Russia-Ukraine: યુક્રેન પર ‘મહાકાય બોમ્બ’થી હુમલો કરી શકે છે રશિયા ! વ્લાદિમીર પુતિને યુદ્ધ માટે બનાવી ખતરનાક યોજના

Russia-Ukraine Tensions : નાટોના વડા જેન્સ સ્ટોલ્ટનબર્ગે (Jens Stoltenberg)જર્મન પ્રસારણકર્તા એઆરડી સાથે વાત કરતા કહ્યું, "દરેક સંકેતો એ સંકેત આપી રહ્યા છે કે રશિયા યુક્રેન વિરુદ્ધ સંપૂર્ણ હુમલાની યોજના બનાવી રહ્યું છે.

Russia-Ukraine: યુક્રેન પર મહાકાય બોમ્બથી હુમલો કરી શકે છે રશિયા ! વ્લાદિમીર પુતિને યુદ્ધ માટે બનાવી ખતરનાક યોજના
Father's of All Bombs (Photo Credit-1TV.RU)
| Edited By: | Updated on: Feb 21, 2022 | 4:59 PM

રશિયાના (Russia) રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન (Vladimir Putin) યુક્રેન (Ukraine) ઉપર 44 ટન TNT સમકક્ષ ‘મહાબોમ્બ’ છોડવાના છે. યુક્રેન સાથે વધી રહેલા તણાવ વચ્ચે આવો દાવો કરવામાં આવી રહ્યો છે. આ બોમ્બને ‘ફાધર ઓફ ઓલ બોમ્બ’ (Father’s of All Bombs) કહેવામાં આવે છે અને તેનું વજન 7000 કિલોથી વધુ છે. આ માહિતી એવા સમયે સામે આવી છે જ્યારે નાટોએ ચેતવણી આપી છે કે રશિયા યુક્રેન (Russia-Ukraine Tensions) વિરૂદ્ધ સંપૂર્ણ યુદ્ધ શરૂ કરવાની યોજના બનાવી રહ્યું છે. સુપર-પાવરફુલ બિન-પરમાણુ બોમ્બ 44 ટનથી વધુ TNT ની સમકક્ષ વિસ્ફોટ કરે છે.

સંરક્ષણ સૂત્રોએ મિરરને જણાવ્યું કે રશિયન રાષ્ટ્રપતિએ યુક્રેન પર બોમ્બ ફેકવાનો આદેશ આપ્યો છે. આ વિનાશક હથિયાર જેટમાંથી છોડવામાં આવે છે. તે હવાની મધ્યમાં વિસ્ફોટ કરે છે અને આ બોમ્બ નાના વ્યૂહાત્મક પરમાણુ હથિયારની સમાન અસર પેદા કરે છે. મહાન બોમ્બના વિસ્ફોટ પછી, મોટાભાગનું નુકસાન સુપરસોનિક શોકવેવ્સ અને અત્યંત ઊંચા તાપમાનને કારણે થાય છે.

સૂત્રોએ જણાવ્યું કે આ બોમ્બ ફેકવાની સાથે જ યુદ્ધ શરૂ થઈ જશે. પુતિનનો ઈરાદો બોમ્બ ફેકવાથી થયેલા નુકસાનથી યુક્રેનિયન લોકોનું મનોબળ તોડવાનો છે. કહેવાય છે કે આ બોમ્બનો ઉપયોગ સીરિયામાં પણ કરવામાં આવ્યો હતો.

નાટોએ કહ્યું- રશિયા યુદ્ધ માટે તૈયાર થઈ રહ્યું છે

સૂત્રોએ જણાવ્યું કે, એકવાર બોમ્બ ઝીંકાયા બાદ તેની અસર ભયંકર થશે. તે લગભગ એક મનોવૈજ્ઞાનિક શસ્ત્ર છે અને તે મોટા પાયે જાનહાનિ તેમજ ટેંકને નુકસાન પહોંચાડશે. બોમ્બ અંગેની માહિતી નાટોની ચેતવણી બાદ આવે છે. નાટોએ કહ્યું છે કે યુક્રેન પર હુમલાના વધતા ભય વચ્ચે રશિયા યુદ્ધ માટે તૈયાર થઈ રહ્યું છે. નાટોના વડા જેન્સ સ્ટોલ્ટનબર્ગે જર્મન પ્રસારણકર્તા એઆરડી સાથે વાત કરતા કહ્યું કે, “દરેક સંકેત એ વાતનો સંકેત આપે છે કે રશિયા યુક્રેન વિરુદ્ધ સંપૂર્ણ હુમલાની યોજના બનાવી રહ્યું છે.” અમે સંમત છીએ કે યુક્રેન પર હુમલાનો ખતરો ઘણો વધારે છે.

બાઈડન અને પુતિન મળશે

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન રશિયા અને યુક્રેન વચ્ચે વધતા યુદ્ધના જોખમ વચ્ચે તેમના રશિયન સમકક્ષ વ્લાદિમીર પુતિન સાથે બેઠક કરવા માટે તૈયાર છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનની મધ્યસ્થીથી આ સ્થિતિ સર્જાઈ છે. અમેરિકાએ સતત ચેતવણી આપી છે કે રશિયા ગમે ત્યારે યુક્રેન પર હુમલો કરી શકે છે અને જો તે આવું કરશે તો રશિયા પર કડક પ્રતિબંધ લગાવવાની ચેતવણી પણ આપી છે. જો કે, રશિયાએ આવું કરવાનો ઇનકાર કર્યો છે. એક અનુમાન મુજબ, રશિયાએ યુક્રેનની સરહદો પર તેના 1,50,000 સૈનિકો તૈનાત કર્યા છે, જ્યારે 30 જાન્યુઆરી સુધીમાં માત્ર એક લાખ સૈનિકો હતા.

આ પણ વાંચોઃ

યુદ્ધ ટાળવાના પ્રયાસો વધુ તીવ્ર બન્યા, પૂર્વી યુક્રેનમાં યુદ્ધવિરામ અંગે પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોન અને વ્લાદિમીર પુટિન વચ્ચે કરાર

આ પણ વાંચોઃ

Russia-Ukraine Conflict: યુદ્ધના જોખમ વચ્ચે ભારતે તેના નાગરિકો અને વિદ્યાર્થીઓને યુક્રેન છોડવાની સલાહ આપી

Published On - 4:44 pm, Mon, 21 February 22