જાપાની મહિલા રિયો તાત્સુકીની ખતરનાક ભવિષ્યવાણી, 5 જૂલાઈ એ આવશે મહાપ્રલય- વાંચો

બાબા વેંગાના નવા અવતાર સમી રિયો તાત્સુકીએ ભવિષ્યવાણી કરી છે કે આવનારા બે સપ્તાહમાં ચારે તરફ પ્રલય જોવા મળશે. રિયો તાત્સુકીને લોકો જાપાની બાબા વેંગા તરીકે પણ ઓળખે છે. જેને ભવિષ્યના સપના દેખાય છે અને તે એ સપનાના ચિત્રો પણ બનાવે છે. જાપાની બાબ વેંગાએ ભવિષ્યવાણી કરતા જણાવ્યુ છે કે 5 જૂલાઈએ એક મોટી આપદા આવી શકે છે.

જાપાની મહિલા રિયો તાત્સુકીની ખતરનાક ભવિષ્યવાણી, 5 જૂલાઈ એ આવશે મહાપ્રલય- વાંચો
| Updated on: Jun 19, 2025 | 9:46 PM

રિયો તાત્સુકી એ વ્યક્તિ છે જેમણે કોવિડ-19 જેવી મહામારી અંગે પહેલેથી જ આગાહી કરી હતી. હાલ તેમની નવી ભવિષ્યવાણીએ લોકોનું ધ્યાન ખેંચ્યું છે. તેમણે પોતાના મશહૂર ચિત્ર પુસ્તક “ધ ફ્યુચર આઈ સો” (જાપાની ભાષામાં “મીરાઈ ની મીમામોરુ”)માં લખ્યું છે કે આવતી 5 જુલાઈના રોજ જાપાન અને એશિયાના કેટલાક દેશો ભારે વિનાશનો સામનો કરશે. તેમણે દાવો કર્યો છે કે 5 જુલાઈના રોજ સવારે 4:18 વાગ્યે જાપાન અને ફિલિપાઇન્સ વચ્ચેના સમુદ્રના તળિયામાં ભયાનક વિસ્ફોટ થશે, જેના કારણે ભારે સુનામી આવશે. તેમણે લખ્યું છે કે આ સુનામી 2011માં આવેલી સુનામી કરતાં ત્રણ ગણી વધુ વિનાશક હોઈ શકે છે. જેવી આ ભવિષ્યવાણી વાયરલ થઈ કે જાપાનમાં 83 ટકા જેટલી ફ્લાઈટ કેન્સલ થઈ ગઈ હતી. ત્યારબાદ જાપાન સરકાર તરફથી તેના પર નિવેદન જાહેર કરવામાં આવ્યુ અને કહેવામાં આવ્યુ કે આ પ્રકારની વાતો પર ધ્યાન ન આપવું જોઈએ. જાપાનના ચર્ચિત મંગા આર્ટિસ્ટ રિયો તાત્સુકીને સોશિયલ મીડિયા પર ન્યૂ બાબા વેંગા કહેવાય છે. તેમની ભવિષ્યવાણીઓ ઘણી વાર સાચી...

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો