Corona vaccine : કોરોનાના નવા વેરિએન્ટ સામે બચાવશે વેક્સિનનો ત્રીજો ડોઝ, વેક્સિનેશન માટે Pfizer BioNTech મંજૂરી માંગશે

ફાઈઝર-બાયોટેકે (Pfizer-BioNTech) ગુરુવારના રોજ જાહેરાત કરી હતી કે, તેમની કોવિડ-19 વેક્સિન(Vaccine) માટે અપ્રૂવલની માંગ કરશે. કંપની તેમના અંતિમ ટ્રાયલ ડેટાને લઈ રેગ્યુલેટરી  મંજુરી (Regulatory Authorization) મેળવવાની કોશિષ કરશે

Corona vaccine : કોરોનાના નવા વેરિએન્ટ સામે બચાવશે વેક્સિનનો ત્રીજો ડોઝ, વેક્સિનેશન માટે Pfizer BioNTech મંજૂરી માંગશે
Pfizer BioNTech to seek authorization for the third dose of COVID-19 vaccine
| Edited By: | Updated on: Jul 09, 2021 | 10:29 AM

Corona vaccine : કોરોના વેક્સિન (Corona vaccine) ફાઈઝર બાયોટેક (Pfizer-BioNTech)ને કોરોના વાયરસ સામે લડવા માટે ત્રીજા ડોઝની જરુર પડી શકે છે. કંપનીએ ત્રીજા ડોઝ (third dose) માટે મંજૂરી મેળવવા માટે પણ પ્રયાસ કરી રહી છે.

કૉમિરનેટી બ્રાન્ડ હેઠળ વેચાયેલી ફાઈઝર-બાયોટેક કોવિડ-19 વેક્સિન (COVID-19 vaccine)ને કોરોના વાયરસ (Corona virus) વિરુદ્ધ વધુ અસરકારક રીતે લડવા માટે ત્રીજા ડોઝની જરુર પડી શકે છે. ત્રીજા કોવિડ-19 ડોઝથી બીટા વેરિએન્ટ વિરુદ્ધ વધુ સારી સુરક્ષા પુરી પાડવાની આશા રાખે છે.

 

ફાઈઝર-બાયોટેકે (Pfizer-BioNTech) ગુરુવારના રોજ જાહેરાત કરી હતી કે, તેમની કોવિડ-19 વેક્સિન(Vaccine) માટે અપ્રૂવલની માંગ કરશે. કંપની તેમના અંતિમ ટ્રાયલ ડેટાને લઈ રેગ્યુલેટરી  મંજુરી (Regulatory Authorization) મેળવવાની કોશિષ કરશે. જેમાં જાણવા મળશે કે, પ્રથમ બે ડોઝની તુલનામાં ત્રીજો ડોઝ (Third Dose)એન્ટીબોર્ડી લેવલને 5 થી 10 ગણું વધારી શકે છે. કંપનીએ ત્રીજા ડોઝ માટે મંજૂરી મેળવવાનો પણ પ્રયાસ કરી રહી છે.

એક નિવેદનમાં કહેવામાં આવ્યું કે, કંપની ટુંક સમયમાં જ વધુ ડેટા પબ્લિશ કરવાની આશા કરી રહી છે. સાથે એક જ પીયર-રિવ્યૂૃડ પત્રિકામાં પણ પ્રકાશિત કરવામાં આવશે. આ સિવાય આવનારા દિવસોમાં અમેરિકી FDA (ફુડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન), EMA (યૂરોપીય મેડિસિન એજન્સી) અને અન્ય રેગ્યુલેટરી અથૉરિટીઝના ડેટા રજૂ કરવાની યોજના બનાવી રહી છે. કંપનીને આશા છે કે, ત્રીજો ડોઝ વધુ ઝડપથી ફેલાનારા ડેલ્ટા વેરિએન્ટ (Delta Variant) વિરુદ્ધ કારગાર સાબિત થશે.

ફાઈઝર-બાયોટેક ડેલ્ટા વેરિએન્ટને ધ્યાનમાં રાખી એક વેક્સિન (Delta-specific vaccine)ને પણ તૈયાર કરી રહી છે. આવી જ રીતે વેક્સિનની પ્રથમ બેંચ બાયોટેકને જર્મનીની માયંજા સ્થિત ફ્સિલિટીમાં તૈયાર કરવામાં આવી રહી છે. કંપનીને આશા છે કે, ક્લિનિકલ ટ્રયલની શરુઆત ઓગ્સ્ટથી શરુ થશે. ત્યારબાદ રેગ્યુલિટી અપ્રુવલ માંગવામાં આવશે.

કંપનીએ તેમના નિવેદનમાં કહ્યું કે, વેક્સિન (vaccine) લગાવવા માટે 6 મહિનાબાદ લોકોમાં કોરોના જેવી ગંભીર બીમારી વિરુદ્ધ સુરક્ષા રહી છે. પરંતુ સમય જતાં અસરકારતામાં ધટાડો થયો છે અને આગામી સમયમામં નવા-નવા વેરિએન્ટની સામે આવવાની સંભાવના છે. દુનિયાભરમાં ખુબ જ ઝડપથી ડેલ્ટા વેરિએન્ટ ફેલાઈ રહ્યા છે. જેના કારણે કેટલાક દેશોમાં ફરીથી લોકડાઉન લગાવવામાં આવ્યું છે. આ સિવાય વાયરસના અન્ય વેરિએન્ટે પણ સરકારની મુસીબતમાં વધારો કર્યો છે. જેના કારણે હવે વાયરસ સામે લડવા માટે અન્ય વેક્સિનન તરફ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. હાલમાં કોરોના વાયરસ (Corona virus)નો નાશ કરવા માટે વેક્સિન જ એક માત્ર હથિયાર છે.

Published On - 10:25 am, Fri, 9 July 21