Russia-Ukraine War Highlights: ઇઝરાયેલના PMએ પુતિન સાથે મુલાકાત કરી, યુક્રેન અંગે ચર્ચા કરી

|

Mar 06, 2022 | 12:12 AM

રશિયા અને યુક્રેન (Russia-Ukraine Crisis) વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે 10મો દિવસ છે. હુમલામાં બંને પક્ષે ઘણું નુકસાન થયું છે

Russia-Ukraine War Highlights: ઇઝરાયેલના PMએ પુતિન સાથે મુલાકાત કરી, યુક્રેન અંગે ચર્ચા કરી
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે 10મો દિવસ

Follow us on

રશિયા અને યુક્રેન (Russia-Ukraine Crisis) વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે 10મો દિવસ છે. આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિબંધો અને વાટાઘાટો દ્વારા રશિયા પર દબાણ લાવવાના પ્રયાસો થઈ રહ્યા છે, ભારત પણ સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે ઓપરેશન ગંગા યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. રશિયા-યુક્રેન યુદ્ધના દરેક નાના-મોટા સમાચાર જાણવા માટે પેજ રિફ્રેશ કરતા રહો

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 05 Mar 2022 11:21 PM (IST)

    ઇઝરાયેલના પીએમએ પુતિન સાથે મુલાકાત કરી

    ન્યૂઝ એજન્સી એએફપી અનુસાર, ઇઝરાયલના વડાપ્રધાન નફતાલી બેનેટે યુક્રેન મંત્રણાને લઈને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી છે.

  • 05 Mar 2022 10:58 PM (IST)

    સોમવારે રશિયા-યુક્રેન વચ્ચે થશે ત્રીજા રાઉન્ડની વાતચીત

    રશિયા અને યુક્રેન સોમવારે ત્રીજા રાઉન્ડની વાતચીત કરશે. યુક્રેનના ઇન્ટરલોક્યુટરે આ માહિતી આપી છે.


  • 05 Mar 2022 10:33 PM (IST)

    રશિયાએ યુક્રેનના ઘણા શહેરો પર કબજો કર્યો

    ઇન્ટરફેક્સ અનુસાર, રશિયન સંરક્ષણ મંત્રાલયનું કહેવું છે કે રશિયન દળોએ યુક્રેનમાં વ્યાપક હુમલામાં ઘણા શહેરો પર કબજો કરી લીધો છે.

  • 05 Mar 2022 10:20 PM (IST)

    Russia-Ukraine War Live: યુક્રેનના પિસોચિન શહેરમાંથી તમામ ભારતીયોને બહાર કાઢવામાં આવ્યા.

    કિવમાં ભારતીય દૂતાવાસે શનિવારે (સ્થાનિક સમય) જણાવ્યું હતું કે યુક્રેનિયન શહેર પિસોચિનમાંથી તમામ ભારતીય નાગરિકોને બહાર કાઢવામાં આવ્યા છે. ભારત સરકારે ભારતીય નાગરિકોને પિસોચિનમાંથી બહાર કાઢવા માટે ત્રણ બસોની વ્યવસ્થા કરી હતી.

  • 05 Mar 2022 10:05 PM (IST)

    Russia-Ukraine War Live: ચાર્ટર્ડ ફ્લાઇટને રશિયન રાજદ્વારીઓને યુએસની બહાર લઈ જવાની મંજૂરી

    યુએસ વિદેશ વિભાગના પ્રવક્તાએ શનિવારે જણાવ્યું હતું કે અમેરિકાએ સંયુક્ત રાષ્ટ્રમાં રશિયન રાજદ્વારીઓને બહાર લઈ જવા માટે રશિયન સરકાર દ્વારા ચાર્ટર્ડ કરેલી ફ્લાઇટને મંજૂરી આપી છે.

  • 05 Mar 2022 09:14 PM (IST)

    Russia-Ukraine War Live: રશિયાએ 100 બસો આપી છે: રશિયન રાજદૂત

    રશિયન રાજદૂતે કહ્યું છે કે રશિયાએ 100 બસો આપી છે અને ભારતીયોને બહાર કાઢવાની રાહ જોઈ રહ્યું છે. ભારતીય દૂતાવાસના રાજદ્વારીઓનું એક જૂથ આ મુદ્દાને ઉકેલવા અને રશિયન પક્ષ સાથે કાર્યવાહીનું સંકલન કરવા બેલગોરોડ મોકલવામાં આવ્યું છે.

  • 05 Mar 2022 08:54 PM (IST)

    Russia-Ukraine War Live: PM મોદી કરી રહ્યા છે હાઈ લેવલ બેઠક

    યુક્રેન સંકટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાઈ લેવલની બેઠક કરી રહ્યા છે. તેમાં ભારતીયોને બહાર લાવવાની ચર્ચા કરવામાં આવી રહી છે.

  • 05 Mar 2022 08:48 PM (IST)

    Russia-Ukraine War Live: ખાર્કિવ અને સુમી સિવાય અન્ય સ્થળોએથી 10 હજાર લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું

    યુક્રેનથી ખારકીવ અને સુમી સિવાય અન્ય સ્થળોથી 10 હજારથી વધુ લોકોને નિકાળવામાં આવ્યા છે. અમે સુમીથી લોકોને નીકાળવા માટે કોઇ કસર નહીં છોડીએ. પશ્ચિમની સરહદો પર જનાર ભારતીયો થોડો વધુ સમય સુધી રાહ જુએ. સરકાર તમને જલ્દી ઘરે પહોંચાડશે. યુક્રેનમાં ભારતીય રાજદુતે આ વાત કહી છે.
  • 05 Mar 2022 08:05 PM (IST)

    Russia-Ukraine War Live: યુદ્ધના કારણે ભારતીયો સુધી અમારી વિશેષ ટીમ પહોંચી શકતી નથીઃ રશિયન રાજદૂત

    રશિયાના રાજદૂતે કહ્યું કે ભારતીયોને રશિયન ક્ષેત્રમાં લઇ જનાર અમારો વિશેષ સમુહ યુદ્ધના કારણે ભારતીય સુધી પહોંચી શકતો નથી. તેમના સુધી પહોંચવાનો કોઇ રસ્તો નથી. હવે અમારે એ જગ્યાઓ પર પહોંચવું પડશે જ્યા લડાઇ નથી થઇ રહી.

  • 05 Mar 2022 07:18 PM (IST)

    Russia-Ukraine War Live: છેલ્લા 24 કલાકમાં 15 પ્લેનમાં 2900 લોકો ભરત પરત ફર્યા

    ભારતના વિદેશ મંત્રાલયે કહ્યું કે છેલ્લા 24 કલાકમાં 15 પ્લેનમાં લગભગ 2900 લોકો દેશમાં પરત ફર્યા છે. અત્યાર સુધી 13,300 થી વધુ લોકો પરત ફરી ચુક્યા છે. લગભગ 24 કલાકમાં 13 પ્લેન પરત આવવાની છે.

  • 05 Mar 2022 06:43 PM (IST)

    Russia-Ukraine War Live: યુક્રેનની પિસોચિન પહોંચી ત્રણ બસો

    ભારત સરકાર દ્વારા આયોજીત 3 બસો યુક્રેનના પિસોચિનમાં પહોંચી છે અને જલ્દીથી પશ્ચિમ તરફના રસ્તે રવાના થશે. હજુ વધુ 2 બસો આવશે.

  • 05 Mar 2022 05:19 PM (IST)

    Russia-Ukraine War Live: રશિયન સૈન્ય દક્ષિણ તરફ આગળ વધી રહ્યું છે

    બ્રિટને એક ઈન્ટેલિજન્સ અપડેટને ટાંકીને કહ્યું કે છેલ્લા 24 કલાકમાં યુક્રેન પર રશિયન હવાઈ હુમલા અને ગોળીબારમાં ઘટાડો થયો છે. આ દર્શાવે છે કે રશિયન સેના દક્ષિણ તરફ આગળ વધી રહી છે.

  • 05 Mar 2022 05:07 PM (IST)

    Russia-Ukraine War Live: માર્યુપોલમાં યુદ્ધવિરામનું ઉલ્લંઘન

    રશિયાએ માર્યુપોલ શહેર પર બોમ્બમારો ચાલુ રાખ્યો છે. યુક્રેન રશિયા પર યુદ્ધવિરામના ઉલ્લંઘનનો આરોપ લગાવ્યો છે. તેણે કહ્યું છે કે યુદ્ધવિરામ બાદ પણ રશિયન સેના સતત હુમલા કરી રહી છે. હુમલાને કારણે સ્થળાંતરનું કામ બંધ કરી દેવામાં આવ્યું છે.

