Video : આકાશમાં જોવા મળી અદ્દભુત ખગોળીય ઘટના, દુનિયાએ માણ્યો Pink Moonનો નજારો

|

Apr 06, 2023 | 11:28 PM

આજે 6 એપ્રિલના રોજ Pink Moon એટલે કે ગુલાબી ચંદ્રમા ભારત સહિત સમ્રગ દુનિયામાં દેખાયો હતો. આ એક એવી ખગોળીય ઘટના છે જેમાં ચંદ્ર પૃથ્વીની સૌથી નજીક જોવા મળશે. ચંદ્ર આકારમાં મોટો અને ચમકીલો જોવા મળશે. આ ખગોળીય ઘટનાને અમેરિકા, ભારત, ઓસ્ટ્રેલિયા, પેરિસ સહિત અનેક દેશના લોકોએ જોઈ છે.

Video : આકાશમાં જોવા મળી અદ્દભુત ખગોળીય ઘટના, દુનિયાએ માણ્યો Pink Moonનો નજારો
Pink Moon 2023

Follow us on

બ્રહ્માડ અનેક રહસ્યો અને ખગોળીય ઘટનાથી યુક્ત છે. માનવજાતે ભૂતકાળે અવકાશમાં અનેક ખગોળીય ઘટના જોઈ છે, આજે ફરી માનવજાત એક અનોખી ખગોળીય ઘટનાનું સાક્ષી બનવા જઈ રહ્યું છે. આજે 6 એપ્રિલના રોજ Pink Moon એટલે કે ગુલાબી ચંદ્રમા ભારત સહિત સમ્રગ દુનિયામાં દેખાયો હતો. આ એક એવી ખગોળીય ઘટના છે જેમાં ચંદ્ર પૃથ્વીની સૌથી નજીક જોવા મળશે. ચંદ્ર આકારમાં મોટો અને ચમકીલો જોવા મળશે. આ ખગોળીય ઘટનાને અમેરિકા, ભારત, ઓસ્ટ્રેલિયા, પેરિસ સહિત અનેક દેશના લોકોએ જોઈ છે.

આ પિંક મૂનનું અલગ અલગ ધર્મ અલગ અલગ મહત્વ છે. બોદ્ધ ધર્મમાં પિંક મૂનને ‘બક પોયા’ તરીકે ઓળખવામાં આવે છે. ઈસાઈ ધર્મમાં પિંક મૂનને ‘પાસ્કલ મૂન’ના નામથી ઓળખવામાં આવે છે. હનુમાન જંયતિના દિવસે પિંક મૂનની ઘટનાને હિંદુ ધર્મમાં ખાસ ઘણવામાં આવે છે.

રિંકુ સિંહની ભાવિ પત્ની આ ખાસ વ્યક્તિની છે મોટી ફેન
Jaggery with Black Solt Benefits : ગોળ અને સંચળ ખાવાથી શરીરમાં દેખાશે આ ફેરફાર
Peanuts : મગફળી ખાધા પછી તરત જ પાણી પીધું તો ગયા સમજજો, જાણો કારણ
રિંકુ સિંહનું કરોડોનું ઘર કોના નામે છે?
Loan on Aadhaar Card : આધાર કાર્ડનો ઉપયોગ કરીને આ રીતે મળશે 2 લાખની લોન
ભારતના 100 રૂપિયા ઇન્ડોનેશિયામાં જઈ કેટલા થઈ જાય ?

આ રહ્યા પિંક મૂનના દ્રશ્યો

 

 


 

વૈજ્ઞાનિકોનું માનવું છે કે આવતા અઠવાડિયા સુધી ગુલાબી ચંદ્ર અલગ અલગ જગ્યાઓ પર જોવા મળતો રહેશે. ભારતમાં જે ચંદ્ર દેખાશે તે સામાન્ય કરતા 7 ટકા મોટો અને 15 ટકા વધારે ચમકીલો જોવા મળશે. તે પૃથ્વીની કક્ષાથી સૌથી નજીક હશે, એટલે તેને સુપર મૂન પણ કહેવામાં આવે છે. જયોતિષ અનુસાર, આ ઘટનાનો પ્રાણીઓ અને માણસો પણ ગંભીર પ્રભાવ પડે છે પણ વૈજ્ઞાનિકો અનુસાર, આ ઘટનાને એક ખગોળીય ઘટના તરીકે જ જોવી જોઈએ.

28 માર્ચના રોજ બની હતી આ ખગોળીય ઘટના

 

 


આ પણ વાંચો : Viral Video : નશામાં ધૂત વ્યક્તિ અને ત્રણ વાંદરાઓ વચ્ચે થઈ જોરદાર બબાલ, Video જોઈ યુઝર્સ હસી હસીને થયા લોટપોટ

28 માર્ચના રોજ પાંચ ગ્રહોઓની પરેડ જોવા મળી હતી. બુધ, ગુરુ, શુક્ર, યુરેનસ અને મંગળ આ પાંચ ગ્રહો ચંદ્ર પાસે એક લાઈનમાં જોવા મળ્યા હતા.આ ઘટના પહેલા દુનિયાભરના લોકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી હતી. સાંજે 6 વાગ્યાથી 7 વાગ્યાની વચ્ચે આ ઘટના જોઈ શકાઈ હતી. નરી આંખે જોતા ચંદ્ર પાસે એક ચમકતો તારો જોવા મળ્યો હતો. પણ ટેલિસ્કોપ કે મોબાઈ કેમેરાથી જોતા ગ્રહોની પરેડ સ્પષ્ટ રુપે જોવા મળી હતી. જણાવી દઈએ કે હવે 17 વર્ષ બાદ 2040માં આવી ઘટના જોવા મળશે.

આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, નરી આંખે તો આ ઘટના દેખાઈ જ નહીં. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, ખુબ સરસ . અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, હવે આવી ઘટના 2024માં બનશે. આવી અનેક પ્રતિક્રિયા આ વીડિયો પર જોવા મળી હતી.

 

ટ્રેડિંગ સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

વાયરલ અને ટ્રેડિંગ વીડિયો સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…

 

Next Article