Russia Ukraine War : રશિયાએ એક કલાકમાં ઝાપોરિઝિયા પર 17 વખત મિસાઈલથી કર્યો હુમલો, ઉર્જા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને બનાવ્યું નિશાન

રશિયાએ ઝાપોરિઝિયા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ (ZNPP) પર હુમલો કર્યો, જે એકમો અને ઉત્પાદનની સંખ્યા દ્વારા યુરોપનો સૌથી મોટો પરમાણુ પાવર પ્લાન્ટ છે.

Russia Ukraine War : રશિયાએ એક કલાકમાં ઝાપોરિઝિયા પર 17 વખત મિસાઈલથી કર્યો હુમલો, ઉર્જા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને બનાવ્યું નિશાન
રશિયાએ એક કલાકમાં ઝાપોરિઝિયા પર 17 વખત મિસાઈલથી કર્યો હુમલો, ઉર્જા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને બનાવ્યું નિશાન
Image Credit source: Google
| Edited By: | Updated on: Feb 10, 2023 | 3:53 PM

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધને લગભગ એક વર્ષ થઈ ગયું છે. ન તો યુક્રેન ઝુકવા તૈયાર છે કે ન તો તેના પર રશિયન મિસાઈલોના હુમલા અટકી રહ્યા નથી. દરમિયાન એવા સમાચાર છે કે રશિયાએ યુક્રેનના ઝાપોરિઝિયા શહેરને નિશાન બનાવ્યું છે.

ધ કિવ ઈન્ડિપેન્ડન્ટે અહેવાલ મુજબ રશિયન મિસાઈલોએ શુક્રવારે સવારે યુક્રેનના મુખ્ય ઉર્જા ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવ્યું હતું, રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે રશિયન મિસાઇલોએ એક કલાકની અંદર 17 વાર શહેર પર હુમલો કર્યો. ખાર્કિવના મેયર ઇહોર તેરેખોવના જણાવ્યા અનુસાર, રશિયન દળોએ સવારે 4:00 વાગ્યે હુમલો શરૂ કર્યો હતો.

યુરોપના સૌથી મોટા ન્યુક્લિયર પ્લાન્ટ પર હુમલો

રશિયાએ જેના પર હુમલો કર્યો તે ડીનીપ્રો નદીના કિનારે બનેલો ઝાપોરિઝિયા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ (ZNPP) એકમોની સંખ્યા અને ઉત્પાદનની દ્રષ્ટિએ યુરોપનો સૌથી મોટો ન્યુક્લિયર પાવર પ્લાન્ટ છે.

આ પણ વાચો: India Russia Oil Deal: ભારત રશિયા પાસેથી ખરીદશે ક્રુડ, અમેરિકા નહીં ઉઠાવે સવાલ, US આખરે ભારત સામે ઝૂક્યું

ગયા વર્ષે ફેબ્રુઆરીમાં જ્યારે યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ શરૂ થયું ત્યારે ઝપ્રેઝિયાનો મોટો વિસ્તાર રશિયન સેનાના કબજા હેઠળ આવ્યો છે. ત્યારથી અત્યાર સુધી આ વિસ્તારમાં બંને સેનાઓ વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે.

ઝેલેન્સકીએ ફ્રાન્સ અને બ્રિટન પાસે માંગી મદદ

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકી યુદ્ધ વચ્ચે ફ્રાન્સ પહોંચ્યા. તેમને ફ્રાન્સ તરફથી સંપૂર્ણ મદદનું આશ્વાસન પણ મળ્યું છે. રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને ટ્વીટ કર્યું, યુક્રેન ફ્રાન્સ પર વિશ્વાસ કરી શકે છે. મેક્રોને પેરિસમાં યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમિર ઝેલેન્સકી સાથે જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ સાથે મુલાકાત કરી. અગાઉ જેલેન્સ્ક બ્રિટનના પ્રવાસે હતા. તેમણે બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક સાથે વાત કરી અને સાંસદોને પણ સંબોધિત કર્યા.

અમારા બહાદુર સૈનિકો વતી તમારી સમક્ષ ઉભો છું

આ દરમિયાન તેણે કહ્યું હતું કે રશિયા તેમના દેશ સામે યુદ્ધ હારી જશે. તેમણે રશિયન આક્રમણના પ્રથમ દિવસથી યુક્રેનને સમર્થન આપવા બદલ બ્રિટિશ લોકોનો આભાર માન્યો. ઝેલેન્સકીએ બ્રિટિશ સંસદને કહ્યું, હું અમારા બહાદુર સૈનિકો વતી તમારી સમક્ષ ઉભો છું જેઓ હવે તોપોનો સામનો કરી રહ્યા છે. તેમણે વેસ્ટમિન્સ્ટર હોલમાં કહ્યું અમે જાણીએ છીએ કે સ્વતંત્રતા જીતશે અને રશિયાનો પરાજય થશે.

Published On - 3:52 pm, Fri, 10 February 23