  • 05 Mar 2022 04:30 PM (IST)

    Russia-Ukraine War Live: રશિયામાં પેપલ સેવા બંધ

    યુક્રેનમાં થયેલા હુમલાને પગલે પેપલે રશિયામાં તેની સેવાઓ સ્થગિત કરી દીધી છે. તાજેતરના દિવસોમાં, ઘણી મોટી ટેક કંપનીઓએ રશિયામાં તેમનો વ્યવસાય બંધ કરી દીધો છે.

  • 05 Mar 2022 03:43 PM (IST)

    Russia-Ukraine War Live: સુમીમાં ભારતીય વિદ્યાર્થીઓની સુરક્ષા અંગે ચિંતિત

    વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું છે કે અમે સુમી, યુક્રેનમાં ભારતીય વિદ્યાર્થીઓને લઈને ખૂબ જ ચિંતિત છીએ. અમારા વિદ્યાર્થીઓ માટે સલામત કોરિડોર બનાવવા માટે તાત્કાલિક યુદ્ધવિરામ માટે ઘણી ચેનલોના માધ્યમથી પણ રશિયન અને યુક્રેનિયન સરકારો પર મજબૂત દબાણ મૂકવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓને સલામતીની સાવચેતી રાખવા, આશ્રયસ્થાનોની અંદર રહેવાની સલાહ આપવામાં આવી છે.

  • 05 Mar 2022 03:38 PM (IST)

    Russia-Ukraine War Live: માર્યુપોલમાં યુદ્ધવિરામનું પાલન કરવામાં આવ્યું નહીં.

    યુક્રેન શહેર મેરિયુપોલની સિટી કાઉન્સિલે જણાવ્યું હતું કે રશિયન સૈન્ય નાગરિકોને બહાર કાઢવા માટે શનિવારે સહમત થયેલા યુદ્ધવિરામનું પાલન નથી કરી રહ્યું. એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, “અમે રશિયન પક્ષ સાથે વાટાઘાટો કરી રહ્યા છીએ જેથી સમગ્ર સ્થળાંતર માર્ગ પર યુદ્ધવિરામની પુષ્ટિ કરી શકાય.”

  • 05 Mar 2022 03:01 PM (IST)

    Russia-Ukraine War Live: 7.87 લાખ લોકો પોલેન્ડ ભાગી ગયા

    પોલિશ બોર્ડર ગાર્ડના જણાવ્યા અનુસાર, 24 ફેબ્રુઆરીથી અત્યાર સુધી યુક્રેનના 7,87,000 થી વધુ શરણાર્થીઓ પોલેન્ડ પહોંચ્યા છે.

  • 05 Mar 2022 02:58 PM (IST)

    Russia-Ukraine War Live: રશિયાના હુમલાનો વિરોધ ચાલુ છે

    Russia-Ukraine War

    રશિયાના હુમલાનો પોર્ટુગલમાં પણ વિરોધ થઈ રહ્યો છે.

  • 05 Mar 2022 02:12 PM (IST)

    Mariupol અને વોલ્નોવાખામાં સીઝફાયર શરૂ

    Mariupolઅને વોલ્નોવાખાના ડનિટ્સ્ક શહેરોમાં સીઝફાયરનો સમયગાળો શરૂ થયો. અત્યારે અહીંથી લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. તે જ સમયે, આ શહેરોમાં ખોરાક અને દવાઓ પહોંચાડવામાં આવી રહી છે,

  • 05 Mar 2022 02:04 PM (IST)

    યુક્રેનના વિદેશ મંત્રીની માંગ છે કે રશિયા પર વધુ કડક પ્રતિબંધો લગાવવામાં આવે

    યુક્રેનના વિદેશ મંત્રી દિમિત્રી કુલેબાએ કહ્યું કે, રશિયા દરેક ક્ષણે પોતાની રણનીતિ બદલી રહ્યું છે. તેનો હેતુ વધુમાં વધુ લોકોને નુકસાન પહોંચાડવાનો છે. એ પણ કહ્યું કે રશિયા તરફથી રહેણાંક વિસ્તારોમાં પરમાણુ હુમલાનો ખતરો પણ છે. આવી સ્થિતિમાં તેમણે માંગ કરી છે કે રશિયા પર વધુને વધુ પ્રતિબંધો લગાવવામાં આવે. તેમજ રશિયાને SWIFT થી Sberbank પર પ્રતિબંધ મુકવો જોઈએ.

