Russia-Ukraine Crisis : 29 દેશે UNHRCમાં કટોકટીની ચર્ચાની તરફેણમાં મતદાન કર્યું, ભારત સહિત 13 દેશે મતદાન ન કર્યું

|

Mar 01, 2022 | 11:45 AM

યુક્રેનના જિનીવા સ્થિત સંયુક્ત રાષ્ટ્ર (UN)માં કાયમી મિશને જણાવ્યું હતું કે, ''રશિયન સૈન્ય ખાસ કરીને બાલમંદિરો અને અનાથાશ્રમ, હોસ્પિટલો અને ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સને નિશાન બનાવીને લોકોમાં ગભરાટ ફેલાવવાનો પ્રયાસ કરી રહયું છે.''

Russia-Ukraine Crisis : 29 દેશે UNHRCમાં કટોકટીની ચર્ચાની તરફેણમાં મતદાન કર્યું, ભારત સહિત 13 દેશે મતદાન ન કર્યું
29 countries voted in favor of UNHRC crisis discussion

Follow us on

Russia-Ukraine Crisis : 29 દેશોએ UNHRCમાં કટોકટીની ચર્ચાની તરફેણમાં મતદાન કર્યું, ભારત સહિત 13 દેશોએ મતદાન ન કર્યું. રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને સમાપ્ત કરવા માટે આંતરરાષ્ટ્રીય હલચલ તેજ થઇ છે. આ યુદ્ધને કારણે હજારો લોકોએ જીવ ગુમાવ્યો છે. યુનાઈટેડ નેશન્સ હ્યુમન રાઈટ્સ કાઉન્સિલ (UNHRC) એ રશિયા-યુક્રેન યુદ્ધ બાબતે ઈમરજન્સી ચર્ચા માટે ગઇકાલે મત આપ્યો છે જે 29 દેશના મતોથી પસાર થયો હતો.

એટલે કે UNHRC કાઉન્સિલના સભ્યોએ તેની તરફેણમાં મતદાન કર્યું છે. જ્યારે ભારત સહિત 13 દેશો આ મતદાન પ્રક્રિયાથી દૂર રહ્યા હતા. જેમાં રશિયા, ચીન, એરિટ્રિયા, ક્યુબા અને વેનેઝુએલા સહિત 5 દેશોએ આ વિનંતીના વિરોધમાં મતદાન કર્યું હતું. અત્રે ભારત ઉપરાંત, આર્મેનિયા, ગેબોન, કેમરૂન, કઝાકિસ્તાન, મોરિટાનિયા, નામીબિયા, પાકિસ્તાન, સેનેગલ, સોમાલિયા, સુદાન, સંયુક્ત આરબ અમીરાત અને ઉઝબેકિસ્તાન સહિતના 13 દેશો આ મતદાન પ્રક્રિયાથી દૂર રહ્યા છે. UNHRC હવે આગામી ગુરુવારે તાકીદની ચર્ચા કરશે.

ડ્રાફ્ટ પ્રસ્તાવ પર વિચારણા થઈ શકે છે –

આ ચર્ચા દરમિયાન, બધા રાષ્ટ્રો યુક્રેન દ્વારા પ્રસ્તાવિત ડ્રાફ્ટ પ્રસ્તાવ પર વિચાર કરી શકે છે. આ પૂર્વે પણ ભારતે સંયુક્ત રાષ્ટ્ર (UN)માં યુક્રેન મુદ્દે મતદાનમાં ભાગ લીધો ન હતો. યુનાઈટેડ નેશન્સ હ્યુમન રાઈટ્સ કાઉન્સિલે ગઇકાલે કથિત માનવઅધિકાર ઉલ્લંઘનના તપાસ પ્રસ્તાવ પર વિચારણા કરવા માટે યુક્રેન પર તાત્કાલિક ચર્ચા યોજવા માટે મત આપ્યો હતો.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

યુક્રેન તરફથી શું કહેવામાં આવ્યું ??

યુક્રેનના જિનીવા સ્થિત સંયુક્ત રાષ્ટ્ર (UN)માં કાયમી મિશને જણાવ્યું હતું કે, ”રશિયન સૈન્ય ખાસ કરીને બાલમંદિરો અને અનાથાશ્રમ, હોસ્પિટલો અને ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સને નિશાન બનાવીને લોકોમાં ગભરાટ ફેલાવવાનો પ્રયાસ કરી રહયું છે. ફિલિપેન્કોએ દાવો કર્યો હતો કે રશિયા દ્વારા યુક્રેન પર કરાયેલો હુમલો ફક્ત રશિયા પર જ નહીં, પરંતુ ‘યુએનના દરેક સભ્ય દેશ, યુએન અને આ સંસ્થાને સુરક્ષિત કરવા માટે રચાયેલ સિદ્ધાંતો’ પર પણ હતો.”

 

આ પણ વાંચો – Russia Ukraine War Live Updates: રાજધાની કિવ પર મોટા હુમલાની તૈયારીમાં રશિયા, ઓસ્ટ્રેલિયા બાદ હવે તાઈવાને મદદ મોકલી છે

 

આ પણ વાંચો – UNમાં Ukraine-Russia એ એકબીજા પર તાક્યુ નિશાન, યુક્રેને હુમલો રોકવા માગ કરી, રશિયાએ કહ્યું અમે દુશ્મનીની શરૂઆત નથી કરી

 

આ પણ વાંચો – છોડમાંથી તૈયાર કરવામાં આવી કોરોનાની નવી વેક્સિન ‘કોવિફેંઝ’, તમામ વેરિઅન્ટ્સ પર 71 ટકા અસરકાર, જાણો કેવી રીતે કરે છે કામ

Published On - 11:43 am, Tue, 1 March 22

Next Article