રશિયાએ તેના સ્પેસ રોકેટ પર યુએસના પ્રતિબંધોની વચ્ચે ભારતીય ધ્વજ અકબંધ રાખ્યો

અત્રે નોંધનીય છે કે ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં રશિયા વિરુદ્ધ મતદાન કરવાથી દૂર રહ્યું હતું. ભારતીય રાષ્ટ્રધ્વજ સાથે સ્પેસશીપને ફરીથી રંગવાનો વીડિયો સોશિયલ મીડિયા પર અત્યારે ખૂબ વાયરલ થયો છે. ભારત પર હાલમાં રશિયા વિરુદ્ધ જવા માટે વૈશ્વિક દબાણ સતત વધી રહ્યું છે.

રશિયાએ તેના સ્પેસ રોકેટ પર યુએસના પ્રતિબંધોની વચ્ચે ભારતીય ધ્વજ અકબંધ રાખ્યો
| Edited By: | Updated on: Mar 03, 2022 | 6:47 PM

રશિયા-યુક્રેન વચ્ચેના (Russia-Ukraine War) યુદ્ધનો આજે 8મો દિવસ છે. સમગ્ર વિશ્વ અત્યારે આ યુદ્ધ બંધ કરાવવા માટે એકજુથ થઈ રહ્યું છે. બ્રિટન, અમેરિકા જેવા મોટા રાષ્ટ્રો દ્વારા રશિયા પર અનેક પ્રતિબંધો લગાવવામાં આવી રહ્યા છે. ત્યારે રશિયા દ્વારા તેના સ્પેસ રોકેટ પર ભારતનો રાષ્ટ્રધ્વજ અકબંધ રાખવામાં આવ્યો છે અને અમેરિકા અને બ્રિટનના રાષ્ટ્રધ્વજને હટાવી લેવામાં આવ્યો છે. ભારત પર હાલમાં રશિયા વિરુદ્ધ જવા માટે વૈશ્વિક દબાણ સતત વધી રહ્યું છે.

રશિયન સ્પેસ એજન્સી ROSCOSMOSએ રશિયન સ્પેસ રોકેટને ફરીથી રંગવાનો એક વીડિયો ટ્વીટર શેર કર્યો છે અને કેપ્શનમાં કહ્યું કે તે કેટલાક રાષ્ટ્રધ્વજ વિના વધુ સુંદર દેખાશે. રશિયા-યુક્રેન યુદ્ધ હવે અવકાશમાં પહોંચી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે રશિયાએ તેના સ્પેસ રોકેટ પર યુએસ, યુકે અને જાપાનના ધ્વજને આવરી લેવા માટે સ્પેસ રોકેટને ફરીથી નવા રંગ સાથે પેઈન્ટ કર્યું છે. જોકે રશિયાએ રોકેટ પર ભારતીય રાષ્ટ્રધ્વજ અકબંધ રાખ્યો હતો. રશિયન સ્પેસ એજન્સી રોસકોસ્મોસે રોકેટને ફરીથી પેઈન્ટ કર્યું છે અને કહ્યું છે કે રોકેટ કેટલાક રાષ્ટ્રધ્વજ વિના વધુ સુંદર દેખાશે.

રશિયન સ્પેસ એજન્સી રોસ્કોસમોસના વડા દિમિત્રી રોગોઝિને ગઈકાલે રશિયન સ્પેસ રોકેટ પર દોરવામાં આવેલા ચોક્કસ ધ્વજને આવરી લેતા વર્કર્સનો એક વીડિયો શેર કર્યો હતો. સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરતા રોગોઝિને લખ્યું કે, “સતાધારીઓએ એક નિર્ણય લીધો છે કે કેટલાક દેશોના રાષ્ટ્રધ્વજ વિના, અમારું રોકેટ વધુ સુંદર દેખાશે.”

યુક્રેન પર રશિયાના આક્રમણને લઈને યુએસ, યુકે અને જાપાન દ્વારા રશિયા પર પ્રતિબંધો લાદવામાં આવ્યા પછી આ નિર્ણય રશિયા દ્વારા લેવામાં આવ્યો છે.

 

રશિયા દ્વારા રાષ્ટ્રધ્વજને ઢાંકવા એ તેમના પરના આ દેશોએ નાંખેલા પ્રતિબંધોના બદલો તરીકે દર્શાવવામાં આવ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે રશિયન સ્પેસ એજન્સીએ ભારતીય રાષ્ટ્રધ્વજને ત્રિરંગાને અકબંધ રાખ્યો છે, આ વીડિયો નિહાળ્યા બાદ તમારું માથું ગર્વથી જરૂર ઊંચું થઈ જ જશે. 

અત્રે નોંધનીય છે કે ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં રશિયા વિરુદ્ધ મતદાન કરવાથી દૂર રહ્યું હતું. ભારતીય રાષ્ટ્રધ્વજ સાથે સ્પેસશીપને ફરીથી રંગવાનો વીડિયો સોશિયલ મીડિયા પર અત્યારે ખૂબ વાયરલ થયો છે.

અમેરિકાએ રશિયા પર વધારાના પ્રતિબંધો લાદ્યા છે 

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને ગઈકાલે રશિયા અને તેના સાથીરાષ્ટ્ર બેલારુસ સામે વધારાના પ્રતિબંધોની જાહેરાત કરી છે. જે અંતર્ગત રશિયન તેલ શુદ્ધિકરણ, રશિયન અને બેલારુસિયન સૈન્યને ટેકો આપતી સંસ્થાઓને ટાર્ગેટ કરતા નિકાસ નિયંત્રણોને વિસ્તૃત કરવા સહિતના પ્રતિબંધોની જાહેરાત કરવામાં આવી હતી.

જો બાઈડને આગળ જણાવ્યું કે ”આજે, યુનાઈટેડ સ્ટેટ્સ, સાથી અને ભાગીદારો સાથે સંકલન કરીને યુક્રેન પર રશિયાના રાષ્ટ્રપતિ પુતિનના ઘાતકી આક્રમણના જવાબમાં રશિયા અને બેલારુસ પર વધારાના આર્થિક પ્રતિબંધો લાદી રહ્યું છે. યુક્રેન પર પુતિનના આક્રમણને સક્ષમ કરવા માટે યુનાઈટેડ સ્ટેટ્સ બેલારુસને જવાબદાર ઠેરવવા પગલાં લેશે. આ ઉપરાંત આગામી વર્ષો માટે રશિયન સંરક્ષણ ક્ષેત્ર અને તેની સૈન્ય શક્તિને નબળી પાડવી, રશિયાના સંપત્તિના સૌથી મહત્વપૂર્ણ સ્ત્રોતોને નિશાન બનાવવું અને રશિયન એરલાઈન્સને યુએસ એરસ્પેસથી પ્રતિબંધિત કરવું- આ તમામ પ્રતિબંધો સમાવિષ્ટ કરાય છે.”

 

આ પણ વાંચો – આ યુવક આજે ખેડૂતોને ઓર્ગેનિક હળદરની ખેતીમાં કરાવી રહ્યો છે લાખોની કમાણી