વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Pm modi) ફરી એકવાર વિશ્વના સૌથી લોકપ્રિય નેતાઓમાં પ્રથમ સ્થાને છે. એપ્રુવલ રેટિંગમાં વડાપ્રધાન મોદીનું શાસન યથાવત છે. તેણે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન અને બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સનને પણ પાછળ છોડી દીધા છે. પીએમ મોદીનું એપ્રુવલ રેટિંગ 70 ટકા છે. જે 13 વૈશ્વિક નેતાઓમાં સૌથી વધુ છે. આ સર્વે અમેરિકન ડેટા ઇન્ટેલિજન્સ ફર્મ મોર્નિંગ કન્સલ્ટ દ્વારા કરવામાં આવ્યો છે.
પીએમ મોદીએ જે વિશ્વ નેતાઓને પાછળ છોડી દીધા છે તેમાં બાઇડન, જોન્સન ઉપરાંત જર્મનીના ચાન્સેલર એન્જેલા મર્કેલ, કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો અને ઘણા દિગ્ગજ નેતાઓનો સમાવેશ થાય છે. કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે સોશિયલ મીડિયા ટ્વિટર પર આ જાણકારી આપી છે. આ યાદીમાં માત્ર પીએમ મોદીનું એપ્રુવલ રેટિંગ 70 ટકા છે.
प्रधानमंत्री श्री @narendramodi एक सर्वे में 70 फ़ीसदी अप्रूवल रेटिंग के साथ, दुनिया के सबसे लोकप्रिय राजनेता के रूप उभर कर सामने आए हैं। जनसामान्य में उनके नेतृत्व के प्रति विश्वास और एक कर्मठ और ईमानदार नेता के रूप में उनकी छवि उन्हें सबसे विश्वसनीय और लोकप्रिय बनाती है।
— Rajnath Singh (@rajnathsingh) November 7, 2021
છઠ્ઠા સ્થાને બાઇડન
એપ્રુવલ રેટિંગ 60થી ઉપર છે અને પીએમ મોદી ટોપ પર છે. પીએમ મોદીનું એપ્રુવલ રેટિંગ 70 છે. પીએમ મોદી પછી બીજા નંબર પર મેક્સિકોના રાષ્ટ્રપતિ આંદ્રેજ મેન્યુઅલ લોપેઝ ઓબ્રાડોર છે. ત્રીજા નંબર પર ઈટાલીના વડાપ્રધાન મારિયો ડ્રેગી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન 44 રેટિંગ સાથે છઠ્ઠા નંબર પર છે. જો બાઇડનનું રેટિંગ 50 કરતા ઓછું છે.
મોર્નિંગ કન્સલ્ટ શું છે
મોર્નિંગ કન્સલ્ટ એ પોલિટિકલ ઇન્ટેલિજન્સ છે અને હાલમાં ઑસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ફ્રાન્સ, જર્મની, ભારત, ઇટાલી, જાપાન, મેક્સિકો, દક્ષિણ કોરિયા, સ્પેન, યુનાઇટેડ કિંગડમ અને યુનાઇટેડ સ્ટેટ્સમાં સરકારી નેતાઓ માટે મંજૂરીના રેટિંગને ટ્રૅક કરે છે. સાપ્તાહિક ધોરણે, આ પૃષ્ઠને તમામ 13 દેશો માટે નવીનતમ ડેટા સાથે અપડેટ કરવામાં આવે છે. જે સમગ્ર વિશ્વમાં બદલાતી રાજકીય ગતિશીલતા અનુસાર છે.
ધ મોર્નિંગ કન્સલ્ટના સર્વે અનુસાર, ભારતમાં કોરોનાની બીજી લહેર દરમિયાન વડાપ્રધાન મોદીનું ડીસએપ્રુવલ રેટિંગ પર હતા. આ પાછળનું કારણ કોરોનાને કારણે હોસ્પિટલોમાં ઓક્સિજનની અછતથી દેશ પર ખરાબ અસર પડી હતી. જોકે, વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે ટૂંક સમયમાં જ આ મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર આવ્યું હતું.
તમને જણાવી દઈએ કે, વડા પ્રધાન મોદીનું એપ્રુવલ રેટિંગ મે 2020માં સૌથી વધુ 84% હતું. ત્યારે ભારત કોરોના મહામારીમાંથી બહાર આવી રહ્યું હતું. આ વર્ષે જૂનમાં જાહેર કરાયેલા એપ્રુવલ રેટિંગની સરખામણીએ આ વખતે વડાપ્રધાન મોદીના એપ્રુવલ રેટિંગમાં સુધારો થયો છે.
આ પણ વાંચો : વેક્સિનેશનની અસર જોવા મળી રહી છે’: SBI પ્રમુખે ભારતીય અર્થવ્યવસ્થા વિશે કહી આ મોટી વાત
Published On - 7:08 am, Sun, 7 November 21