Russia and Ukraine War: UNમાં ભારતે ન્યુક્લિયર સ્ટેશન પર હુમલા સામે ચેતવણી આપી, કહ્યું પર્યાવરણ પર પડી શકે છે ગંભીર અસર

|

Mar 05, 2022 | 7:11 AM

રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે યુક્રેનમાં માનવાધિકાર સંકટ ઉભું થયું છે. યુક્રેનના કોલ પર UNHRCની બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં ભારતે ચેતવણી આપી હતી કે પરમાણુ પ્લાન્ટ પર હુમલાથી પર્યાવરણ પર ગંભીર સમસ્યા સર્જાઈ શકે છે.

Russia and Ukraine War: UNમાં ભારતે ન્યુક્લિયર સ્ટેશન પર હુમલા સામે ચેતવણી આપી, કહ્યું પર્યાવરણ પર પડી શકે છે ગંભીર અસર
TS Tirumurti, Permanent Representative of India to the United Nations

Follow us on

Russia and Ukraine War: યુક્રેનમાં જોપોરિઝિયા પરમાણુ પ્લાન્ટ પર રશિયાના હુમલા બાદ, ભારતે શુક્રવારે ચેતવણી આપી હતી કે પરમાણુ સુવિધાઓને લગતી કોઈપણ દુર્ઘટના જાહેર આરોગ્ય અને પર્યાવરણ માટે ગંભીર પરિણામો લાવી શકે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે યુએન સિક્યુરિટી કાઉન્સિલે યુક્રેનમાં ઉદ્ભવતા માનવીય સંકટને “સમજવું” જોઈએ.સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ TS તિરુમૂર્તિએ જણાવ્યું હતું કે, ભારત પરમાણુ પ્લાન્ટની સલામતીને સુનિશ્ચિત કરવા માટે સૌથી વધુ મહત્વ આપે છે, કારણ કે પરમાણુ મથકોને સંડોવતા કોઈપણ અકસ્માતો જાહેર આરોગ્ય અને પર્યાવરણ માટે ગંભીર અસરો કરી શકે છે.

યુએન સુરક્ષા પરિષદની 15 સભ્યોની ઈમરજન્સી બેઠક યોજાઈ હતી. જેમાં તિરુમૂર્તિએ કહ્યું હતું કે ભારત યુક્રેનમાં પરમાણુ પાવર પ્લાન્ટ અને સ્ટેશનોની સુરક્ષા સાથે જોડાયેલા વિકાસ પર નજીકથી નજર રાખી રહ્યું છે. એ પણ કહ્યું કે ભારત ઈન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી (IAEA)ની સુરક્ષા અને દેખરેખ પ્રવૃત્તિઓને ટોચની પ્રાથમિકતા આપે છે.તેમણે કહ્યું કે યુએન સુરક્ષા પરિષદે યુક્રેનમાં આપણે જે માનવીય સંકટનો સામનો કરી રહ્યા છીએ તે સમજવું જોઈએ, જ્યાં હજારો ભારતીય નાગરિકો, ખાસ કરીને વિદ્યાર્થીઓ સહિત નિર્દોષ નાગરિકોની સલામતી જોખમમાં છે.

ટીએસ તિરુમૂર્તિએ આશા વ્યક્ત કરી હતી કે રશિયા અને યુક્રેન વચ્ચેની વાતચીતના બીજા રાઉન્ડમાં તરત જ સુરક્ષિત માનવતાવાદી કોરિડોર સ્થાપિત થશે. તિરુમૂર્તિએ કહ્યું કે તે “અફસોસજનક” છે કે ગયા અઠવાડિયે આ મુદ્દે સુરક્ષા પરિષદની બેઠક બોલાવવામાં આવી ત્યારથી યુક્રેનની સ્થિતિ વણસી છે. તેમણે હિંસાનો “તાત્કાલિક અંત” કરવાની જરૂરિયાતનો પુનરોચ્ચાર કર્યો. કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પુનરોચ્ચાર કર્યો છે કે મતભેદો સતત વાતચીત અને કૂટનીતિ દ્વારા ઉકેલવા જોઈએ.

કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ

રશિયા-યુક્રેન યુદ્ધની વચ્ચે યુક્રેનમાં માનવાધિકારનું ગંભીર સંકટ ઊભું થયું છે. સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પંચે આ સમસ્યા અંગે એક બેઠક બોલાવી હતી. આ બેઠકમાં પણ ભારતે ગેરહાજર રહીને પોતાનું વલણ સ્પષ્ટ કર્યું હતું. યુએનએચઆરસીની આ બેઠક યુક્રેનના કોલ પર બોલાવવામાં આવી હતી. યુક્રેન રશિયા પર યુદ્ધ અપરાધોનો આરોપ લગાવે છે. રશિયાના હવાઈ હુમલા બાદ યુક્રેનમાં વ્યાપક વિનાશ થયો છે અને નાગરિકોએ જીવ ગુમાવ્યા છે.આ બેઠકમાં માનવાધિકાર માટેના હાઈ કમિશનર મિશેલ બેચેલેટે કહ્યું કે એક સપ્તાહ પહેલા યુક્રેન પર રશિયાના હુમલાએ વિશ્વ ઈતિહાસમાં એક નવો અને ખતરનાક અધ્યાય ખોલ્યો છે.

Next Article