Russia Ukraine War: PM મોદી યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકી સાથે ફોન પર કરશે વાત

|

Mar 07, 2022 | 10:02 AM

રશિયાએ યુક્રેનના રહેણાંક વિસ્તારો પર હુમલા તેજ કર્યા છે. આ દરમિયાન આજે ફરી એકવાર PM મોદી યુક્રેનના રાષ્ટ્રપતિ સાથે વાત કરશે.

Russia Ukraine War: PM મોદી યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકી સાથે ફોન પર કરશે વાત
Pm modi will Talk president volodymyr zelenskyy

Follow us on

Russia Ukraine War: રશિયા-યુક્રેન યુદ્ધનો (Russia Ukraine Crisis) આજે 12મો દિવસ છે. વૈશ્વિક દબાણ અને તમામ આકરા પ્રતિબંધો છતાં રશિયાના(Russia)  હુમલાઓ તેજ થઈ રહ્યા છે.હાલ રશિયન સેના યુક્રેનના(Ukraine)  રહેણાંક વિસ્તારોને સતત નિશાન બનાવી રહી છે, જેના કારણે દુનિયાભરના દેશો લોકોને બહાર કાઢવામાં મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે ફરી એકવાર યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકી સાથે ફોન પર વાત કરશે.સમાચાર એજન્સી ANIએ સરકારી સૂત્રોના હવાલાથી આ માહિતી આપી છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં યુક્રેન યુદ્ધની નિંદા કરી

રશિયાએ 24 ફેબ્રુઆરીએ યુક્રેન પર હુમલો કરવાનું શરૂ કર્યું. જે બાદ પીએમ મોદીએ 26 ફેબ્રુઆરીએ પહેલીવાર ઝેલેન્સકી સાથે ફોન પર વાત કરી હતી.તમને જણાવી દઈએ કે, ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં રશિયા વિરુદ્ધ મતદાનથી પોતાને દૂર રાખ્યા છે. જેના કારણે ઝેલેન્સકીએ PMને કહ્યું કે ભારતે યુએન સુરક્ષા પરિષદમાં યુક્રેનનું સમર્થન કરવું જોઈએ. જો કે ભારત આ મામલે કોઈ એક પક્ષને સમર્થન આપવાનું ટાળી રહ્યું છે. તેમણે યુદ્ધના ઉકેલ માટે કૂટનીતિને જરૂરી ગણાવી છે. ભારતે યુક્રેન યુદ્ધની નિંદા કરી છે, સાથે જ રશિયા વિરુદ્ધ મતદાન કરવાથી પણ દૂરી બનાવી છે.

PM મોદી યુક્રેનના રાષ્ટ્રપતિ સાથે વાત કરશે

સરકારે ‘ઓપરેશન ગંગા’ શરૂ કર્યું

યુક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકોની સુરક્ષિત વાપસી માટે ભારત સરકાર પણ તમામ પ્રયાસો કરી રહી છે. આ માટે ઓપરેશન ગંગા અભિયાન શરૂ કરવામાં આવ્યુ છે. જેથી કરીને લોકોને યુદ્ધગ્રસ્ત દેશમાંથી પાછા લાવી શકાય. નાગરિકો સુરક્ષિત રીતે પરત આવે તે માટે સરકારે ચાર કેન્દ્રીય મંત્રીઓને યુક્રેનના પડોશી દેશોમાં મોકલવાનો નિર્ણય લીધો હતો. આ સાથે, વિદેશ મંત્રાલયે યુદ્ધવિરામ માટે પણ વિનંતી કરી છે.

ઇઝરાયેલના PM એ પુતિન સાથે વાત કરી

આ પહેલા ઈઝરાયેલના વડાપ્રધાન નફતાલી બેનેટે રવિવારે સાંજે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ફોન પર વાત કરી હતી. યુક્રેન પર ચાલી રહેલા રશિયન હુમલા વચ્ચે બંને નેતાઓએ એક દિવસ પહેલા મોસ્કોમાં વાતચીત કરી હતી. વડાપ્રધાન કાર્યાલયના જણાવ્યા અનુસાર, બેનેટે જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન સાથે પણ ફોન પર વાત કરી હતી.તમને જણાવી દઈએ કે, બેનેટે રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને રોકવા માટે મધ્યસ્થતાના પગલે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી સાથે ફોન પર ઘણી વખત વાત કરી છ

 

આ પણ વાંચો : Russia Ukraine War: રાષ્ટ્રપતિ ઝેલેન્સકીને યુક્રેનમાંથી બહાર કાઢવાની તૈયારીમાં USA અને UK, લિથુઆનિયામાં 150 નેવી સીલ કમાન્ડો તૈનાત

Published On - 10:00 am, Mon, 7 March 22

Next Article