
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં દિવસે દિવસે તણાવ વધી રહ્યો છે. ત્યારે વધુ એક ક્રિમિયા બ્રિજ પર યુક્રેનના હુમલા બાદ રશિયાએ જોરદાર વળતો પ્રહાર કર્યો છે. યુક્રેનના હુમલા બાદ રશિયાએ વળતા પ્રહાર કર્યા છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમીર ઝેલેન્સ્કીના જણાવ્યા અનુસાર, રશિયાએ યુક્રેનનાં વિવિધ વિસ્તારોમાં 400થી વધુ ડ્રોન અને 110થી વધુ મિસાઈલો છોડ્યાં છે. આ હુમલામાં ઓછામાં ઓછા 8 લોકોનાં મોત થયા છે, જ્યારે બે ડઝનથી વધુ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ જણાવ્યું કે રશિયાએ શુક્રવારની રાત્રે મોટાપાયે હવાઈ હુમલો કર્યો હતો. તેમાં આશરે 400 થી વધારે ડ્રોન અને 110 મિસાઈલનો ઉપયોગ કરી હુમલો કરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે આ મિસાઈલોમાં 27 બેલિસ્ટિક મિસાઈલો (Ballistic Missiles) પણ સામેલ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. હુમલામાં રહેણાંક ઇમારતો, હોસ્પિટલો, ગોડાઉન અને રેલવે સાથે જોડાયેલા સ્થળોને નુકસાન પહોંચ્યું છે.
બંન્ને દેશો વચ્ચે યુદ્ધનો તણાવ વધતો રહેવાથી હુમલાના કારણે યુક્રેનની વીજળી વ્યવસ્થા પણ ખોરવાઈ ગઈ છે. વીજળી મથકો, સબસ્ટેશનો અને વીજળીની લાઇનોને નુકસાન થયું છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દેશના 11 વિસ્તારોમાં ઇમરજન્સી વીજકાપ લાગુ કરવામાં આવ્યો છે. અહેવાલો મુજબ 3 પરમાણુ વીજ મથકોએ પણ વીજ ઉત્પાદન ઘટ્યું છે.
રશિયાના હુમલાની સૌથી વધુ અસર યુક્રેનની રાજધાની કીવ (Kyiv)માં જોવા મળી હતી. અહેવાલ અનુસાર, અહીં છ લોકોનાં મોત થયા છે. જ્યારે પશ્ચિમ યુક્રેનના લ્વિવ (Lviv) શહેરમાં આવેલા રેલવે સ્ટેશન પાસે થયેલા હુમલામાં બે લોકોનાં મોત થયા છે. આ ઉપરાંત અનેક લોકો ઘાયલ થયા છે અને ઇમારતોને નુકસાન પહોંચ્યું છે.
ક્રિમિયા બ્રિજ રશિયાની મુખ્ય ભૂમિને ક્રિમિયા સાથે જોડતો મહત્ત્વપૂર્ણ માર્ગ છે. આ પુલનો ઉપયોગ રશિયન સેનાને સૈનિકો અને લશ્કરી સામગ્રી પહોંચાડવા માટે થાય છે. યુક્રેન દ્વારા આ પુલને નિશાન બનાવવામાં આવ્યા બાદ રશિયાએ જવાબી કાર્યવાહી કરવાની ચેતવણી આપી હતી. ત્યારબાદ થયેલા આ મોટા હુમલાને ક્રિમિયા બ્રિજ પરના હુમલા સાથે જોડીને જોવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો : ગંગા જળ સમજૂતીથી શેખ હસીનાના પ્રત્યાર્પણ સુધી, બાંગ્લાદેશ મુદ્દે ભારતી વિદેશ મંત્રાલયે આપ્યો પોઈન્ટ ટુ પોઈન્ટ જવાબ