  • 05 Mar 2022 02:01 PM (IST)

    વિદ્યાર્થીઓને લઈને વિશેષ વિમાન મુંબઈ પહોંચ્યું

    યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને લઈને એક વિશેષ વિમાન મુંબઈ એરપોર્ટ પર પહોંચ્યું હતું. એક વિદ્યાર્થીએ કહ્યું, “હું ખાર્કિવમાં અટવાઈ ગયો હતો. ત્યાંની સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. અમે ઈચ્છીએ છીએ કે આ યુદ્ધ જલ્દી ખતમ થાય.”

  • 05 Mar 2022 01:59 PM (IST)

    Mariupol માંથી 2 લાખ લોકોને બહાર કાઢવાની તૈયારી

  • 05 Mar 2022 01:33 PM (IST)

    અત્યાર સુધીમાં 10 હજાર રશિયન સૈનિકો માર્યા ગયાઃ યુક્રેન

    યુક્રેનની સેના દ્વારા જાહેર કરવામાં આવેલા ડેટામાં દાવો કરવામાં આવ્યો છે કે યુદ્ધમાં અત્યાર સુધીમાં 10 હજાર રશિયન સૈનિકો માર્યા ગયા છે. તેમજ મોટી સંખ્યામાં હથિયારોનો નાશ કરવામાં આવ્યો છે. 40 હેલિકોપ્ટર અને 269 ટેન્ક નાશ પામી છે.

  • 05 Mar 2022 01:22 PM (IST)

    આર્ટ ઓફ લિવિંગ યુક્રેનમાં ફસાયેલા લોકોને મદદ કરી રહ્યા છે

    આર્ટ ઓફ લિવિંગના સ્વયંસેવકો યુક્રેન અને યુક્રેનની સરહદ પર કામ કરી રહ્યા છે. આર્ટ ઓફ લિવિંગ 1200 ભારતીય વિદ્યાર્થીઓને સરહદોથી સુરક્ષિત સ્થળે લઈ ગયા છે. આર્ટ ઓફ લિવિંગે પોલેન્ડમાં 420 શરણાર્થીઓને મદદ કરી છે. યુક્રેનને તબીબી પુરવઠો પહોંચાડવામાં આવ્યો છે.  શરણાર્થીઓ માટે ગાદલા, ધાબળાની વ્યવસ્થા કરવામાં આવી છે. પોલેન્ડમાં 50 જેટલા સેવા સ્વયંસેવકો દિવસ-રાત સેવામાં લાગેલા છે. તે જ સમયે, શરણાર્થીઓ માટે લગભગ 40 ઘરો તૈયાર કરવામાં આવ્યા છે. હંગેરી, પોલેન્ડ, રોમાનિયા, સ્લોવાકિયા, યુક્રેન, બલ્ગેરિયા અને જર્મનીના આર્ટ ઓફ લિવિંગ સ્વયંસેવકોએ યુક્રેનમાંથી હજારો ભારતીય વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં મદદ કરી છે.

  • 05 Mar 2022 01:10 PM (IST)

    12 લાખ લોકોએ ઘર છોડી દીધું, મોટાભાગના લોકો પોલેન્ડ ભાગી ગયા

    રશિયાના હુમલા બાદ યુક્રેનમાં 1.2 મિલિયન લોકોએ પોતાનું ઘર છોડી દીધું છે. તેઓએ નજીકના દેશોમાં આશરો લીધો છે. સૌથી વધુ 6.50 લાખ લોકો પોલેન્ડ ભાગી ગયા છે

  • 05 Mar 2022 12:48 PM (IST)

    રશિયના હુમલામાં 6ના મોત

    રાજધાની કિવ નજીક (Markhalevka) ગામ પર રશિયન હવાઈ હુમલામાં એક બાળક સહિત છ લોકો માર્યા ગયા હતા.

  • 05 Mar 2022 12:47 PM (IST)

    રશિયા તેના યુદ્ધને 3 કલાક માટે રોકશે

    રશિયા યુક્રેનના બે શહેરોમાં નાગરિકોને બહાર કાઢવા યુદ્ધ રોકશે. આ કામગીરી બપોરે 12.30 થી 5.30 દરમિયાન અટકાવવામાં આવશે

  • 05 Mar 2022 12:41 PM (IST)

  • 05 Mar 2022 12:38 PM (IST)

    રશિયાએ યુક્રેનમાં સીઝફાયરની જાહેરાત કરી

    રશિયાએ યુક્રેનમાં સીઝફાયરની જાહેરાત કરી છે. ભારતીય સમય અનુસાર સવારે 11.30 વાગ્યે સીઝફાયર કરવામાં આવશે. કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી અહીં ફસાયેલા લોકોને બહાર નહીં કાઢવામાં આવે ત્યાં સુધી હુમલા કરવામાં આવશે નહીં.

