રશિયાએ બ્રિટિશ PM બોરિસ જોન્સનને તેમના દેશમાં પ્રવેશ પર મૂક્યો પ્રતિબંધ, UKના પ્રતિબંધોના જવાબમાં કરી કાર્યવાહી

|

Apr 16, 2022 | 5:58 PM

રશિયાના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોન્સન (Boris Johnson) અને ટોચના અધિકારીઓને રશિયામાં પ્રવેશવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

રશિયાએ બ્રિટિશ PM બોરિસ જોન્સનને તેમના દેશમાં પ્રવેશ પર મૂક્યો પ્રતિબંધ, UKના પ્રતિબંધોના જવાબમાં કરી કાર્યવાહી
Boris Johnson (File Photo)

Follow us on

રશિયાએ (Russia) તેમના પર લગાવવામાં આવેલા પ્રતિબંધોના જવાબમાં બ્રિટિશ (Britain) વડાપ્રધાન બોરિસ જોન્સન (Boris Johnson) અને ઉચ્ચ અધિકારીઓને તેમના દેશમાં આવવા પર પ્રતિબંધ મૂક્યો છે. સમાચાર એજન્સી એએફપીએ રશિયન વિદેશ મંત્રાલયને ટાંકીને આ માહિતી આપી છે. રશિયાએ કહ્યું કે તેણે બ્રિટિશ પીએમ બોરિસ જોન્સન, વિદેશ મંત્રી લિઝ ટ્રસ (Liz Truss) અને અન્ય કેટલાક કેબિનેટ મંત્રીઓને દેશમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂક્યો છે. યુક્રેન (Ukraine) સામે યુદ્ધ શરૂ થયા બાદ મોસ્કોને અલગ કરવા માટે બ્રિટન દ્વારા લગાવવામાં આવેલા પ્રતિબંધોના (Britain-Russia Relations) જવાબમાં આ કરવામાં આવ્યું છે.

રશિયાના વિદેશ મંત્રાલયે 16 એપ્રિલના રોજ એક નિવેદનમાં જણાવ્યું હતું કે યુએસ, યુરોપિયન યુનિયન અને અન્ય સહયોગીઓ સાથે સંકલન કરીને લગાવવામાં આવેલા પ્રતિબંધો સ્થાનિક અર્થવ્યવસ્થાનું ગળું દબાવી રહ્યા છે. ભૂતપૂર્વ વડાપ્રધાન થેરેસા મે સહિત કુલ 13 બ્રિટિશ અધિકારીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

સાથે જ ચેતવણી આપવામાં આવી છે કે આગામી સમયમાં આ યાદીમાં વધારો પણ થઈ શકે છે. 24 ફેબ્રુઆરીના રોજ યુક્રેન પર થયેલા હુમલા બાદ રશિયા પર પ્રતિબંધોનો વરસાદ થઈ રહ્યો છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, તેમના પરિવાર અને રશિયન અધિકારીઓ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ સિવાય રશિયન કંપનીઓ પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો

કિવમાં સંભળાયો વિસ્ફોટોનો અવાજ

યુક્રેનની રાજધાની કિવના મેયર વિતાલી ક્લિત્શ્ચકોએ એક ઓનલાઈન પોસ્ટમાં જણાવ્યું હતું કે, રાજધાનીનો પૂર્વીય જિલ્લો દારનિત્સ્કી શનિવારે યુદ્ધમાં ઘેરાઈ ગયો હતો અને ત્યાં વધુ વિસ્ફોટ થયા હતા. તેમણે કહ્યું કે બચાવકર્મીઓ અને તબીબી સ્ટાફ સ્થળ પર હાજર છે અને પીડિતોની વિગતો પછીથી આપવામાં આવશે. ક્લિત્શ્ચકોએ રહેવાસીઓને સાયરનના અવાજ પર ધ્યાન આપવાની અપીલ કરી હતી અને જેઓ રાજધાની છોડી ગયા હતા તેઓ સુરક્ષા કારણોસર પાછા ન આવે. નીપરો નદી કિનારે કિવના પૂર્વ ભાગમાં ધુમાડો જોવા મળ્યો છે.

એલેક્જૈંદ્રિયા એરબેઝ પર મિસાઈલ હુમલો

રશિયન દળોએ શુક્રવારે સાંજે યુક્રેનના કિરોવોહરાદ ક્ષેત્રના એલેક્જૈંદ્રિયા શહેરમાં એક એરબેઝ પર મિસાઇલો છોડી હતી. શહેરના મેયર સેરહિય કુજમેંકોએ શનિવારે ફેસબુક પોસ્ટમાં આ માહિતી આપી હતી. જોકે, આ હુમલામાં જાનમાલના નુકસાન અંગે તેમણે કંઈ કહ્યું ન હતું. પ્રદેશના ગવર્નર, સેરહિય હૈદાઈએ જણાવ્યું હતું કે પૂર્વી લુહાંસ્ક ક્ષેત્રમાં રાતોરાત ગોળીબારમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને ત્રણ ઘાયલ થયા હતા. તેમણે કહ્યું કે ગોળીબારથી સેવેરદોનેત્સક અને લિસિચાંસ્ક શહેર તરફ જતી ગેસ પાઈપલાઈનને નુકસાન થયું છે.

આ પણ વાંચો: સોનિયા ગાંધીના નિવેદન પર ભાજપનો પલટવાર, મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું- પહેલા તમારી પાર્ટીનો ઈતિહાસ જુઓ

આ પણ વાંચો: રશિયાએ US-NATOને આપી ખુલ્લી ધમકી, કહ્યું- યુક્રેનને હથિયારોની સપ્લાય ચાલુ રહેશે તો ભોગવવા પડશે ગંભીર પરિણામો

Next Article