પાકિસ્તાનમાં (Pakistan) લાંબી રાજકીય કટોકટીનો અંત આવ્યો અને શાહબાઝ શરીફે (Shebaz Sharif) દેશના નવા વડા પ્રધાન તરીકેની જવાબદારી સંભાળી. પરંતુ હવે લાગે છે કે શહેબાઝ શરીફનો ‘સારો સમય’ પૂરો થઈ ગયો છે. પાકિસ્તાનના રાજકારણમાં ફરી એકવાર રાજકીય ખળભળાટ મચી ગયો છે. પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના પ્રમુખ બિલાવલ ભુટ્ટો ઝરદારી શાહબાઝ કેબિનેટમાં સામેલ થયા નથી. બીજી તરફ પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝમાં પણ મતભેદના સમાચાર આવી રહ્યા છે. જાણવા મળ્યું છે કે મરિયમ નવાઝ (Maryam Nawaz) કાકા શાહબાઝથી નારાજ છે.
શાહબાઝ શરીફની કેબિનેટમાં (Cabinet) 33 લોકોને મંત્રી બનાવવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે નવાઝ શરીફના કેમ્પના એક નેતાને મંત્રી પદ આપવામાં આવ્યું છે. શાહબાઝે નવાઝના નજીકના સાથી જાવેદ એલ. લતીફને મંત્રી પદ આપવામાં આવ્યું છે,જો કે લતીફ પણ શાહબાઝના આ પગલાથી નારાજ છે, તેથી તેણે હજુ સુધી મંત્રી તરીકે શપથ લીધા નથી. નવાઝના બાકીના નજીકના મિત્રોને સાઈડલાઈન કરવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં, એવું જાણવા મળ્યું છે કે મરિયમ તેના પિતાના (Nawaz Sharif) નજીકના નેતાઓને સાઈડમાં કર્યા હોવાથી અંકલ શાહબાઝ શરીફથી ખૂબ નારાજ છે. શાહબાઝે નવાઝના નજીકના મિત્રોને છોડીને પોતાના મનપસંદ લોકોને પોતાના કેબિનેટમાં મંત્રી બનાવ્યા છે.
ઈરફાન સિદ્દીકી, પરવેઝ રશીદ, મુહમ્મદ ઝુબેર વગેરે જેવા નેતાઓને પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફના ખાસ અને નજીકના માનવામાં આવે છે. પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝમાં મરિયમ નવાઝનું સમર્થન કરનારા લોકોએ કહ્યું કે કેબિનેટની રચના પહેલા યોજાયેલી બેઠકોમાં આશ્વાસન આપવામાં આવ્યું હતું કે યોગ્ય પદ માટે યોગ્ય ઉમેદવારની પસંદગી કરવામાં આવશે. પરંતુ શાહબાઝ શરીફેતેમના શબ્દોથી પીછેહઠ કરી છે.
શાહબાઝ અને મરિયમની પાર્ટીમાં ચાલી રહેલા હોબાળા વચ્ચે બિલાવલ ભુટ્ટોએ પણ પોતાનું વલણ બદલ્યુ છે. નવી સરકારમાં બિલાવલને વિદેશ મંત્રી બનાવવામાં આવશે તેવી ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી હતી. પરંતુ બિલાવલે મંત્રી પદ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. જ્યારે બિલાવલે મંત્રી પદ નકારી કાઢ્યું હતું, ત્યારે તેમની પાર્ટીના મુસ્તફા નવાઝ ખોખરને મંત્રી પદ આપવામાં આવ્યું હતું, પરંતુ તેમણે પણ શપથ ન લેતા હાલ મામલો ગરમાયો છે.
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-