પાકિસ્તાનના (Pakistan) વડા પ્રધાન શાહબાઝ શરીફે (PM shehbaz sharif) પદ સંભાળ્યા પછી તેમની પ્રથમ કેબિનેટ બેઠકની અધ્યક્ષતા કર્યા પછી બુધવારે કહ્યું હતું કે પાકિસ્તાન દેવામાં ડૂબી રહ્યું છે અને આ બોટને કિનારે લાવવાનું કામ સરકારનું છે. કેબિનેટને સંબોધતા શરીફે કહ્યું, ‘હું તેને યુદ્ધ કેબિનેટ (Pakistan Cabinet) માનું છું કારણ કે તમે ગરીબી, બેરોજગારી, મોંઘવારી સામે લડી રહ્યા છો. આ તમામ સમસ્યાઓ સામેની લડાઈ છે.” તમને જણાવી દઈએ કે તેમનું સંબોધન મીડિયા દ્વારા પ્રસારિત કરવામાં આવ્યું છે.
તેમણે કહ્યું કે અગાઉની સરકાર વિવિધ મુદ્દાઓને ઉકેલવામાં નિષ્ફળ રહી હતી. ઉલ્લેખનીય છે કે, શાહબાઝે પરામર્શની પ્રક્રિયા દ્વારા દેશને અને ખાસ કરીને ગરીબ પરિવારોને રાહત આપવા પર ભાર મૂક્યો છે. શરીફે કેબિનેટમાં સામેલ થવા બદલ સહયોગીઓનો આભાર માન્યો અને સમસ્યાઓ ઉકેલવા માટે કેબિનેટ સાથીદારોની ક્ષમતાની પ્રશંસા કરી. તેમના ગઠબંધન ભાગીદારોનો આભાર માનતા તેમણે કહ્યું કે, “આજનો દિવસ મહત્વપૂર્ણ છે કારણ કે અમે ભ્રષ્ટ સરકારને (Pakistan Government) હટાવીને બંધારણીય અને કાયદાકીય રીતે કાર્યભાર સંભાળ્યો છે.”
ઉપરાંત શરીફે કહ્યું આ ગઠબંધન પાકિસ્તાનના ઈતિહાસમાં સૌથી વિશાળ છે. આ જોડાણ પક્ષોના વિવિધ રાજકીય વિચારોને ધ્યાનમાં લીધા વિના લોકોની સેવા કરશે. શરીફે કહ્યું કે કેબિનેટ અનુભવ અને યુવાનોનું સંયોજન છે. મુદ્દાઓનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે વીજળીની અછત અને જંગી દેવું એ દેશ સામેના મુખ્ય મુદ્દાઓ પૈકી એક છે. દેશ દેવામાં ડૂબી રહ્યો છે પરંતુ આપણે તેની હોડીને કિનારે લઈ જવી પડશે.
પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનનું સ્થાન શાહબાઝ શરીફે લીધું છે. જેમને 10 એપ્રિલે અવિશ્વાસ પ્રસ્તાવ (NO Confidence Motion) દ્વારા સત્તા પરથી હટાવવામાં આવ્યા હતા. નેશનલ એસેમ્બલીમાં આ પ્રસ્તાવ પર મતદાન કરવામાં આવ્યું હતું, જ્યાં વિપક્ષને 174 મત મળ્યા હતા, જ્યારે અવિશ્વાસ પ્રસ્તાવને જીતવા માટે 172 મતોની જરૂર હતી. તત્કાલિન વડા પ્રધાન ઇમરાન ખાન બહુમત સાબિત કરી શક્યા ન હતા, જેના કારણે તેઓ અવિશ્વાસ પ્રસ્તાવ હારી ગયા હતા. આ કારણસર ઈમરાન ખાનને સત્તા પરથી હટાવવામાં આવ્યા હતા.
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-
Published On - 7:35 am, Thu, 21 April 22