
ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિ સર્જાઈ રહી છે. યુદ્ધમાં પાકિસ્તાન થથરી ગયું છે અને ત્યાંની જનતા પોતાની સુરક્ષાની ભીખ માંગી રહી છે. આવી સ્થિતિમાં, પાકિસ્તાન પીસીબીના ભૂતપૂર્વ ચેરમેન અને પત્રકાર નજમ સેઠીએ લાઈવ ટીવી પર શરમજનક સ્થિતિ ઉભી કરી અને કહ્યું કે, પાકિસ્તાન આર્થિક મોરચે ભારતથી ક્યાંય આગળ નથી.
પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ, ભારતીય સેનાએ આતંકવાદીઓને મારવા માટે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું. ત્યારબાદ બંને દેશો વચ્ચે યુદ્ધનું વાતાવરણ સર્જાયું છે. 9 મેની રાત્રે પાકિસ્તાને ભારતના અનેક વિસ્તારો પર હુમલા કર્યા હતા પરંતુ ભારતીય સેનાની સામે તેમના એકપણ પ્રયાસો ન ચાલ્યા અને છેવટે રોવાના દિવસો આવ્યા. જો કે, ભારત અને પાકિસ્તાનના યુદ્ધને લઈને પાકિસ્તાની પત્રકાર અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ભૂતપૂર્વ વડા નજમ સેઠીએ લાઇવ ટીવી પર પાકિસ્તાનને શરમજનક સ્થિતિમાં મૂક્યું હતું.
ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ નજમ સેઠીનું એક નિવેદન વાયરલ થઈ રહ્યું છે, જેમાં તેમણે સ્વીકાર્યું છે કે પાકિસ્તાનની ઈકોનોમી તળિયે આવી ગઈ છે અને તે આંતરરાષ્ટ્રીય કમ્યુનિટીમાં ભારત સામે ક્યાંય ટકી શકે તેમ નથી. એવામાં આમ અરબ દેશો પાકિસ્તાનને ટેકો આપે છે પરંતુ આ વખતે તેઓએ પણ હાથ ઉપર કરી કાઢ્યા છે.
નજમ સેઠીએ કહ્યું કે, ભારત સમજે છે કે પાકિસ્તાન આ સમયે નબળું છે. જો કે, અમેરિકા અમને ટેકો આપી રહ્યું નથી તેમજ અફઘાનિસ્તાન અને ઈરાન સાથે અમારા સંબંધો એટલા સારા નથી. જ્યારે એન્કરે કહ્યું કે, બાંગ્લાદેશ સાથે ભારતના સંબંધો સારા નથી ત્યારે સેઠીએ તેમને અટકાવ્યા અને કહ્યું કે ભારત હજુ પણ વૈશ્વિક સ્તરે મજબૂત હાજરી ધરાવે છે. અરબ દેશો તેમના સમર્થનમાં છે પરંતુ પાકિસ્તાન સાથે આવું નથી.