
ડેનમાર્ક સરકારના મંત્રી મોર્ટન બોડસ્કોવે (Morten Bodskowes announcement)જણાવ્યું હતું કે, “ડેનમાર્કમાં અઝાન માટે કોઈ સ્થાન નથી, અને જ્યારે તમે ડેનમાર્કમાં ફરો છો, ત્યારે તમને એવુ ના લાગવું જોઈએ કે તેમ ઇસ્લામાબાદના કોઈ મહોલ્લામાં છો.”
ડેનમાર્ક સરકારે લાઉડસ્પીકર દ્વારા અઝાન કરવા પર પ્રતિબંધ મૂકવાનો પ્રસ્તાવ મૂક્યો છે. મંત્રી મોર્ટન બોડસ્કોવે ટિપ્પણી કરી હતી કે ડેનમાર્ક દેશના કેટલાક વિસ્તારો “ઇસ્લામાબાદના ઉપનગરો” જેવા લાગે છે.
ધ ડેઇલી મેઇલના અહેવાલ મુજબ, સોશિયલ ડેમોક્રેટ મંત્રીએ ડેનિશ સમાચાર એજન્સી રિટ્ઝાઉને કહ્યું હતું કે, “ડેનમાર્કની છત પરથી અઝાન નો અવાજ સંભળાવો જોઈએ નહીં.” તેમણે ઉમેર્યું હતું કે, “ડેનમાર્કમાં આવી અઝાન માટે કોઈ સ્થાન નથી, અને જ્યારે તમે ડેનમાર્કમાં ફરો છો, ત્યારે તમને એવી છાપ ના લાગવી જોઈએ કે તમે ઇસ્લામાબાદના કોઈ મહોલ્લામાં ફરી રહ્યાં છો.”
બોડસ્કોવનો પ્રસ્તાવ ડેનમાર્કના મંત્રી દ્વારા આ પ્રથા પર પ્રતિબંધ મૂકવા માટે કાનૂની માળખું સ્થાપિત કરવાનો ત્રીજો પ્રયાસ છે. અગાઉ 2020 અને 2025 માં પણ આવા જ પ્રયાસો કરવામાં આવ્યા હતા.
ડેનમાર્કના કેટલાક ભાગોમાં જાહેરમાં નમાઝ પઢવા માટે પહેલાથી જ અઝાન પર પ્રતિબંધ છે. કોપનહેગનમાં, સ્થાનિક અવાજના કડક નિયમોને કારણે મસ્જિદો લાઉડસ્પીકર દ્વારા અઝાન પઢી શકતા નથી. મંત્રીએ જણાવ્યું હતું કે તપાસમાં એ જોવામાં આવશે કે શું ધાર્મિક સ્વતંત્રતા અંગે ડેનમાર્કના બંધારણીય રક્ષણને જાળવી રાખીને રાષ્ટ્રવ્યાપી પ્રતિબંધ લાગુ કરી શકાય છે કે નહીં.
અઝાન પર પ્રતિબંધ મૂકવાનો કોઈપણ પ્રયાસ કાનૂની પડકારોનો સામનો કરી શકે છે. ડેનમાર્ક બંધારણ જાહેર પૂજાના અધિકારનું રક્ષણ કરે છે, જોકે અલોકતાંત્રિક ઉપદેશો અને પ્રતિબંધિત સંગઠનોને સમર્થન આપવા અંગે પહેલાથી જ પ્રતિબંધો અસ્તિત્વમાં છે.
બ્રિટન અને જર્મનીએ સ્થાનિક રહેવાસીઓને ખલેલ ના પહોંચે તે માટે મસ્જિદો પરથી અઝાન ક્યારે પઢી શકાય અને તેનો અવાજ કેટલો હોવો જોઈએ તે પહેલેથી જ પ્રતિબંધિત છે. ડેનમાર્કમાં લગભગ 6 મિલિયનની કુલ વસ્તીમાંથી આશરે 2,70,000 મુસ્લિમો રહે છે અને અંદાજે 100 જેટલી મસ્જિદો આવેલી છે.