  • 05 Mar 2022 12:24 PM (IST)

    આવતીકાલથી કેનેડાના પીએમની યુરોપની મુલાકાત

    કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો આવતીકાલે 6 માર્ચે રશિયા સામેના નવા પ્રતિબંધોનું સંકલન કરવા અને યુક્રેનને સમર્થન દર્શાવવા યુરોપના પ્રવાસની શરૂઆત કરશે અને તેઓ 11 માર્ચે યુરોપની મુલાકાત લેશે. ટ્રુડો આ સમયગાળા દરમિયાન યુનાઇટેડ કિંગડમ, લાતવિયા, જર્મની અને પોલેન્ડ જશે, જેની જાહેરાત કેનેડાના વડા પ્રધાન કાર્યાલય દ્વારા 4 માર્ચે કરવામાં આવી હતી.

  • 05 Mar 2022 12:17 PM (IST)

    રશિયા-યુક્રેન યુદ્ધના કારણે વિદેશી કંપનીઓ રશિયા છોડ્યું

    રશિયા-યુક્રેન યુદ્ધ(Russia-Ukraine War)ના કારણે મોટી સંખ્યામાં વિદેશી કંપનીઓ રશિયા છોડી રહી છે. રશિયામાં તેમના વ્યવસાયની સમીક્ષા અને કારોબાર સમેટવાની તૈયારી કરતી કંપનીઓની સંખ્યા સતત વધી રહી છે.

    આ પણ વાંચો : Russia-Ukraine War: Coca Cola અને Danone જેવી મોટી કંપનીઓએ કારોબાર સમેટયો, કરો એક નજર લિસ્ટ ઉપર

  • 05 Mar 2022 12:02 PM (IST)

    રશિયા યુક્રેનમાંથી ભારતીય વિદ્યાર્થીઓને બહાર કાઢવા તૈયાર

    તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ફોન પર વાત કરી હતી. તેમણે રશિયાના માર્ગે યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને બચાવવા અંગે ચર્ચા કરી હતી. આ સમયે હવે રશિયાના રાજદૂતે યુએન સુરક્ષા પરિષદને કહ્યું છે કે તે યુક્રેનમાંથી ભારતીય વિદ્યાર્થીઓ અને અન્ય વિદેશી નાગરિકોને બહાર કાઢવા માટે તૈયાર છે.

  • 05 Mar 2022 11:56 AM (IST)

    Czech Republic યુક્રેનના શરણાર્થીઓને દર મહિને 200 યુરો આપશે

  • 05 Mar 2022 11:48 AM (IST)

    કિવ નજીક કાર પર ફાયરિંગ, 2ના મોત

    રશિયન સેનાએ રાજધાની કિવ નજીકના Bucha જિલ્લામાં એક કાર પર ગોળીબાર કર્યો હતો. ગોળીબારના કારણે 17 વર્ષની છોકરી સહિત બે લોકોના મોત થયા છે અને ચાર લોકો ઘાયલ થયા છે.

     

     

  • 05 Mar 2022 11:34 AM (IST)

    કિવના ઇરપિનની સૈન્ય હોસ્પિટલ પર બોમ્બમારો

    રશિયન સેનાએ રાજધાની કિવની બહાર ઇરપિન શહેરમાં સૈન્ય હોસ્પિટલ પર બોમ્બમારો કર્યો છે. મળતી માહિતી મુજબ, રશિયન સૈનિકોએ સવારથી ઇરપિન શહેરમાં ગોળીબાર કર્યો છે.

  • 05 Mar 2022 10:56 AM (IST)

    Zaporizhia ન્યુક્લિયર પાવર પ્લાન્ટ પર યુક્રેનનું નિયંત્રણ

  • 05 Mar 2022 10:55 AM (IST)

    હવાઈ હુમલા માટે રેડ એલર્ટ જાહેર

    યુક્રેનની રાજધાની કિવ અને ચેર્નિહાઈવમાં હવાઈ હુમલા માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અહીં રહેતા લોકોને સલામત સ્થળે જવા માટે કહેવામાં આવ્યું છે.

