PM મોદીનું ઓસ્ટ્રેલિયામાં કરાયું ભવ્ય સ્વાગત, પરંપરાગત ‘સ્મોકિંગ સેરેમની’ની ચારેકોર ચર્ચા

|

May 23, 2023 | 7:43 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં તેમનું પરંપરાગત રીતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. પીએમ મોદીએ ઓસ્ટ્રેલિયાના પરંપરાગત સ્મોકિંગ સેરેમનીમાં પણ ભાગ લીધો હતો. ઓસ્ટ્રેલિયામાં સ્મોકિંગ સેરેમની એક પરંપરાગત પ્રથા છે, જે સારું નસીબ લાવે છે તેવું ત્યાંના સ્થાનિકો માને છે.

PM મોદીનું ઓસ્ટ્રેલિયામાં કરાયું ભવ્ય સ્વાગત, પરંપરાગત સ્મોકિંગ સેરેમનીની ચારેકોર ચર્ચા
Image Credit source: Google

Follow us on

ઓસ્ટ્રેલિયાના બે દિવસીય પ્રવાસે ગયેલા PM મોદી સિડનીના કુડોસ બેંક એરેના પહોંચ્યા હતા, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનિસે પીએમ મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. સિડનીના સ્ટેડિયમમાં 20 હજારથી વધુ ભારતીયોને વડાપ્રધાન મોદીએ સંબોધિત કર્યા હતા.

આ પણ વાચો: PM Modi In Australia : ક્રિકેટથી માસ્ટરશેફ સુધી, મોદીએ ઓસ્ટ્રેલિયા સાથેના સંબંધોની 3C-3D-3E ફોર્મ્યુલા સમજાવી

પીએમ મોદીના સંબોધન પહેલા વૈદિક મંત્રોચ્ચાર અને ગણપતિ બાપ્પા મોર્યાના નારા સાથે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પીએમ મોદીના સ્વાગત સમારોહમાં પરંપરાગત ‘સ્મોકિંગ સેરેમની’એ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. આ એક પરંપરાગત ઓસ્ટ્રેલિયન વિધિ છે, ઓસ્ટ્રેલિયામાં મહેમાનોનું આ વિધિ દ્વારા સ્વાગત કરવામાં આવે છે. સ્મોકિંગ સેરેમની દરમિયાન પીએમ મોદી અને ઓસ્ટ્રેલિયાનાવડાપ્રધાન અલ્બેનીઝ સાથે સ્થાનિક છોડના પાંદડાના ધુમાડાના સામે ઊભા રહ્યા હતા.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

સ્મોકિંગ સેરેમની શું છે?

ઓસ્ટ્રેલિયામાં સ્મોકિંગ સેરેમની એક પરંપરાગત પ્રથા છે, જેમાં સ્થાનિક છોડના પાંદડામાંથી ધુમાડો કરવામાં આવે છે. આ સેરેમની વિશે એવી માન્યતા છે કે તેનો ધુમાડાથી આધ્યાત્મિક અને શારીરિક શુદ્ધિ થાય છે. સ્મોકિંગ સેરેમની દ્વારા દુષ્ટ આત્માઓને દૂર કરી શકાય છે તેવી ઓસ્ટ્રેલિયામાં માન્યતા છે. અગાઉ આ વિધિ બાળકના જન્મ સમયે અથવા ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવતો હતો. હવે વિદેશી મહેમાનોના સ્વાગત દરમિયાન પણ સ્મોકિંગ સેરેમની કરવામાં આવે છે. આ પરંપરા મુખ્યત્વે આદિવાસી સમુદાયમાં જોવા મળે છે.

સિડનીમાં પીએમ મોદીનું સંબોધન

પીએમ મોદીએ ઓસ્ટ્રેલિયાના સિડનીમાં ભારતીય સમુદાયના લોકોને સંબોધિત કર્યા હતા. પીએમ મોદીએ પોતાના સંબોધનની શરૂઆત નમસ્તે ઓસ્ટ્રેલિયાથી કરી હતી. પીએમ મોદીએ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન, પૂર્વ વડાપ્રધાન, વિદેશ મંત્રી અને અન્ય નેતાઓનો આભાર માન્યો હતો.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના સંબંધો 3D (લોકશાહી, ડાયસ્પોરા, મિત્રતા) પર આધારિત

પીએમ મોદીએ કહ્યું કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના સંબંધો અલગ-અલગ સમયગાળામાં ક્યારેક 3C, ક્યારેક 3D અને ક્યારેક 3E રહ્યા છે. PM મોદીએ કહ્યું કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના સંબંધો અલગ-અલગ સમયગાળામાં 3C રહ્યા છે. જ્યારે એવું કહેવામાં આવતું હતું કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના સંબંધો 3C (કોમનવેલ્થ, ક્રિકેટ, કરી) પર આધારિત છે. તે પછી એવું કહેવામાં આવ્યું કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના સંબંધો 3D (લોકશાહી, ડાયસ્પોરા, મિત્રતા) પર આધારિત છે. કેટલાક લોકોએ એમ પણ કહ્યું કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેનો સંબંધ 3E (એનર્જી, ઇકોનોમી, એજ્યુકેશન) પર આધારિત છે.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article