પીએમ મોદીને આજીજી… લોટ અને દાળની અછત, શાહબાઝે કહ્યું કે, વારંવાર મદદ માંગવામાં શરમ આવે છે, જુઓ Video

|

Jan 17, 2023 | 11:27 AM

પાકિસ્તાનમાં વધતી મોંઘવારીથી લોકો પરેશાન છે. સામાન્ય માણસનું જીવન મુશ્કેલ બની ગયું છે. મોંઘવારી અને ખરાબ અર્થ વ્યવસ્થાના કારણે પાકિસ્તાનના લોકો હવે રસ્તા પર ઉતરી આવ્યા છે.

આજકાલ પાકિસ્તાન ભારે આર્થિક સંકટ અને આતંકવાદ જેવા મુદ્દાઓથી ઝઝૂમી રહ્યું છે. પાકિસ્તાનની આર્થિક સ્થિતિ એટલી હવે ખરાબ થઈ ગઈ છે કે, જીવનજરૂરી ચીજવસ્તુના ભાવ આસમાને પહોચ્યા છે. પાકિસ્તાનમાં મોંઘવારી એટલી વધી ગઈ છે કે સામાન્ય માણસ માટે જીવવું મુશ્કેલ બની ગયું છે. આ દરમિયાન પાકિસ્તાનના લોકો હવે રસ્તા પર ઉતરી આવ્યા છે. પાકિસ્તાન ફરી એકવાર પાડોશી દેશ ભારત પાસેથી મદદની અપેક્ષા રાખી રહ્યું છે. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે પોતાના એક નિવેદનમાં કહ્યું કે, અમને વારંવાર મદદ માંગવામાં શરમ આવે છે.

Next Video