રશિયા (Russia) યુક્રેન વચ્ચે યુદ્ધના દસમા દિવસે, રશિયાએ કેટલાક સમય પુરતુ યુદ્ધવિરામ (Ceasefire) જાહેર કર્યુ છે. રશિયાએ જણાવ્યુ છે કે, યુદ્ધને કારણે યુક્રેનમાં (Ukraine) ફસાયેલા ભારતીય સહિતના વિદેશી નાગરિકો સુરક્ષિત રીતે બહાર નિકળી શકે તે માટે તેઓ યુદ્ધવિરામ જાહેર કરી રહ્યાં છે. ભારતીય વિદ્યાર્થીઓ અને અન્ય વિદેશી નાગરિકોને યુક્રેન છોડવામાં મદદ કરવા માટે રશિયાએ યુક્રેનના બે શહેરોમાં યુદ્ધવિરામની જાહેરાત કરી છે. રશિયાનું આ પગલું ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે આ પછી આ વિસ્તારોમાં ફસાયેલા ભારતીય અને વિદેશી નાગરિકો સુરક્ષિત રીતે બહાર નીકળી શકશે. રશિયન સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે આ યુદ્ધવિરામ આજે ભારતીય સમય અનુસાર 11.30 કલાકથી અમલમાં આવ્યો છે.
યુક્રેનમાં ફસાયેલા લોકોને બચાવવા માટે રશિયાએ યુદ્ધવિરામની જાહેરાત કરી છે. ભારતીય સમય અનુસાર આજે સવારે 11.30 વાગ્યાથી યુદ્ધવિરામ કરવામાં આવશે. આ અંતર્ગત એવું કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી અહીં ફસાયેલા લોકોને બહાર નહીં કાઢવામાં આવે ત્યાં સુધી રશિયા તરફથી કોઈ હુમલો કરવામાં નહીં આવે.
રશિયાના રાજદૂતે યુએન સુરક્ષા પરિષદને કહ્યું કે રશિયા યુક્રેનમાંથી ભારતીય વિદ્યાર્થીઓ અને અન્ય વિદેશી નાગરિકોને બહાર કાઢવા માટે તૈયાર છે. આના માટે તેઓ કેટલાક સમય માટે યુદ્ધવિરામ રાખશે.
Russia declares ceasefire in Ukraine from 06:00 GMT (Greenwich Mean Time Zone) to open humanitarian corridors for civilians, reports Russia’s media outlet Sputnik
— ANI (@ANI) March 5, 2022
ગયા અઠવાડિયે યુક્રેન પર હુમલો થયો હતો
રશિયન સેનાએ ગત 24 ફેબ્રુઆરીએ યુક્રેન પર હુમલો કર્યો હતો. આ પહેલા તેમણે મહિનાઓ સુધી યુક્રેનને ચારે બાજુથી ઘેરી લેવાનું કામ કર્યું હતું. જેના પર યુક્રેને વારંવાર ચિંતા વ્યક્ત કરી હતી. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને 24 ફેબ્રુઆરીએ યુક્રેનમાં લશ્કરી કાર્યવાહી શરૂ કરવાનો આદેશ આપ્યો હતો. તે પહેલા જ તેમણે યુક્રેનના પૂર્વ ભાગમાં આવેલા ડોનેત્સ્ક અને લુહાન્સ્કને સ્વતંત્ર દેશ તરીકે જાહેર કર્યા હતા.
તે દિવસથી યુક્રેનમાં યુદ્ધ ચાલી રહ્યું છે. અહીંના ઘણા શહેરો તબાહ થઈ ગયા છે. યુક્રેનની સરકાર અને લોકોનું કહેવું છે કે તેમને નાટો, અમેરિકા અને પશ્ચિમી દેશો પાસેથી અપેક્ષા મુજબની મદદ મળી નથી. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ પણ તેમને સુરક્ષિત રીતે દેશમાંથી બહાર કાઢવા માટે યુએસની મદદ નકારી કાઢી હતી. તેમણે કહ્યું હતુ કે તેને યુક્રેનની રક્ષા માટે શસ્ત્રોની જરૂર છે, આ યુદ્ધને સમાપ્ત કરવા માટે રશિયા અને યુક્રેન વચ્ચે બે રાઉન્ડની બેઠક યોજાઈ ચુકી છે. હવે આગામી અઠવાડિયે ત્રીજા રાઉન્ડની બેઠકની અપેક્ષા છે.
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ
Published On - 12:51 pm, Sat, 5 March 22