ભારત-પાકિસ્તાનના આ ઝગડામાં દુનિયાની બે મહાશક્તિઓએ પણ પરોક્ષ રીતે જોડાવુ પડ્યું અને અને જગત જમાદાર હોવાનો દમ ભરતા અમેરિકાએ પોતાના કટ્ટર હરીફ રશિયાના હાથે માત ખાવી પડી. રશિયાના કારણે અમેરિકાની આબરૂના આખા વિશ્વમાં ધજાગરા ઉડી ગયાં.
હકીકતમાં ભારતીય વાયુસેનાના બહાદુર પાયલૉટ વિંગ કમાંડર અભિનંદન વર્તમાને દાયકાઓ જૂના મિગ 21 વિમાન દ્વારા પાકિસ્તાનના ફોર્થ જનરેશનના આધુનિક એફ-16 વિમાનને તોડી પાડ્યું. આ એફ-16 વિમાન અમેરિકાએ બનાવ્યું અને પાકિસ્તાનને વેચ્યું છે. મિગ 21 દ્વારા એફ 16ના ટુકડે-ટુકડા થઈ જતા અમેરિકા લાલઘુમ છે અને તેણે પાકિસ્તાન પાસે એફ-16ના દુરુપયોગ બદલ જવાબ માંગ્યો છે.
એક તરફ વર્તમાનની બહાદુરીના તો ચોતરફ વખાણ થઈ રહ્યા છે, પરંતુ બીજી તરફ મિગ 21 દ્વારા એફ 16ને તોડી પડવાની ઘટના દુનિયાના ઇતિહાસમાં કદાચ પહેલી વાર નોંધાઈ છે. અભિનંદન અને મિગ 21ના આ કારનામાથી આખી દુનિયા અચરજમાં છે.
એક વરિષ્ઠ સૈન્ય અધિકારીએ જણાવ્યું, ‘ભારતીય આકાશમાં થયેલી આ લડાઈ વિમાનોની વૈશ્વિક દુનિયામાં ચર્ચાનો વિષય છે. કદાચ આવું ઇતિહાસમાં પહેલી વાર બન્યું હશે કે જ્યારે રશિયાના મિગ 21 વિમાને અમેરિકાના આધુનિક ટેક્નોલૉજી અને મજબૂતાઈથી સજ્જ એફ-16 વિમાનને તોડી પાડ્યું હોય.’
સૈન્ય અધિકારીએ કહ્યું, ‘ભારતીય વાયુસેનાના જવાનોની તપ્રતાએ પાકિસ્તાનની ખરાબ નીયતને સફળ ન થવા દીધી. શક્તિશાળી એપ-16 વિમાન વડે પાકિસ્તાનની કોશિશ લેઝર ગાઇડેડ બૉંબ ભારતીય સૈન્ય ઠેકાણાઓ પર વરસાવવાની હતી, પરંતુ વાયુસેનાએ બહાદુરી સાથે તેને નિષ્ફળ બનાવી અને કોઈ મોટું નુકસાન ન થયું.’
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]
Published On - 3:50 am, Sun, 3 March 19