     

  • 05 Mar 2022 10:35 AM (IST)

    પુતિને કહ્યું- યુક્રેનિયન કટ્ટરપંથીઓ માનવ ઢાલનો ઉપયોગ કરી રહ્યા છે

    રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝને કહ્યું કે યુક્રેનના  ઉગ્રવાદીઓને યુક્રેનમાંથી નાગરિકોને બહાર કાઢવામાં મુશ્કેલી પડી રહી છે. ક્રેમલિન પ્રેસ દ્વારા કહેવામાં આવ્યું હતું કે પુતિને જર્મન ચાન્સેલર સાથે ફોન પર વાત કરી હતી. જર્મન સરકારના પ્રવક્તા સ્ટેફન હેબસ્ટ્રીટે જણાવ્યું હતું કે સ્કોલ્ઝે રશિયન નેતૃત્વને તમામ દુશ્મનાવટનો અંત લાવવા અને મુશ્કેલીગ્રસ્ત વિસ્તારોમાં માનવતાવાદી પ્રવેશની મંજૂરી આપવા હાકલ કરી હતી. જોકે, પુતિને દાવો કર્યો હતો કે ત્યાંની સમસ્યાઓ યુક્રેનિયન કટ્ટરપંથીઓના કારણે થઈ રહી છે

  • 05 Mar 2022 10:33 AM (IST)

    યુક્રેનના Sumy શહેરમાં યુદ્ધ શરુ

    યુક્રેનના સુમી શહેરની શેરીઓમાં લડાઈ શરૂ થઈ હોવાના અહેવાલ છે. સ્થાનિક રહેવાસીઓને ઘરમાં રહેવા અથવા સુરક્ષિત સ્થળે ખસી જવા માટે કહેવામાં આવ્યું છે.

  • 05 Mar 2022 10:26 AM (IST)

    યુક્રેન સરહદેથી રશિયન જાસૂસની ધરપકડ

    યુક્રેનની સરહદેથી એક રશિયન જાસૂસની ધરપકડ કરવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે કોઈ ગુપ્ત ઓપરેશન ચલાવી રહ્યો હતો. તે પોતાને પત્રકાર ગણાવતો હતો. યુક્રેનમાં, તેને 10 વર્ષ સુધીની જેલ થઈ શકે છે.

  • 05 Mar 2022 10:12 AM (IST)

    જિમ્નેસ્ટિક્સ ફેડરેશન પણ રશિયા પર પ્રતિબંધ મૂકશે

    અન્ય આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ ફેડરેશન, ઇન્ટરનેશનલ જિમ્નેસ્ટિક્સ ફેડરેશન (IGF), આવતા સપ્તાહે સોમવારથી રશિયા અને બેલારુસના એથ્લેટ્સને સસ્પેન્ડ કરશે.  રશિયન અને બેલારુસિયન એથ્લેટ્સ અને અધિકારીઓને હવે પછીની સૂચના સુધી FIG-પ્રાયોજિત સ્પર્ધાઓમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવશે નહીં. અગાઉ ઘણા ફેડરેશને રશિયા અને બેલારુસને સસ્પેન્ડ કર્યા છે.

     

  • 05 Mar 2022 09:54 AM (IST)

    યુક્રેન પર રશિયાનો ડ્રોન હુમલો

    રશિયન સૈનિકોએ શનિવારે યુક્રેનના વિદ્રોહી ઝોન ડોનેત્સ્કમાં મોટો હુમલો કર્યો. મળતી માહિતી મુજબ પૂર્વી યુક્રેન પર ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો છે.  તમને જણાવી દઈએ કે ડ્રોન હુમલામાં ઇડર બટાલિયન ચોકી નષ્ટ થઈ ગઈ છે

     

  • 05 Mar 2022 09:44 AM (IST)

    META એ નિર્ણયનો વિરોધ કર્યો

    ફેસબુકને બ્લોક કરવાના રશિયાના નિર્ણય પર METAના વૈશ્વિક બાબતોના પ્રમુખનું નિવેદન સામે આવ્યું છે. નિક ક્લેગે રશિયાના નિર્ણયનો વિરોધ કરતા કહ્યું હતું કે, તેઓ ટૂંક સમયમાં તેમની સેવાઓ પુનઃસ્થાપિત કરવા માટે શક્ય તેટલું બધું કરવાનું ચાલુ રાખશે.

  • 05 Mar 2022 09:24 AM (IST)

    અત્યાર સુધીમાં 1.2 મિલિયન લોકોએ યુક્રેન છોડી દીધું છે: UNHCR

    UNHCRના અહેવાલ મુજબ, 24 ફેબ્રુઆરીએ રશિયા દ્વારા કરવામાં આવેલા હુમલા પછી 3 માર્ચ સુધીમાં 1.2 મિલિયનથી વધુ શરણાર્થીઓ યુક્રેન છોડી ગયા છે.

