પાકિસ્તાનમાં રાજકીય ડ્રામા યથાવત, નવા કેબિનેટ સભ્યોને શપથ આપવાનો રાષ્ટ્રપતિ આરિફ અલ્વીનો ઇનકાર

|

Apr 19, 2022 | 9:48 AM

પાકિસ્તાનમાં (Pakistan) આજે નવા કેબિનેટના 36 સભ્યો શપથ લેશે. જો કે રાષ્ટ્રપતિ આરિફ અલ્વીએ (President Arif Alvi) આવવાનો ઇનકાર કર્યો હોવાથી સમારોહ એક દિવસ માટે સ્થગિત કરવામાં આવ્યો છે.

પાકિસ્તાનમાં રાજકીય ડ્રામા યથાવત, નવા કેબિનેટ સભ્યોને શપથ આપવાનો રાષ્ટ્રપતિ આરિફ અલ્વીનો ઇનકાર
Pakistan President Arif Alvi

Follow us on

પાકિસ્તાનમાં  (Pakistan) નવા કેબિનેટના સભ્યોને મંગળવારે શપથ લેવડાવવામાં આવશે. સવારે 11 વાગ્યા પછી 36 સભ્યો શપથ લઈ શકશે. અગાઉ એવા અહેવાલ હતા કે રાષ્ટ્રપતિ આરિફ અલ્વીએ સમારોહથી પોતાને દૂર કરી લીધા છે. જેના કારણે શપથ સમારોહ (Pakistan President Arif Alvi) એક દિવસ માટે સ્થગિત કરવામાં આવ્યો. સૂત્રોના જણાવ્યા અનુસાર રાષ્ટ્રપતિ અલ્વીની ગેરહાજરીમાં સેનેટ અધ્યક્ષ સાદિક સંજરાણી સંઘીય કેબિનેટના સભ્યોને શપથ લેવડાવશે. અગાઉ શપથ સમારોહ સોમવારે રાત્રે 8.30 કલાકે થવાનો હતો.

જ્યારે વડા પ્રધાન શાહબાઝ શરીફના (Shehbaz Sharif) કાર્યાલયે રાષ્ટ્રપતિ કાર્યાલયને ફોન કર્યો, ત્યારે અલ્વીએ (Arif Alvi) મંત્રીઓને શપથ લેવાનો ઇનકાર કર્યો. આ પહેલા પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP)ના વરિષ્ઠ નેતા સઈદ ખુર્શીદ અહેમદ શાહે સંસદીય પત્રકારો સાથેની અનૌપચારિક વાતચીતમાં કહ્યું હતું કે પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N) કેબિનેટમાં સૌથી વધુ 14 મંત્રીઓ છે. PPP પાસે 11 અને JUI-F પાસે 4 છે.

ઝરદારી બની શકે છે વિદેશ મંત્રી

PDM (પાકિસ્તાન ડેમોક્રેટિક મૂવમેન્ટ – વિરોધ પક્ષોનું જોડાણ) એ શપથ સમારોહને અવગણવા બદલ રાષ્ટ્રપતિ અલ્વીની નિંદા કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પીપીપી અધ્યક્ષ બિલાવલ ભુટ્ટો ઝરદારીને વિદેશ મંત્રાલયનો હવાલો આપવામાં આવી શકે છે અને તેઓ આગામી વિદેશ મંત્રી બની શકે છે. પહેલા એવું કહેવામાં આવતું હતું કે તેઓ શાહબાઝ શરીફની કેબિનેટનો ભાગ નહીં હોય, પરંતુ હવે PPPના ઘણા અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ વિદેશ મંત્રાલય સંભાળશે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

ઝરદારી અને રહેમાન વચ્ચે ધમાસાણ

MQM-Pના સૂત્રોનું કહેવું છે કે તે આગામી દિવસોમાં PPP અને PML-N નેતૃત્વ સાથે થયેલા કરારોને લાગુ કરવામાં વધુ રસ ધરાવે છે. પૂર્વ રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી અને JUI-Fના પ્રમુખ મૌલાના ફઝલુર રહેમાન વચ્ચેના ઝઘડાની અફવાઓના આધારે PML-N અને PPP સૂત્રોએ જણાવ્યું હતું કે આમાં બિલકુલ સત્ય નથી કારણ કે રાષ્ટ્રપતિનું પદ હજી ખાલી નથી. તેમણે એમ પણ કહ્યું કે જો રાષ્ટ્રપતિ રાજીનામું નહીં આપે તો તેમને હટાવવા માટે સંસદના બે તૃતિયાંશ મતની જરૂર પડશે.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો : બિલાવલ ભુટ્ટો ઝરદારી બની શકે છે પાકિસ્તાનના નવા વિદેશ મંત્રી, હિના રબ્બાની ખાર બનશે ડેપ્યુટી !

Next Article