નેટફ્લિક્સની (Netflix) પ્રખ્યાત અને સૌથી વધુ જોવાયેવી સિરીઝ સ્ક્વિડ (Squid Game) ગેમ તો તમને ખબર જ હશે. સ્ક્વિડ ગેમમાં સાઉથ અને નોર્થ કોરિયા વિશેની કેટલીક ખતરનાક વાતો સામે આવી છે. તેમાં જે પ્રમાણે ક્રૂરતા બતાવી છે તેને જોઇને એક ક્ષણ માટે તો શ્વાસ થંભી જાય છે. જો અમે તમને જણાવીએ કે આ પ્રકારની ક્રૂરતા ચીનમાં (China) પણ થાય છે અને તેમાં ચીનના મોટા મોટા ડૉક્ટર્સ પણ ભાગ લે છે તો ? જી અમે બિલકુલ સાચી વાત કહી રહ્યા છીએ.
વિશ્વના જાણીતા ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ ડોક્ટરે વિશ્વભરની હોસ્પિટલો અને યુનિવર્સિટીઓને ચેતવણી આપી છે કે તેઓ ચીનના ડોક્ટરો પર પ્રતિબંધ લગાવે. તેણે કહ્યું કે આ ડોક્ટરો વાસ્તવિક જીવનમાં સ્ક્વિડ ગેમમાં ભાગ લઈ રહ્યા છે. પ્રોફેસર રસેલ સ્ટ્રોંગ એસી (Russell Strong AC) કહે છે કે પશ્ચિમી દેશોમાં તાલીમ લીધા પછી ઘણા ચાઇનીઝ ડૉક્ટરો તેમના દેશમાં પાછા જાય છે અને અંગો કાઢવાનું કામ કરે છે. એટલે કે, તેઓ લોકોના શરીરને કાપી નાખે છે અને તેમાંથી અંગો કાઢી નાખે છે. જેને પાછળથી વેચી દેવામાં આવે છે.
સ્ક્વિડ ગેમમાં તમે જોયુ કે ગેમ હારવા પર સ્પર્ધકોને મારી નાખવામાં આવે છે અને પછી તેમાથી કેટલાક સ્પર્ધકોના હ્રદય, કિડની, લિવર અને આંખો કાઢી નાખવામાં આવે છે. બસ ચીનમાં એટલો ફરક છે કે ચીની સરકાર અંગોની દાણચોરીનું નેટવર્ક ચલાવે છે, ‘કિલ ટુ ઓર્ડર પ્રોગ્રામ ઑફ ચાઇના’, જે હેઠળ રાજકીય કેદીઓ અને સરકાર વિરોધી લોકોના શરીરમાંથી અંગો કાઢવામાં આવે છે. દર વર્ષે એક લાખથી વધુ લોકો સાથે આવું થાય છે. આ મામલે દુનિયાને આશ્ચર્ય થયું છે, પરંતુ ચીનને રોકવું કોઈ માટે અશક્ય છે.
આ પણ વાંચો –
આ પણ વાંચો –
આ પણ વાંચો –