India Canada Relation: ખાલિસ્તાની નેતાની હત્યાને લઈને ભારત અને કેનેડા વચ્ચેના રાજદ્વારી સંબંધોમાં ખટાશને લઈને પીએમ જસ્ટિન ટ્રુડો તેમના જ દેશના વિપક્ષના હુમલાઓ હેઠળ આવ્યા છે. ખાલિસ્તાની નેતા હરદીપ સિંહ નિજ્જરની કથિત હત્યામાં સામેલ હોવાના કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોના ભારત પરના આરોપો પર ઝાટકણી કાઢતાં વિપક્ષી નેતા પિયરે પોઈલીવરે કહ્યું છે કે તેમણે તમામ તથ્યો સાથે સ્પષ્ટ થવું જોઈએ.
આ પણ વાંચો: India Canada Relation: સંબંધો બગાડવા માટે ઉત્સુક કેનેડા, ભારતમાં રહેતા પોતાના નાગરિકોને આપી આ સલાહ
મંગળવારે, પોઇલીવરે કહ્યું કે મને લાગે છે કે વડા પ્રધાને તમામ હકીકતો સાથે સ્પષ્ટપણે આગળ આવવાની જરૂર છે. અમારે તમામ સંભવિત પુરાવા જાણવાની જરૂર છે જેથી કેનેડિયન તેના પર નિર્ણય લઈ શકે.
કેનેડાએ ભારતીય રાજદ્વારીને પોતાના પદ પરથી દૂર કર્યા પછી બીજું શું કરવું જોઈએ તે પૂછવામાં આવતા મીડિયાના પ્રશ્નના જવાબમાં પોલીવરેની ટિપ્પણીઓ આવી હતી. તેમણે કહ્યું કે વડા પ્રધાને કોઈ તથ્યો આપ્યા નથી, તેમણે નિવેદન આપ્યું છે, અને હું ફક્ત એ વાત પર ભાર મૂકીશ કે તેમણે કેનેડિયનોને જાહેરમાં કહ્યું છે તેમણે મને ખાનગીમાં કહ્યું નથી. તેથી અમે વધુ માહિતી માંગીએ છીએ.
તેમણે કહ્યું કે જો વધુ માહિતી આપવામાં નહીં આવે તો આરોપો ખોટા અથવા અવિશ્વસનીય હોવાનું જણાય છે. તેમણે કહ્યું કે અમારી પાસે એવા પુરાવા હોવા જોઈએ જે વડા પ્રધાનને એવા નિષ્કર્ષ પર પહોંચવામાં મદદ કરશે જે તેમણે તેમના નિવેદનમાં કહ્યું હતું. તે અંગે નિર્ણય લેવા માટે મારી પાસે વધુ પુરાવાની જરૂર છે.
મહત્વનું છે કે સોમવારે ટ્રુડોએ ભારત સરકાર પર હરદીપ સિંહ નિજ્જરને ગોળી મારીને મોતને ઘાટ ઉતારવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે તેમના દેશના રાષ્ટ્રીય સુરક્ષા અધિકારીઓ પાસે એવું માનવાનાં કારણો છે કે “ભારત સરકારના એજન્ટોએ” કેનેડિયન નાગરિકની હત્યા કરી હતી, જેઓ સરેમાં ગુરુ નાનક શીખ ગુરુદ્વારાના પ્રમુખ પણ હતા.
તમને જણાવી દઈએ કે ભારતમાં વોન્ટેડ નિજ્જરને 18 જૂનના રોજ કેનેડાના બ્રિટિશ કોલંબિયાના સરેમાં પાર્કિંગ એરિયામાં ગુરુદ્વારાની બહાર ગોળી મારી દેવામાં આવી હતી. પંજાબના જલંધરના ભરસિંહપુર ગામનો રહેવાસી નિજ્જર સરેમાં રહેતો હતો અને તેને નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) દ્વારા ભાગેડુ જાહેર કરવામાં આવ્યો હતો. જો કે, ભારતે નિજ્જરના જીવલેણ ગોળીબારમાં સરકારની સંડોવણી અંગે કેનેડિયન પીએમ ટ્રુડોના આરોપોને ફગાવી દીધા છે.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો