રશિયા અને યુક્રેન વચ્ચે એક વર્ષથી વધુ સમયથી ચાલી રહેલ યુદ્ધનો અંત આવે તેમ લાગતું નથી. તેમની વચ્ચે શાંતિ માટે તમામ દેશો પ્રયાસો પણ કરી રહ્યા છે. આ દરમિયાન સોમવારે રશિયાએ ફરી એકવાર પૂર્વ યુક્રેનના પોકરોવસ્ક શહેર પર મિસાઈલ વડે હુમલો કર્યો હતો. જેમાં એક રહેણાંક મકાનને નિશાન બનાવવામાં આવ્યું હતું, જેના કારણે પાંચ લોકોના મોત થયા હતા. 31 લોકો ઘાયલ થયા છે.
યુક્રેને રશિયાના આ હુમલાની નિંદા કરી હતી. રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ કહ્યું કે મોસ્કોએ રહેણાંક મકાન પર હુમલો કર્યો હતો. આ અંગે તેણે એક વીડિયો પણ શેર કર્યો છે. હાલ હુમલા બાદ રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. ટ્વિટર પર પોતાની પોસ્ટમાં ઝેલેન્સકીએ લખ્યું છે કે કાટમાળ હજુ પણ હટાવવામાં આવી રહ્યો છે.
રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ કહ્યું કે આપણે કોઈપણ કિંમતે રશિયાના આતંકને રોકવો પડશે. ઝેલેન્સકીએ દુનિયાભરના દેશોને અપીલ કરી હતી કે જે કોઈ પણ યુક્રેનને રશિયા વિરુદ્ધ મદદ કરશે તે આતંકવાદીઓને હરાવી દેશે. કારણ કે રશિયાએ આ યુદ્ધમાં જે કર્યું છે તેના માટે તેને જવાબદાર ઠેરવવું પડશે.
The city of Pokrovsk, Donetsk region. Donbas, from which Russia is trying to leave only broken and scorched stones. Two missile strikes. An ordinary residential building was hit. Unfortunately, there are victims. Rescuers and all necessary services are on the scene. The rescue of… pic.twitter.com/zsIA7dR6HR
— Володимир Зеленський (@ZelenskyyUa) August 7, 2023
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, યુક્રેનના મંત્રી ઇગોર ક્લિમેન્કોએ પણ ટેલિગ્રામ પર આ હુમલાની જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે આ હુમલામાં પાંચ લોકોએ જીવ ગુમાવ્યા છે. તે જ સમયે, અન્ય એક હુમલામાં, ડોનેત્સ્ક વિસ્તારના એક અધિકારીનું મૃત્યુ થયું છે. તેમણે કહ્યું કે આ હુમલાઓમાં અત્યાર સુધીમાં 31 લોકો ઘાયલ થયા છે. જેમાં 19 પોલીસકર્મી, પાંચ બચાવકર્તા અને એક બાળકનો સમાવેશ થાય છે.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો