Video: ‘મારી આંખોમાં જુઓ…’, પાકિસ્તાનની સંસદમાં જોવા મળ્યો રોમેન્ટિક માહોલ, મહિલા સાંસદની વાત સાંભળીને સ્પીકર શરમાઈ ગયા

|

Jul 01, 2024 | 5:07 PM

પાકિસ્તાની સંસદનો એક ફની વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. એક મહિલા સાંસદે ગૃહની અંદર સ્પીકરને એવી વાત કરી કે તેઓ પણ શરમાઈ ગયા અને કહ્યું કે, 'હું કોઈ મહિલાની આંખમાં આંખ નાખીને નથી જોતો'. સ્પીકરના આ નિવેદન પર આખું ગૃહ હસી પડ્યું હતું.

Video: મારી આંખોમાં જુઓ..., પાકિસ્તાનની સંસદમાં જોવા મળ્યો રોમેન્ટિક માહોલ, મહિલા સાંસદની વાત સાંભળીને સ્પીકર શરમાઈ ગયા
Image Credit source: Social Media

Follow us on

પાકિસ્તાન સાથે જોડાયેલા તમામ પ્રકારના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. તેમાંથી ઘણા વીડિયો એવા છે કે જે લોકોને ખુશ કરે છે, જ્યારે ઘણા વીડિયો લોકોમાં ગુસ્સો પણ ભરી દે છે.

સંસદનું વાતાવરણ રોમેન્ટિક થઈ ગયું છે

હાલમાં પાકિસ્તાની સંસદનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જે ખૂબ જ ફની છે. આ વીડિયોમાં પાકિસ્તાનની સંસદના સ્પીકર અને એક મહિલા સાંસદ વચ્ચે વાતચીત થઈ રહી છે. તેમણે સંસદની અંદર એવી વાતો કરી છે કે લોકો કહેવા લાગ્યા છે કે પાકિસ્તાની સંસદનું વાતાવરણ રોમેન્ટિક થઈ ગયું છે.

Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો

આ મહિલા સાંસદનું નામ જરતાજ ગુલ હોવાનું કહેવાય છે, જે ઈમરાન ખાનની કેબિનેટમાં મંત્રી રહી ચૂકી છે. ગૃહની કાર્યવાહી દરમિયાન, તેણીએ સ્પીકરને કહ્યું, ‘સ્પીકર સાહેબ, હું તમારું ધ્યાન દોરવા માંગું છું’, જેના જવાબમાં સ્પીકરે કહ્યું, ‘હા કૃપા કરીને’.

“આંખનો કોન્ટેક ન થાય તો હું વાત કરી શકતી નથી”

આ પછી મહિલા સાંસદે કહ્યું કે, ‘મારા નેતાએ મને આંખોમાં આખો નાખીને વાત કરવાનું શીખવ્યું છે. સર, જો મારી સાથે આંખનો કોન્ટેક ન થાય તો હું વાત કરી શકતી નથી. આના પર સ્પીકરે કહ્યું કે, ‘હું સાંભળીશ, પણ જોઈશ નહીં. સ્ત્રી સાથે આંખનો સંપર્ક સારો નથી લાગતો. હું કોઈ સ્ત્રીની આંખમાં આંખ નાખીને જોતો નથી. સ્પીકરના આ નિવેદન પર આખું ગૃહ હસવા લાગ્યું અને મહિલા સાંસદ પણ હસવા લાગ્યા હતા.

 

 

સ્પીકર અને મહિલા સાંસદ વચ્ચેની આ ફની વાતચીતનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @Bitt2DA નામની આઈડી સાથે શેર કરવામાં આવ્યો છે અને કેપ્શનમાં લખ્યું છે કે, ‘પાકિસ્તાનની સંસદમાં રોમેન્ટિક વાતાવરણ છે’.

માત્ર 30 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 1 લાખ 39 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે હજારો લોકોએ આ વીડિયોને લાઈક પણ કર્યો છે.

“તે સારું છે કે થરૂર સર હાજર ન હતા”

તે જ સમયે, વીડિયો જોયા પછી, લોકોએ વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી છે. એક યુઝરે રમૂજી રીતે લખ્યું છે કે, ‘સ્પીકર સાહેબ સજ્જન જેવા લાગે છે. તે સારું છે કે થરૂર સર હાજર ન હતા’, જ્યારે અન્ય એક યુઝરે લખ્યું છે કે, ‘સંસદનું વાતાવરણ એકદમ શાયરાના છે. તેથી જ દેશની આ હાલત છે.

આ પણ વાંચો: પાકિસ્તાનની સંસદમાં ક્રિકેટ ટીમ પર હંગામો, કરવામાં આવ્યું બાબર આઝમનું અપમાન, જુઓ Viral Video

Next Article