Breaking News : PM મોદી ફેબ્રુઆરીમાં જશે અમેરિકા, વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પ સાથે કરશે મુલાકાત

|

Jan 28, 2025 | 7:37 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફેબ્રુઆરીમાં અમેરિકાની મુલાકાત લેશે. આ અંગે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પત્રકારોને માહિતી આપતા કહ્યું કે તેઓ વ્હાઇટ હાઉસમાં પીએમ મોદીને મળશે. આ સમય દરમિયાન બંને દેશો વચ્ચે ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે.

Breaking News : PM મોદી ફેબ્રુઆરીમાં જશે અમેરિકા, વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પ સાથે કરશે મુલાકાત
PM Modi & Trump

Follow us on

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફેબ્રુઆરીમાં અમેરિકાની મુલાકાત લેશે. તેમણે પત્રકારોને આ માહિતી આપતા કહ્યું કે તેઓ વ્હાઇટ હાઉસમાં પીએમ મોદીને મળશે. આ સમય દરમિયાન બંને દેશો વચ્ચે ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે. ટ્રમ્પે ભારતીય વડાપ્રધાનને અમેરિકાની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું હતું.

આ પહેલા પ્રધાનમંત્રી મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ વચ્ચે ફોન પર વાતચીત થઈ હતી, જેમાં આ મુલાકાતને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી મોદીની આ અમેરિકા મુલાકાત ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા પછીની પહેલી મુલાકાત હશે. આ મુલાકાતથી બંને દેશો વચ્ચેના સંબંધો વધુ મજબૂત થવાની અપેક્ષા છે.

ભારત-અમેરિકા વ્યૂહાત્મક ભાગીદારી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બંને દેશો વચ્ચે ભારત-અમેરિકા વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. બંને નેતાઓએ ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ક્વાડ ભાગીદારીને મજબૂત બનાવવા પર પણ ભાર મૂક્યો, જેમાં ભારત આ વર્ષે પ્રથમ વખત ક્વાડ નેતાઓનું આયોજન કરી રહ્યું છે.

ટીમ ઈન્ડિયાનો આ ખેલાડી ઉમરાહ માટે મક્કા પહોંચ્યો
પાકિસ્તાનના બધા ખેલાડીઓની મળીને પણ નથી કરી શકતા ભારતના કેપ્ટન રોહિત શર્માની બરાબરી
Jioનો 56 દિવસનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
સ્મૃતિ મંધાનાએ બોયફ્રેન્ડ સામે રમી ધમાકેદાર ઈનિંગ
પઠાણના ઘરમાં બ્રાહ્મણ પેદા થયો- બોલિવુડમાં આવુ કોના માટે કહેવાયુ?
પ્રિયંકા ચોપરાએ પિતાની બાઇકથી લઈને પ્રથમ મોડેલિંગ શૂટના ફોટો શેર કર્યા

અનેક મુદ્દાઓના ઉકેલો પર ચર્ચા કરવામાં આવશે

ભારતમાં કેટલીક ચિંતાઓ છે કે ટ્રમ્પ વહીવટીતંત્રની ઇમિગ્રેશન અને ટેરિફ નીતિઓ ભારત માટે કેવી રીતે પડકારજનક બની શકે છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પ પહેલાથી જ બ્રિક્સ જૂથ પર ‘100 ટકા ટેરિફ’ લાદવાની વાત કરી ચૂક્યા છે, જેમાં ભારતનો પણ સમાવેશ થાય છે. જોકે, ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે ભારત વેપાર અને ઇમિગ્રેશન સંબંધિત મુદ્દાઓ પર અમેરિકા સાથે સતત વાતચીત કરી રહ્યું છે અને આશા છે કે બંને પક્ષો સાથે મળીને કોઈપણ મુદ્દાનો ઉકેલ શોધી કાઢશે.

ભારત અને અમેરિકાના સંબંધોમાં વેપાર મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. વર્ષ 2023માં, બંને દેશો વચ્ચેનો વેપાર 190 બિલિયન યુએસ ડોલર સુધી પહોંચ્યો, જે એક રેકોર્ડ છે. આ વેપાર સંબંધો દ્વારા બંને દેશોએ એકબીજા સાથે મજબૂત આર્થિક સંબંધો સ્થાપિત કર્યા છે.

Published On - 7:33 pm, Tue, 28 January 25