અમેરિકા (America) અને બ્રિટન બાદ હવે જાપાને (Japan) પણ રશિયા (Russia) પર પ્રતિબંધો લગાવ્યા છે. ઉલ્લેખનીય છે કે, જાપાન કેબિનેટે રશિયા સામે વધારાના પ્રતિબંધોને મંજૂરી આપી છે. જાપાને પુતિનની(President Vladimir putin) દીકરીઓ અને વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવની પત્ની સહિત 398 રશિયન વ્યક્તિઓની સંપત્તિ જપ્ત કરી છે. જાપાનના વડા પ્રધાન ફ્યુમિયો કિશિદાએ શુક્રવારે કહ્યું કે યુક્રેન પર આક્રમણ કરનારા દેશ પરની તેની નિર્ભરતા ઘટાડવા માટે જાપાન રશિયન કોલસાની આયાતને સમાપ્ત કરશે તે પછી પ્રતિબંધોની જાહેરાત કરવામાં આવી હતી. આ નિર્ણયનો હેતુ મોસ્કોને સજા આપવાનો હતો.
જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદાએ વધુમાં કહ્યું કે, અમે રશિયાથી કોલસાની આયાતને સંપૂર્ણપણે બંધ કરવાનો પ્રયાસ કરીશું. કોલસાની સમસ્યાને દૂર કરવા માટે જાપાન રશિયામાંથી આવતા કોલસાનો વિકલ્પ શોધશે, જેથી દેશના ઉદ્યોગો અને નાગરિકોને તેની અછતનો સામનો ન કરવો પડે. યુક્રેન પર રશિયાના હુમલા પછી દેશે 130 રશિયન સ્થાપનો અને ઓછામાં ઓછા 101 નાગરિકો પર પ્રતિબંધ મૂક્યો છે.
બ્રિટને તેના પ્રતિબંધોની સૂચિમાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની બે દીકરીઓનો પણ સમાવેશ કર્યો છે. અમેરિકા અને યુરોપિયન યુનિયન (European Union) દ્વારા લેવામાં આવેલા પગલાને પગલે તેણે આ કાર્યવાહી કરી છે. બ્રિટિશ સરકારે શુક્રવારે જણાવ્યું હતું કે તેણે પુતિનની પુત્રીઓ – કેટરિના તિખોનોવા અને મારિયા વોરોન્ટોવા અને રશિયન વિદેશ પ્રધાન સેર્ગેઈ લવરોવની પુત્રી યાકાટેરીના વિનોકુરોવાની સંપત્તિ જપ્ત કરી છે અને તેમના પર મુસાફરી પ્રતિબંધો લાદ્યા છે. બ્રિટને કહે છે કે તેણે 24 ફેબ્રુઆરીએ યુક્રેન પર રશિયન હુમલા બાદ 16 બેંકો સહિત 1,200 રશિયન નાગરિકો અને વ્યવસાયો પર પ્રતિબંધો લાદ્યા છે.
યુનાઇટેડ સ્ટેટ્સે તાજેતરમાં કહ્યું હતું કે, તે યુક્રેન આક્રમણ પર રશિયા પર નવા પ્રતિબંધો લાદશે, પ્રતિબંધોની નવી સૂચિમાં રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિનની બંને દીકરીઓને પણ નિશાન બનાવવામાં આવશે. આ અગાઉ બ્રિટને પણ રાષ્ટ્રપતિ પુતિનની બંને દિકરીઓ પર પ્રતિબંધ લગાવી દીધો હતો.
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-