રશિયાનો મોટો નિર્ણય, કમલા હેરિસ અને માર્ક ઝુકરબર્ગ સહિત અનેક અમેરિકન-કેનેડિયનના પ્રવેશ પર પ્રતિબંધ

|

Apr 22, 2022 | 6:56 AM

રશિયન વિદેશ મંત્રાલયે (Russian Foreign Ministry) જણાવ્યું હતું કે, બંને દેશોના સંરક્ષણ અધિકારીઓ, બિઝનેસ લીડર્સ અને પત્રકારો સહિત 29 અમેરિકનો અને 61 કેનેડિયનો પર મુસાફરી પ્રતિબંધો લાદવામાં આવ્યા છે.

રશિયાનો મોટો નિર્ણય, કમલા હેરિસ અને માર્ક ઝુકરબર્ગ સહિત અનેક અમેરિકન-કેનેડિયનના પ્રવેશ પર પ્રતિબંધ
President Vladimir Putin (File Photo)

Follow us on

રશિયાના  (Russia)વિદેશ મંત્રાલયે એક નિવેદન જાહેર કર્યું છે,જેમાં તેણે યુએસ વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસ(Kamala Harris), META CEO માર્ક ઝુકરબર્ગ  (Mark Zuckerberg) અને 27 અન્ય પ્રતિષ્ઠિત અમેરિકનોને તેમના દેશમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂક્યો છે. સ્ટેટ ડિપાર્ટમેન્ટે ગુરુવારે તેની વેબસાઇટ પર એક નિવેદનમાં જણાવ્યું હતું કે અમેરિકાના જો બાઈડન વહીવટીતંત્ર દ્વારા રશિયા વિરોધી પ્રતિબંધો વધારવાના જવાબમાં આ પગલું લેવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે, કમલા હેરિસ અને માર્ક ઝુકરબર્ગ ઉપરાંત, LinkedIn અને Bank of Americaના CEO, રશિયા-કેન્દ્રિત મેડુઝા ન્યૂઝ વેબસાઈટના સંપાદકો વગેરે પર પણ પ્રતિબંધો લાદવામાં આવ્યા છે.

વધુમાં રશિયન વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે બંને દેશોના સંરક્ષણ અધિકારીઓ, બિઝનેસ લીડર્સ અને પત્રકારો સહિત 29 અમેરિકનો અને 61 કેનેડિયનો પર મુસાફરી પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, રશિયન વિદેશ મંત્રાલયે કહ્યું કે બંને દેશોની ‘રુસોફોબિક’ નીતિઓ માટે જવાબદાર લોકોને આ યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે. અગાઉ રશિયાએ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પ્રતિબંધ મૂક્યો હતો.

પુતિને રશિયન સૈન્યને મારિયુપોલને ઘેરી લેવાનો આદેશ આપ્યો

બીજી તરફ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને (President Vladimir Putin) તેમની સેનાને આદેશ આપ્યો છે કે યુક્રેનના છેલ્લા ગઢ મારિયુપોલ પર હુમલો કરવાને બદલે તેને ઘેરી લેવામાં આવે, જેથી તેના પર કબજો કરી શકાય. સંરક્ષણ પ્રધાન સર્ગેઈ શોઇગુએ જણાવ્યું હતું કે અજોસ્તાન સ્ટીલ પ્લાન્ટ સિવાય, બાકીના શહેરને મુક્ત કરવામાં આવ્યા હતા. રશિયન અધિકારીઓ યુક્રેનના જે વિસ્તારો પર કબજો કર્યો છે તેને મુક્ત ગણાવી રહ્યા છે. યુક્રેનની સેના(Ukraine Army)  આ પ્લાન્ટમાં છુપાયેલી છે. જો કે, યુક્રેનના હાથમાં આ પ્લાન્ટ હોવાથી રશિયાની મારીયુપોલ પર સંપૂર્ણ વિજય મેળવવાના ઓરતા રોળાઈ ગયા છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

મારિયુપોલ પર કબજો મેળવવો એ રશિયા માટે વ્યૂહાત્મક અને પ્રતીકાત્મક બંને છે. આ રશિયા અને ક્રિમીયન દ્વીપકલ્પને જમીન દ્વારા જોડશે અને આનાથી રશિયન સેના ડોનબાસમાં ગમે ત્યાં જઈ શકશે. શોઇગુએ કહ્યું કે પ્લાન્ટને સુરક્ષિત રીતે કોર્ડન કરવામાં આવ્યો હતો. અગાઉ, તેમણે કહ્યું હતું કે નાગરિકોને લઈ જતી ચાર બસો શહેર છોડી ગઈ છે, હજારો નાગરિકો શહેરમાં ફસાયા છે.આ દરમિયાન રશિયાએ કહ્યું કે તેણે યુક્રેનને સંઘર્ષ સમાપ્ત કરવા માટે તેની માંગનો ડ્રાફ્ટ સુપરત કર્યો છે.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો : Russia-Ukraine War: યુક્રેનને મળશે 800 મિલિયન ડોલરના શસ્ત્રો, ગુપ્ત માહિતી પણ શેર કરી રહ્યા છીએ: બાઈડેન

Published On - 6:53 am, Fri, 22 April 22

Next Article