Russia Ukraine War: રશિયાએ કિવમાંથી સૈન્ય હટાવવાનું શરૂ કર્યું, શું હવે ખતમ થશે યુદ્ધ?

|

Mar 29, 2022 | 10:16 PM

Russia Ukraine War: રશિયાએ તેની સેના પાછી ખેંચવાની જાહેરાત કર્યા બાદ હવે તેણે યુક્રેનની રાજધાની કિવમાંથી સૈનિકો હટાવવાનું શરૂ કરી દીધું છે.

Russia Ukraine War: રશિયાએ કિવમાંથી સૈન્ય હટાવવાનું શરૂ કર્યું, શું હવે ખતમ થશે યુદ્ધ?
Russian soldiers
Image Credit source: AFP

Follow us on

રશિયાએ (Russia) મંગળવારે જાહેરાત કરી હતી કે તે યુક્રેનની રાજધાની કિવ અને ચેર્નિહાઈવ તરફ તેની સૈન્ય ગતિવિધિઓ ઘટાડશે. તે જ સમયે બે વરિષ્ઠ અમેરિકન અધિકારીઓના જણાવ્યા અનુસાર અમેરિકાએ કિવમાં રશિયન સૈનિકોને પીછેહઠ કરતા જોયા છે. આને મોટા વ્યૂહાત્મક પરિવર્તન તરીકે જોવામાં આવી રહ્યું છે.  રશિયાએ કેટલાક દળો પાછા ખેંચવાનું શરૂ કર્યું છે. આમાં રશિયન બટાલિયન સ્ટ્રેટેજિક ગ્રુપ (BTG)નો સમાવેશ થાય છે, જે યુક્રેનિયન રાજધાનીની આસપાસના વિસ્તારોમાંથી પીછેહઠ કરી રહ્યું છે. રશિયન સેના હવે દક્ષિણ અને પૂર્વમાં આગળ વધવા માટે ઉત્તરના કેટલાક વિસ્તારોમાં પીછેહઠ કરી રહી છે.

એક અધિકારીએ જણાવ્યું હતું કે યુએસ માને છે કે રશિયા કિવમાંથી તેની પીછેહઠ દરમિયાન હવાઈ હુમલા અને ગોળીબાર કરશે, જેથી પોતાને સુરક્ષિત કરી શકે. અમેરિકી અધિકારીઓએ ચેતવણી આપી હતી કે જો યુદ્ધની સ્થિતિ અનુમતી બદલે છે તો રશિયા વળતો પ્રહાર કરી શકે છે. રશિયા તરફથી આ પગલું ત્યારે લેવામાં આવ્યું છે. જ્યારે મંગળવારે તુર્કીના ઈસ્તાંબુલમાં રશિયન અને યુક્રેનિયન પ્રતિનિધિમંડળ વચ્ચે શાંતિ મંત્રણા થઈ હતી. આ વાતચીત બાદ યુક્રેનિયન ડેલિગેશનમાં સામેલ અધિકારીએ કહ્યું કે આગામી દિવસોમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકી વચ્ચે મુલાકાત થઈ શકે છે.

Published On - 10:12 pm, Tue, 29 March 22

Next Article