  • 05 Mar 2022 09:22 AM (IST)

    રશિયન સેનાએ યુક્રેનની પોર્ટ સિટી માર્યુપોલ પર કબજો કર્યો

  • 05 Mar 2022 09:10 AM (IST)

    રશિયાએ એક અઠવાડિયામાં 500 થી વધુ મિસાઇલો છોડી: મીડિયા

    યુક્રેનના ધ કિવ ઈન્ડિપેન્ડન્ટે દાવો કર્યો છે કે રશિયાએ યુક્રેન પર તેના સંપૂર્ણ પાયે આક્રમણ શરૂ કર્યા પછી એક સપ્તાહમાં 500 થી વધુ મિસાઈલો છોડી છે. પેન્ટાગોનના એક અધિકારીએ કહ્યું કે રશિયા દરરોજ લગભગ બે ડઝનની ઝડપે તમામ પ્રકારની મિસાઈલો લોન્ચ કરી રહ્યું છે.

     

  • 05 Mar 2022 09:09 AM (IST)

    જાપાની ચેનલો પણ રશિયામાં તેમનું કામ બંધ કરશે

    જાપાની બ્રોડકાસ્ટર્સના સૂત્રોએ જણાવ્યું કે ઘણા મોટા મીડિયા હાઉસ દ્વારા રશિયામાં તેમનું કામકાજ બંધ કરવાની જાહેરાત વચ્ચે જાપાની ટીવી ચેનલો પણ રશિયામાં કામગીરી બંધ કરવા જઈ રહી છે. NHK (જાપાનીઝ પબ્લિક ટેલિવિઝન), Fuji-TV, Asahi-TV અને TBS ઘણા વર્ષોથી રશિયામાં કાર્યરત છે. મુખ્ય જાપાનીઝ અખબારોની ઓફિસ પણ રશિયામાં છે.

  • 05 Mar 2022 09:05 AM (IST)

    રશિયાએ યુટ્યુબ પર પણ પ્રતિબંધ મૂક્યો

    રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને મીડિયા આઉટલેટ્સ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કાર્યવાહી તેજ કરી છે. તેણે ફેસબુક અને ટ્વિટર તેમજ યુટ્યુબ પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ માટે એક બિલ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.

  • 05 Mar 2022 09:03 AM (IST)

    ‘ફેક ન્યૂઝ’ માટે રશિયામાં થશે 15 વર્ષની જેલ

    રશિયાએ એક નવો કાયદો બનાવ્યો છે જે અંતર્ગત જો કોઈ પત્રકાર સેના વિશે ફેક ન્યૂઝ ફેલાવતો જોવા મળે છે તો તેને 15 વર્ષ સુધીની જેલ થઈ શકે છે.

  • 05 Mar 2022 08:59 AM (IST)

    રશિયન સેનાએ યુક્રેનના ઓડેસા શહેરમાં એક પુલ ઉડાવી દીધો

    યુક્રેન પર રશિયાના હુમલા સતત તબાહી મચાવી રહ્યા છે. આ સમયે એક મોટા સમાચાર આવી રહ્યા છે. રશિયન સેનાએ યુક્રેનના ઓડેસા શહેરમાં એક પુલ ઉડાવી દીધો છે.

  • 05 Mar 2022 08:56 AM (IST)

    ત્રણ IAF C-17 એરક્રાફ્ટ હિંડોન એરબેઝ પર પાછા ફર્યા

    ભારતીય વાયુસેનાએ આજે ​​ટ્વિટ કરીને માહિતી આપી હતી કે ‘ઓપરેશન ગંગા’ હેઠળ, છેલ્લા 24 કલાકમાં પોલેન્ડ, રોમાનિયા અને સ્લોવાકિયાના એરફિલ્ડ્સમાંથી 629 ભારતીય નાગરિકોને બહાર કાઢવામાં સાથે ત્રણ IAF C-17 એરક્રાફ્ટ હિંડોન એરબેઝ પર પાછા ફર્યા છે.   આ વિમાનોએ અસરગ્રસ્ત દેશમાં 16.5 ટન રાહત સામગ્રી વહન કરી હતી.

     

  • 05 Mar 2022 08:37 AM (IST)

    રશિયામાં ફેસબુક અને ટ્વિટર પર પ્રતિબંધ

    યુક્રેન સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે રશિયાએ અગ્રણી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક અને ટ્વિટર પર પ્રતિબંધ લગાવી દીધો છે. રશિયન સરકારની સેન્સરશીપ એજન્સી રોસ્કોમનાડઝોરે આ પશ્ચિમી કંપનીઓ પર રશિયન રાજ્ય મીડિયા સાથે ભેદભાવપૂર્ણ વ્યવહાર કરવાનો આરોપ મૂક્યો છે.

