G20 Summit : ઉમળકાથી મળ્યા PM મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, જુઓ વીડિયો

|

Nov 16, 2022 | 9:43 AM

પીએમ મોદીએ G20 સમિટમાં પહોંચેલા વિશ્વભરના તમામ નેતાઓ સાથે વાતચીત કરી હતી અને પરસ્પર સંબંધો સુધારવા પર ભાર મૂક્યો હતો.

G20 Summit : ઉમળકાથી મળ્યા PM મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, જુઓ વીડિયો
Modi meets Xi Jinping

Follow us on

G20 સમિટ ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ G 20 સમિટમાં રાત્રિભોજન દરમિયાન મળ્યા હતા. જોકે સત્તાવાર રીતે બંને નેતાઓની મુલાકાતનો કોઈ કાર્યક્રમ નથી. PM મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ઇન્ડોનેશિયાના બાલીમાં G20 ડિનર દરમિયાન મળ્યા અને હાથ મિલાવ્યા. પીએમ મોદીએ G20 સમિટમાં પહોંચેલા વિશ્વભરના તમામ નેતાઓ સાથે વાતચીત કરી હતી અને પરસ્પર સંબંધો સુધારવા પર ભાર મૂક્યો હતો. જુઓ વીડિયો

ભારતીય સમુદાયના લોકોને સંબોધિત કર્યા

આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈન્ડોનેશિયાના બાલીમાં ભારતીય સમુદાય દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં પહોંચ્યા હતા. આ કાર્યક્રમને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે ભારત-ઇન્ડોનેશિયાના સંબંધો લહેરો જેવા ઉત્સાહથી ભરેલા છે. ભારતની ફિલસૂફી અને સંસ્કૃતિ ઈન્ડોનેશિયાની ધરતી પર પહોંચી. ભારત-ઇન્ડોનેશિયા આજે ખભે ખભા મિલાવીને કામ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે હાલમાં કટકમાં મહાનદી પાસે બાલી મહોત્સવ ચાલી રહ્યો છે. આ મહોત્સવ ભારત-ઇન્ડોનેશિયાના વેપારી સંબંધોને પ્રતિબિંબિત કરે છે. તમને જણાવી દઈએ કે બાલીમાં ભારતીય સમુદાયના લોકોએ પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કર્યું હતું. તેઓ સ્થળ પર પહોંચ્યા કે તરત જ આખું ઓડિટોરિયમ મોદી-મોદીના નારાથી ગુંજી ઉઠ્યું. જુઓ વીડિયો –

વિશ્વ નેતાઓ સાથે મુલાકાત

આ પહેલા પીએમ મોદીએ G20 સમિટમાં પહોંચેલા વિશ્વભરના તમામ નેતાઓ સાથે વાતચીત કરી હતી અને પરસ્પર સંબંધો સુધારવા પર આગ્રહ કર્યો હતો. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે ઇન્ડોનેશિયાના બાલીમાં G20 શિખર સંમેલન દરમિયાન વડા પ્રધાન મોદી અને યુએસ પ્રમુખ જો બાઈડન વચ્ચે ઉપયોગી આદાનપ્રદાન થયું હતું. નેતાઓએ ભારત-યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ બનાવવા અને ક્વાડ, I2U2, વગેરે જેવા જૂથોમાં ગાઢ સહકારની પ્રશંસા કરી.

બાલીમાં ભારતીય સમુદાયને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે બાલી સાથે હજારો વર્ષ જૂનો સંબંધ છે. ઈન્ડોનેશિયાએ પરંપરાને જીવંત રાખી છે. પીએમ મોદીએ કહ્યું કે બાલીમાં એક અલગ પ્રકારનું વાતાવરણ છે અને આ વાતાવરણ આપણને અલગ પ્રકારની ઉર્જા આપે છે.

Published On - 9:10 am, Wed, 16 November 22

Next Article