PM Modiએ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેનને સ્વતંત્રતા દિવસની શુભકામના પાઠવી

|

Jul 04, 2021 | 5:26 PM

પ્રધાનમંત્રી મોદીએ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન (Joe Biden) અને અમેરિકાના લોકોને તેમના 245માં સ્વતંત્રતા દિવસ પર શુભકામનાઓ પાઠવી છે. તેમણે શુભકામનાઓ પાઠવતા જણાવ્યુ કે એક જીવંત લોકતંત્રના રુપમાં ભારત અને અમેરિકા સ્વતંત્રતાના મૂલ્યોના ભાગીદાર છે.

PM Modiએ અમેરિકી રાષ્ટ્રપતિ  જો બાઇડેનને સ્વતંત્રતા દિવસની શુભકામના પાઠવી
નરેન્દ્ર મોદી (ફાઇલ ફોટો

Follow us on

PM અમેરિકામાં આજે એટલે કે 4 જુલાઇના રોજ સ્વતંત્રતા દિવસ મનાવવામાં આવી રહ્યો છે. પ્રધાનમંત્રી મોદીએ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન અને અમેરિકાના લોકોને તેમના 245માં સ્વતંત્રતા દિવસ પર શુભકામનાઓ પાઠવી છે. તેમણે શુભકામનાઓ પાઠવતા જણાવ્યુ કે એક જીવંત લોકતંત્રના રુપમાં ભારત અને અમેરિકા સ્વતંત્રતાના મૂલ્યોના ભાગીદાર છે. અમારી રણનીતીક ભાગીદારીનું વૈશ્વિક મહત્વ છે.

ચાર જુલાઇ 1776 તારીખથી સંયુક્ત રાજ્ય અમેરિકામાં ચાર જુલાઇએ પારંપરિક રુપથી સ્વતંત્રતા દિવસના રુપમાં મનાવવામાં આવે છે. આ દિવસે બીજી ખંડીય કોંગ્રેસે સ્વતંત્રતાની અમેરિકી જાહેરાતને મંજૂરી આપી હતી. જોન એડમ્સ બેંજામિન ફ્રેંકલિન,એલેક્ઝેન્ડર હેમિલ્ટન,થૉમસ જેફરસન,જેમ્સ મૈડિસન અને જોર્જ વોશિંગટનને અમેરિકાના સંસ્થાપક પિતાના રુપમાં માનવામાં આવે છે. આ સાત પ્રમુખ નેતાઓનુ એક સમૂહ હતુ. જેમણે સ્વતંત્રતા માટે અમેરિકી યુધ્ધનું નેતૃત્વ કર્યુ અને એમાં એક પ્રમુખ ભુમિકા નિભાવી

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

સ્વતંત્રતાની ઘોષણા ગ્રેટ બ્રિટેનના 13 ઉપનિવેશોએ  પોતાને ઔપનિવેશિક શાસનથી સ્વતંત્ર જાહેર કરવાના નિર્ણયની વ્યાખ્યા કરનારુ એક નિવેદન 4 જુલાઇ 1776ના રોજ અમેરિકી કોંગ્રેસ દ્વારા મંજૂર કર્યુ હતું. જો કે સ્વતંત્રતાનો વાસ્તવિક પ્રસ્તાવ બે દિવસ પહેલા પાસ કર્યો હતો. આ 2 જુલાઇના રોજ પાસ કરવામાં આવ્યુ. જ્યારે 13 ઉપનિવેશ કાયદાકીય રીતે ગ્રેટ બ્રિટન શાસનથી અલગ થઇ ગયા હતા.

વિદેશ મંત્રી એસ જયશંકરે પણ અમેરિકી સ્વતંત્રતા દિવસ પર રવિવારે અમેરિકી વિદેશ મંત્રી એંટની બ્લિંકન, સરકાર અને અમેરિકાના લોકોને શુભકામનાઓ આપી. જયશંકરે ટ્વીટ કરીને કહ્યુ કે એંટોની બ્લિંકન અને અમેરિકાની સરકાર અને લોકોને સ્વતંત્રતા દિવસ પર મારી હાર્દિક શુભકામનાઓ. વિશ્વાસ છે કે અમારી મજબૂત ભાગીદારી જે આટલા બધા ભાગીદારી મૂલ્યો અને હિત પર આધારિત છે. આગળ પણ વધતી રહેશે.

Next Article