  • 05 Mar 2022 08:35 AM (IST)

    સેમસંગે રશિયાને મોબાઈલ ફોન અને ઈલેક્ટ્રોનિક ચિપ્સની સપ્લાય બંધ કરી

  • 05 Mar 2022 08:27 AM (IST)

    યુક્રેને જર્મની પાસેથી શસ્ત્રો માંગ્યા

    યુક્રેને જર્મની પાસેથી ભારે હથિયારોની સપ્લાયની માંગણી કરી છે. એજન્સીના જણાવ્યા અનુસાર ટેન્ક, સબમરીન અને કોમ્બેટ હેલિકોપ્ટર પણ સામેલ છે. જર્મન સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે અનેક પુરવઠો શિપમેન્ટ માટે તૈયાર છે.

  • 05 Mar 2022 08:17 AM (IST)

    ચીને સંરક્ષણ બજેટ વધાર્યું

    ચીને 2022માં તેના સંરક્ષણ બજેટમાં વધારો કર્યો છે. બજેટ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચીનમાં સંરક્ષણ બજેટમાં 7.1 ટકાનો વધારો કરવામાં આવ્યો છે

     

  • 05 Mar 2022 08:11 AM (IST)

    દેશ છોડવાના સમાચાર બાદ પહેલીવાર દેખાયા રાષ્ટ્રપતિ ઝેલેન્સકી

    રશિયન મીડિયાએ દાવો કર્યો હતો કે યુક્રેનના રાષ્ટ્રપતિ યુદ્ધ દરમિયાન દેશ છોડીને ભાગી ગયા હતા. જે પછી ઝેલેન્સકી દેખાયા અને કહ્યું કે અમે રશિયન સેના સામે એક છીએ, છેલ્લા શ્વાસ સુધી લડીશું.

    આ પણ વાંચો : Russia and Ukraine War: દેશ છોડવાના સમાચાર બાદ પહેલીવાર દેખાયા રાષ્ટ્રપતિ ઝેલેન્સકી, કહ્યું છેલ્લા શ્વાસ સુધી લડીશું

  • 05 Mar 2022 08:10 AM (IST)

    અત્યાર સુધીમાં 11 હજાર ભારતીયોનું રેસ્કયુ મંત્રી મુરલીધરન

    કેન્દ્રીય વિદેશ રાજ્ય મંત્રી વી. મુરલીધરને ટ્વીટ કર્યું કે યુક્રેનમાંથી અત્યાર સુધીમાં 11,000 ભારતીયોને બહાર કાઢવામાં આવ્યા છે. નવી દિલ્હી એરપોર્ટ પર એર એશિયા ઇન્ડિયા દ્વારા 170 ભારતીયોના સમૂહને બહાર કાઢવામાં આવતા જોઈને આનંદ થયો.

  • 05 Mar 2022 07:56 AM (IST)

    યુક્રેનમાં 3700 ભારતીયો બંધક: રશિયા

    શિયાએ શુક્રવારે યુક્રેનિયનો પર વિવિધ શહેરોમાં 3,700 થી વધુ ભારતીય નાગરિકોને બળજબરીથી બંધક બનાવવાનો આરોપ લગાવ્યો હતો. રશિયાએ કહ્યું કે તેની સેના વિદેશી નાગરિકોના શાંતિપૂર્ણ સ્થળાંતર માટે શક્ય તમામ પ્રયાસો કરી રહી છે.   .

     

     

     

  • 05 Mar 2022 07:50 AM (IST)

    સોમવારે યુએનએસસીની બેઠક મળશે

    સૂત્રોનું કહેવું છે કે, યુક્રેનમાં માનવીય સ્થિતિ પર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ 7 માર્ચે બેઠક કરશે

  • 05 Mar 2022 07:48 AM (IST)

    રોમાનિયાથી 229 ભારતીયો પાછા ફર્યા

    ‘ઓપરેશન ગંગા’ હેઠળ, યુક્રેનથી 229 ભારતીય નાગરિકોને લઈને એક વિશેષ ઈન્ડિગો ફ્લાઈટ આજે રોમાનિયાના સુસેવાથી નવી દિલ્હી પહોંચી હતી.

     

Published On - 7:47 am, Sat, 5 March 22