રશિયા અને યુક્રેન (Russia-Ukraine war) વચ્ચે યુદ્ધ શરૂ થયાને એક મહિનો થવા જઈ રહ્યો છે અને હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. યુરોપમાં વધી રહેલા તણાવ વચ્ચે યુએસ પ્રમુખ જો બાઈડને (US president joe biden) ગઈકાલે વ્હાઈટ હાઉસથી યુરોપની ચાર દિવસની મુલાકાતે ગયા હતા અને હવે તેઓ બેલ્જિયમમાં છે, જ્યાં તેઓ યુક્રેનમાં રશિયન આક્રમણ અંગે ચર્ચા કરે તેવી અપેક્ષા છે. મુખ્ય સાથીદારો સાથે મુલાકાત કરશે. તેઓ સાથે મળીને નાટો (Extraordinary Summit of NATO)ની મહત્વપૂર્ણ ઈમરજન્સી બેઠકમાં પણ ભાગ લેશે.
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન બેલ્જિયમની રાજધાની બ્રસેલ્સ પહોંચી ગયા છે. બ્રસેલ્સ પહોંચ્યા પછી અમેરિકી રાષ્ટ્રપતિ કાર્યાલયે ટ્વિટર પર બાઈડનેને ટાંકીને કહ્યું, ‘બ્રસેલ્સમાં ઉષ્માભર્યું સ્વાગત કરવા બદલ વડાપ્રધાન એલેક્ઝાંડર ડી કોરોનો આભાર. હું આ અઠવાડિયે અમારા તમામ સાથીઓ અને ભાગીદારો સાથે નજીકથી કામ કરવા માટે આતુર છું કારણ કે અમે યુક્રેનમાં પુતિનની પસંદગીના યુદ્ધને પ્રતિસાદ આપવાનું ચાલુ રાખીએ છીએ.
Thank you Prime Minister @alexanderdecroo for the warm welcome in Brussels. I’m looking forward to our work together — with all our Allies and partners — this week as we continue responding to Putin’s war of choice in Ukraine. pic.twitter.com/oDsANcaZOr
— President Biden (@POTUS) March 23, 2022
રાષ્ટ્રપતિ બાઈડને બુધવારે યુએસ છોડ્યા પછી પત્રકારોને જણાવ્યું હતું કે “વાસ્તવિક ખતરો” છે કે રશિયા યુક્રેન યુદ્ધમાં રાસાયણિક હથિયારોનો ઉપયોગ કરી શકે છે. તેમણે કહ્યું કે તેઓ ગુરુવારે આ વિષય પર નેતાઓ સાથે વાતચીત કરશે. એવી આશંકા છે કે રશિયા યુક્રેનમાં રાસાયણિક અથવા પરમાણુ હથિયારોનો ઉપયોગ કરી શકે છે. બાઈડનનું પહેલા બ્રસેલ્સ પહોંચ્યા છે, જ્યાં તે નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન (નાટો)ની ઈમરજન્સી સમિટમાં હાજરી આપશે. તે યુરોપિયન યુનિયન અને G7 જૂથની બેઠકોમાં પણ ભાગ લેશે.
અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવને મંગળવારે વ્હાઈટ હાઉસમાં પત્રકારોને જણાવ્યું હતું કે, “પ્રમુખ બાઈડન નાટોની એક ઈમરજન્સી બેઠકમાં ભાગ લેશે, જેમાં નાટોના અન્ય 29 સભ્ય દેશોના નેતાઓ હાજરી આપશે.” તે જી-7 નેતાઓ ની સાથે બેઠક કરશે અને યુરોપિયન કાઉન્સિલના સત્ર દરમિયાન 27-સભ્ય EUના નેતાઓને સંબોધિત કરશે. તે યુક્રેનને સૈન્ય સહાય પૂરી પાડવાના આગામી તબક્કા અંગે પણ ચર્ચા કરી શકે છે.
બાઈડન બ્રસેલ્સથી પોલેન્ડ જવા રવાના થશે, જ્યાં તે નાટોના પ્રદેશની રક્ષા કરવામાં મદદ કરતા યુએસ સૈનિકો સાથે મુલાકાત કરશે અને માનવતાવાદી સહાય સાથે સંકળાયેલા નિષ્ણાતોને મળશે.
આ પણ વાંચો: Russia Ukraine War : રશિયાની ફરી અવળચંડાઈ, મારિયુપોલમાં રાહત કાર્યકરોને બંદી બનાવ્યા, 1 લાખથી વધુ લોકો ફસાયા