Russia Ukraine War: યુદ્ધવિરામની જાહેરાત છતા રશિયાના રોકેટ હુમલા ચાલુ, કેટલાક વિસ્તારોમાં ભીષણ લડાઈ

|

Mar 08, 2022 | 1:31 PM

રશિયાએ યુક્રેનમાં યુદ્ધવિરામની જાહેરાત કરી છે અને સાથે માનવ કોરિડોર ખોલવાની પણ વાત કરી છે,પરંતુ હાલ સ્થિતિ કંઈક જુદી જ જોવા મળી રહી છે.

Russia Ukraine War: યુદ્ધવિરામની જાહેરાત છતા રશિયાના રોકેટ હુમલા ચાલુ, કેટલાક વિસ્તારોમાં ભીષણ લડાઈ
Russia Ukraine War

Follow us on

Russia Ukraine War:  રશિયાએ નાગરિકોને બહાર કાઢવા માટે સોમવાર સવારથી યુદ્ધવિરામ સાથે ઘણા વિસ્તારોમાં માનવ કોરિડોર (Human Corridor) ખોલવાની જાહેરાત કરી છે.જો કે ખાલી કરાવવાના માર્ગો મોટાભાગે રશિયા (Russia) અને તેના સાથી દેશો બેલારુસ તરફ જઈ રહ્યા છે.નાગરિકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે કે કેમ? તે અંગે હાલ કોઈ સ્પષ્ટીકરણ જોવા મળી રહ્યુ નથી. કોરિડોરની જાહેરાત છતાં, રશિયન દળોએ કેટલાક યુક્રેનિયન શહેરો પર રોકેટ હુમલા(Rocket Attack)  અને કેટલાક વિસ્તારોમાં ભીષણ લડાઈ ચાલુ રાખી છે.

યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી

ઉત્તર,દક્ષિણ અને મધ્ય યુક્રેનના શહેરોમાં રશિયા દ્વારા ગોળીબાર ચાલુ હોવાથી હજારો યુક્રેનિયનો હાલ સુરક્ષિત રીતે દેશથી બહાર નીકળવા પ્રયાસ કરી રહ્યા છે. રશિયન સંરક્ષણ મંત્રાલયે સોમવારે જણાવ્યું હતું કે રાજધાની કિવ, દક્ષિણી બંદર શહેર મેરીયુપોલ, યુક્રેનના બીજા સૌથી મોટા શહેર ખાર્કિવ અને સુમીમાંથી નાગરિકોને બહાર કાઢવા માટે યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી છે.

રશિયા-બેલારુસ તરફ જતા રસ્તાઓ

નવા યુદ્ધવિરામ પ્રસ્તાવમાં મોટાભાગના બહાર નીકળવાના માર્ગો રશિયા અથવા તેના સાથી બેલારુસ તરફ છે. યુક્રેનના નાયબ વડા પ્રધાન ઇરિના વેરેશચુકે આ પગલાંને “અસ્વીકાર્ય” ગણાવ્યું હતું.તેમજ યુક્રેનિયન સરકારે આઠ માર્ગો પ્રસ્તાવિત કર્યા તે ખોલવા જણાવ્યુ હતુ.

IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ

બેઠકનો ત્રીજો રાઉન્ડ યોજાયો

તમને જણાવી દઈએ કે,સોમવારે રશિયા અને યુક્રેન વચ્ચે ત્રીજા રાઉન્ડની વાતચીત યોજાઈ હતી. વાટાઘાટો પછી યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમિર ઝેલેન્સકીના (Volodymyr Zelenskyy) સલાહકારે કહ્યું કે, સુરક્ષિત કોરિડોર બનાવવા માટે થોડી પ્રગતિ થઈ છે. જો કે, તેમણે બેઠકની વધુ વિગતો શેર કરી ન હતી. આ ઉપરાંત યુદ્ધમાં મૃત્યુઆંક અંગે પણ સ્પષ્ટતા થઈ નથી. ખાર્કિવ પ્રદેશ પોલીસે સોમવારે જણાવ્યું હતું કે ત્યાં 209 લોકો મૃત્યુ પામ્યા છે, જેમાંથી 133 નાગરિક હતા.

17 મિલિયનથી વધુ લોકોએ સુરક્ષિત સ્થળોએ આશરો લીધો

UN શરણાર્થી એજન્સીનું કહેવું છે કે અત્યાર સુધીમાં 17 મિલિયનથી વધુ લોકોએ યુદ્ધગ્રસ્ત યુક્રેન છોડીને સુરક્ષિત સ્થળોએ આશરો લીધો છે. શહેરોમાં ગોળીબારમાં અન્ય ઘણા લોકો ફસાયા છે. મેરીયુપોલમાં ખોરાક, પાણી અને દવાઓની અછત છે. યુક્રેનિયન સત્તાવાળાઓએ કિવના ઉપનગરોમાં વિનાશક દ્રશ્ય વચ્ચે નાગરિકોને બહાર કાઢવામાં થઈ રહેલી મુશ્કેલી અંગે પણ જાણ કરી છે.

આ પણ વાંચો : રશિયા-યુક્રેનને વારંવાર કહેવા છતાં સુમીમાં ફસાયા છે ભારતીયો,  ન બની શક્યો હ્યુમન કોરિડોર, UNમાં ભારતે વ્યક્ત કરી ચિંતા

Next Article