Australia: સિડનીમાં PM મોદી આજે ભારતીય સમુદાયને સંબોધશે, આવતીકાલે ઓસ્ટ્રેલિયાના PM અલ્બેનીઝ સાથે કરશે દ્વિપક્ષીય બેઠક

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ટ્વીટ કર્યું કે, પીએમ મોદી સિડની પહોંચી ગયા છે. અહીં આજે તેઓ ભારતીય સમુદાયના લોકોને મળશે. આ સાથે જ તેઓ ઓસ્ટ્રેલિયાના નેતાઓ, વેપારી સમુદાયના સભ્યો સાથે પણ મુલાકાત કરશે.

Australia: સિડનીમાં PM મોદી આજે ભારતીય સમુદાયને સંબોધશે, આવતીકાલે ઓસ્ટ્રેલિયાના PM અલ્બેનીઝ સાથે કરશે દ્વિપક્ષીય બેઠક
PM Narendra Modi Australia Visit
| Edited By: | Updated on: May 23, 2023 | 9:20 AM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દેશોના પ્રવાસે જાપાન, પાપુઆ ન્યુ ગિની બાદ હવે ઓસ્ટ્રેલિયા પહોંચી ગયા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ટ્વીટ કર્યું કે પીએમ મોદી સિડની પહોંચી ગયા છે. અહીં આજે તેઓ ભારતીય સમુદાયના લોકોને મળશે. આ સાથે જ તેઓ ઓસ્ટ્રેલિયાના નેતાઓ, વેપારી સમુદાયના સભ્યો સાથે પણ મુલાકાત કરશે. આ સિવાય 24 મે એટલે કે આવતીકાલે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ સાથે દ્વિપક્ષીય બેઠક થશે.

આ પણ વાંચો: Maharashtra: હું પીએમ પદનો દાવેદાર નથી, મારું કામ વિપક્ષને એક કરવાનું છે: શરદ પવાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સિડનીમાં ઓસ્ટ્રેલિયન સુપરના સીઈઓ પોલ શ્રોડર સાથે મુલાકાત કરી. સિડનીમાં પીએમ મોદી સાથેની મુલાકાત બાદ પોલ શ્રોડરે કહ્યું કે અમારી મુલાકાત સૌથી પ્રભાવશાળી રહી. પીએમ મોદી ખૂબ જ પ્રભાવશાળી વ્યક્તિ છે જે બિઝનેસને સમજે છે.

પોલ શ્રોડરે કહ્યું કે PM એ ભારત માટેના તેમના સપના અને તેમની નૈતિકતા વિશે વાત કરી જે ખરેખર શક્તિશાળી સંદેશ હતો. ઓસ્ટ્રેલિયનસુપર ભારતમાં રોકાણ કરે છે અને અમને ત્યાં રોકાણ કરવાનો સારો અનુભવ રહ્યો છે. આ સિવાય પીએમ નરેન્દ્ર મોદીએ સિડનીમાં હેનકોક પ્રોસ્પેક્ટિંગના એક્ઝિક્યુટિવ ચેરમેન જીના રિનહાર્ટ સાથે પણ વાતચીત કરી હતી.

આ દરમિયાન પીએમ મોદીએ ફોર્ટેસ્ક્યુ ફ્યુચર ઇન્ડસ્ટ્રીઝના એક્ઝિક્યુટિવ ચેરમેન ડૉ. એન્ડ્ર્યુ ફોરેસ્ટને પણ મળ્યા હતા. ડૉ. ફોરેસ્ટે જણાવ્યું હતું કે અશ્મિભૂત ઇંધણ ક્ષેત્ર પાસે મર્યાદિત સમય છે. તેને એવા બળતણથી બદલવું જોઈએ જે કોઈ નુકસાન ન પહોંચાડે અને ગેસ કરી શકે તે બધું કરી શકે. આ એવી બાબત છે જેના આધારે વડાપ્રધાન સ્પષ્ટપણે વૈશ્વિક ચેમ્પિયન છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 9:14 am, Tue, 23 May 23