ભારતમાં રશિયન દૂતાવાસના એક અધિકારીએ રશિયન સંરક્ષણ મંત્રાલયની બ્રીફિંગની વિગતો શેર કરી. મોસ્કોમાં એક મીડિયા બ્રીફિંગમાં, સંરક્ષણ મંત્રાલયે એવો પણ આક્ષેપ કર્યો હતો કે યુક્રેનના સત્તાવાળાઓ બેલ્ગોરોડ જવાની તેમની ઇચ્છા વિરુદ્ધ ખાર્કિવમાં ભારતીય વિદ્યાર્થીઓના જૂથને બળજબરીથી અટકાયતમાં લઈ રહ્યા છે.
As per Russian Embassy in India’s tweets, “according to latest info, Indian students are taken hostage by Ukrainian security forces to use them as a human shield & in every possible way prevent them from leaving for Russia. Responsibility lies entirely with the Kiev authorities.” pic.twitter.com/Pa7LDrmm7K
— ANI (@ANI) March 2, 2022
યુક્રેનમાં સૈન્ય કાર્યવાહીથી ખરાબ રીતે પ્રભાવિત ભારતીયોને બહાર કાઢવા માટે રશિયાના ચાલી રહેલા અભિયાન વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે વાત કરી અને યુક્રેનમાંથી ભારતીયોના સુરક્ષિત સ્થળાંતર અંગે ચર્ચા કરી. વડાપ્રધાન કાર્યાલય (PMO) દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વડાપ્રધાન મોદીએ રશિયન રાષ્ટ્રપતિ પુતિન સાથે ફોન પર વાત કરી હતી.પીએમઓએ કહ્યું કે બંને નેતાઓએ યુક્રેનની સ્થિતિની સમીક્ષા કરી, ખાસ કરીને ખાર્કિવમાં, જ્યાં મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ ફસાયેલા છે. તેઓએ યુદ્ધગ્રસ્ત વિસ્તારમાંથી ભારતીય નાગરિકોને સુરક્ષિત બહાર કાઢવા અંગે ચર્ચા કરી હતી.
પુતિન સાથે વડા પ્રધાનની વાતચીત ત્યારે થઈ જ્યારે મોદી એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી રહ્યા હતા. આ બેઠકમાં વિદેશ મંત્રી એસ જયશંકર અને કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ ઉપરાંત કેન્દ્ર સરકારના વરિષ્ઠ અધિકારીઓ હાજર હતા. યુક્રેનમાંથી ભારતીયોને સુરક્ષિત રીતે પરત લાવવાના પ્રયાસોને વધુ તીવ્ર બનાવવા વડાપ્રધાન મોદી રવિવારથી અવારનવાર બેઠકો કરી રહ્યા છે. તેમણે અનેક પ્રસંગોએ કહ્યું છે કે યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને સુરક્ષિત રીતે પરત લાવવા તેમની સર્વોચ્ચ પ્રાથમિકતા છે.
યુક્રેનમાં બગડતી પરિસ્થિતિને જોઈને ત્યાંના ભારતીય દૂતાવાસે વિદ્યાર્થીઓ સહિત તેના તમામ નાગરિકોને તાત્કાલિક ખાર્કિવ છોડી દેવાની અપીલ કરી છે. સંરક્ષણ અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને, ભારતીય નાગરિકોને તાત્કાલિક પેસોચિન, બાબયે અને બેઝલ્યુડોવકા પહોંચવા માટે કહેવામાં આવ્યું છે.
Published On - 9:34 am, Thu, 3 March 22